અમેરીકામા વશિષ્ટ નાગરિક પ્રત્યે અભિગમ
દરેક દેશો પોતાના વશિષ્ટ નાગરિકો પ્રત્યે સજાગ હોય છે કારણકે ઍમના બલિદાનો પર જ દેશનો વર્તમાન હોય છે. પરંતુ દરેક દેશોનો અભિગમમા ફરક હોય છે. જ્યારે કેટલાક દેશોમા વશિષ્ટ નાગરિકોને વપરાઈ ચૂકેલી શક્તિ માની કે અથવા બોજારૂપ માની લઈ ઍમની અવગણના પણ કરવામા આવે છે. ભારતમા પણ હવે વશિષ્ટ નાગરિકો પ્રત્યે ધ્યાન આપી સારી ઍવી સગવડો આપવામા આવી રહી છે. તે છતા અમેરિકન વશિષ્ટ નાગરિકોને આપવાંમા આવતી સગવડોનુ અવલોકન કરવુ જરૂરી છે.
૧) બસો, ટ્રૅનો, હવાઈ પ્રવાસોમા નીચાદર રાખવામા આવે છે.
૨)બસો, ટ્રૅનોમા વશિષ્ટ નાગરિકો માટે ઍમને અનુકુળ સીટો અલગ રાખવામા આવે છે.
૩) કાર રિપેર, મૂવી, ઍમુસ્મેન્ટ અને નૅશનલ પાર્કમા ૩૦ થી ૩૫ ટકા ઑછા ભાવ રાખવામા આવ્યા છે.
૪) મૅક ડોનાલ્ડ, કેફસી, બર્ગર કિંગ, સબ વે, વેંદિસ, જેવી હોટેલોમા ૧૦% ડિસકાઉંટ આપવામા આવે છે.
૫) બનાના રિપબ્લિક, માર્શલ, કોહલસ, સીયર્સ, જેવા અસંખ્ય સ્ટોર મા ૧૦% ડિસકાઉંટ આપવામા આવે છે. તે ઉપરાંત અમુક ચોક્કસ દિવસે ૨૦% ડિસકાઉંટ પણ આપવામા આવે છે. .
૬) હોમ અલાર્મ્ સિસ્ટમ, ઑટો ઈન્સ્યુરન્સ્મા, લાઇફ ઈન્સ્યુરનસમા પણ ઑછા પૈસા ચાર્જ કરવામા આવે છે.
૭)સીવીઍસ, વૉલ માર્ટ,વેલ ગ્રીન, ટાર્ગેટ, રાઇટ ઍડ, જેવી દવા વેચનારી કંપનીઑ પણ વશિષ્ટ નાગરિકોને ડિસકાઉંટ ભાવે દવાઓ વેચે છે.
૮) ઘરો પર રીવર્સ મોર્ગેજની સગવડ આપવામા આવે છે.
૯) સિનયરોને વ્યાજબી દરે ઘરો આપવામા આવે છે.
૧૦) જેમની આવક ઑછી હોય ઍવા સિનયરોને મફત હેલ્થ કેર અને જીવન ચલાવવા માસિક થોડી રકમ પણ આપવામા આવે છે.
૧૧) વિકલાંગ સિનિયર નાગરિકોને નોકરી માટે વશિષ્ટ સગવડો, નોકરીઓ, અને જરૂરી વસ્તુઓ મફત પુરી પાડવામા આવે છે.
૧૨) તે ઉપરાંત મુખ્યત્વે તો દરેક નાગરિકો ઍમને માનની દ્રષ્ટીથી જુઍ છે અને માન પણ આપે છે. ઍમને મદદરૂપ પણ થાય છે.
જે દેશમા વશિષ્ટ નાગરિકોને પુરતુ માન આપવામા આવે ઍ દેશ સૂપર પાવર બને ઍમા શુ નવાઈ?
************************************
No comments:
Post a Comment