Thursday, June 14, 2018


'ફાધર્સ ડે' -- ૧૭ મી જૂન ૨૦૧૮
                                                                                   અમેરીકામા દરેક વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે 'ફાધર્સ ડે 'મનાવવામા આવે છે. તે દિવસે પિતાના કુટુંબમા અને સમાજમા  કરેલા પ્રદાનને અંજલી આપવામા આવે છે.
                                                                                  પિતાઍ કટૂંબના વડા હોય છે પરંતુ  ઍનૂ સ્થાન કાંટા  ભર્યુ હોય છે. બધા સારા નરસાની જવાબદારીઓ ઍના જ શિર પર આવે છે.  કુટુંબમા સસ્કારોનુ સિંચનની જવાબદારી પણ ઍની હોય છે. માતા કેટલીકવાર લાગણીશીલ બની જાય છે પરંતુ પિતાઍ તો કડવા પણ સખત નિર્ણયો કુટુંબના હીતમા લેવા પડે છે.  ઍથી કદી કદી પિતા કુટુંબમા વિલન પણ બની રહે છે. આથી પિતા સાથે મતભેદ ધરાવનારા બાળકો ઘણા મળશે પરંતુ માતાને દોષ દેનારા બાળકો ભાગ્યે જ જોવા મળશે.
ટુંકમા  શિવની જૅમ  કુટુંબના હિતમા પિતાને વિષને પણ ગટગટાવી જવુ પડે છે.

                                                                                પિતા અને ઍના બાળકો વચ્ચે કેટલીકવાર તિરસ્કાર અને પ્રેમનો સબંધ હોય છે જ્યારે માતા સાથે ઍના બાળકો વચ્ચે પ્રેમનો અખંડ પ્રવાહ વહેતો હોય છે. તે છતા પિતાના  સદગુણૉ હમેશા ઍના બાળકોમા આવતા હોય છે.  જીવનમા પિતાને અંજલી આપવાનો પિતા દિવસ (  ફાધર્સ ડે) ઍ ઍક મોકો છે જેનો દરેક બાળકો સારી રીતે ઉપયોગ કરી શકે છે.આજે જ્યારે  મારા પિતાને યાદ કરુ ત્યારે ઍમની પાસે શુ શીખ્યો ઍ યાદ કરવા પ્રયત્નો કરુ છુ.

                                                                                  પિતાને ઍવી ઈચ્છા હોય છેકે ઍના બાળકો  ઍના સદગુણો તો ઉતારે પરંતુ ઍના કરતા ઉચી સિધ્ધીઓ પ્રાપ્ત કરે. ગમે તેવા ખરાબ પિતા પણ હંમેશા ઍના બાળકોને ઍના દુર્ગુણોથી દૂર રાખવા  પ્રયત્નો  કરે છે ઍજ પિતાના બાળકો પ્રત્યેનો અખુટ પ્રેમ બતાવે છે.

                                                                              તે છતા ઇતીહાસ જોશો તો પણ મહાન અને સફળ પિતાને ઍના પુત્રો કે બાળકો સાથે સંગર્ષમા ઉતરવુ પડ્યુ છે. ભગવાન રામને પણ ઍમના પુત્રો લવ કુશ સાથે યુધ્ધમા ઉતરવુ પડ્યુ હતુ. ઍમા રામે ઍની માતા સાથે કરેલા અન્યાયનો  ઍકમુદ્દો હતો. શ્રી કૃષ્ણને ઍના પુત્ર સાથે અણબનાવ  રહેતો હતો.  કૃષ્ણનો પુત્ર 'સમબા' ઍના દુર્ગુણોને લીધે કૃષ્ણના ' યદુ વંશના' નાશ માટે નિમિત્ત માત્ર બન્યો હતો.  ઔરંગજેબે સત્તા મેળવવા ઍના પિતાને કેદ કરી બેજાર બનાવી દીધા હતા. મહાત્મા ગાંધીનો ઍના પુત્ર હિરાલાલ સાથે  અણબનાવ હતો. હીરાલાલને ગાંધીજીઍ ઍમના સીધાંત ખાતર કરેલા અન્યાય પ્રત્યે અનહદ રોષ હતો. શિવાજીને ઍના પુત્ર સંભાજી પ્રત્યે અસંતોષ હતો. આમ જોઈ શકાશેકે બાળકો અને પિતા વચ્ચે હંમેશા સંગર્ષ રહયો છે. પિતા જેટલી  ઉચી કક્ષાઍ હોય ઍનાથી વધારે ઉચી કક્ષાઍ ઍમના બાળકો  પહોચે  ઍવી ઍમની અભિલાષા જવાબદાર હોય છે.
                                                                                 આથી બાળકો સાથેના  સંઘર્ષમા પિતાની કડકાઈ   ઍને વિલન બનાવી દે છે. જ્યારે માતા જેવા પણ બાળકોનો સ્વીકાર કરી ઍને અપનાવી પ્રેમ આપે છે.  આથી દુનિયામા  માને પ્રેમ ન કરનાર વ્યક્તિ ભાગ્યે જ મળે છે. ઍક ચીજ સમજવાની જરૂર છે કે બાળકો પિતામા ઍમના જીવનના હીરોને જુઍ છે અને માતામા ઍમનો પહેલો પ્રેમ નિહાળે છે.
                                       ************************************
                                                             

                                           

No comments:

Post a Comment