કવિતામા સકારાત્મકતા-
ઘણા લોકોને જે મળ્યુ હોય ઍમા સંતોષ નથી પરંતુ બીજા પાસે છે ઍ મારી પાસે નથી ઍનો અસંતોષ હોય છે. ભગવાન પણ નટખટ છે જે મનુષ્યને ગમે ઍ આપતો નથી પણ ઍ લાયક હોય અને ઍના હિતમા હોય ઍટલુ જ આપે છે. આથી દરેકે જીવનમા મળ્યુ હોય તેમા આનંદ અનુભવવો જોઇઍ. બધામા સારુ જોઈ અને અણગમતી વસ્તુને સ્વીકારી સકારાત્મકતા રાખવી આવશ્યક છે ઍજ સુખી રહેવાનો સરળ રસ્તો છે.
ઍક જગાઍ કવિઍ ક્હ્યુ છે કે ઍને જીવનમા સારી વસ્તુઓમા આનંદ માણી ખરાબ વસ્તુઓને ભૂલી જઈને જીવનનો આનંદ માણવો છે અને ઍમાજ સુખનુ રહસ્ય સમાયેલુ છે.
આશાની પાંખે-
આશાની પાંખે જીવવુ છે મારે
કલ્પનાને ખોળે ને શ્રધ્ધાની આંખે
પંખી બનીને ઘુમુ આકાશે
માછલી બનીને વિહરુ હૂ સાગરે
જીવનના ગમને સાંભરવા ના મારે
ગમના બોજે મારે મરવુ નથી
આશાની પાંખે જીવવુ છે મારે
ઉંચા શીખરો પર બેસીને મારે
અવનિનુ સૌદર્ય જોવુ છે મારે
કાળા ખડકોને અવગણીને
લીલી હરીયાળીને નીચે જોવી છે મારે
આશાની પાંખે જીવવુ છે મારે.
ભારત દેસાઈ
કવિતામા કવિ આજુબાજુની ખરાબ વસ્તુઓને જોઈ દુઃખી થવા કરતા ભગવાને રચેલી બધી સૌદર્યમય વસ્તુઓમાથી આનંદ લેવા માંગે છે.
કેટલાકમા નકારત્મકતા ભારોભાર ભરી હોય છે. ઍમા અમુક ગુણોની કે લાગણીઓની ઉણપ હોય છે. જેમકે જેને દેશ માટે અભિમાન કે પછી દેશ ભક્તિ ન હોય તેને બધુ જ ખરાબ દેખાય છે અને પરદેશનુ બધુ જ ઉત્તમ દેખાય છે, જેમકે પરદેશના લોકો, પરદેશી ભાષા, પરદેશી રીતરીવાજ, પરદેશી વસ્તુઓ, અને ત્યાનુ કુદરતી સૌદર્ય. ઘણા તો પરદેશના જેવુ કુદરતી સૌદર્યનો પોતાના દેશમા અભાવ બતાવી પણ ખામીઓ કાઢે છે. ટુંકમા પોતાના દેશમા ખામીઓજ શોધ્યા કરે છે. જ્યારે કેટલાક દેશ ભક્તો પોતાના દેશની ખામીઑ વિષે જાણે છે પરંતુ ઍની દરેક સારી વસ્તુઓથી પણ અજ્ઞાત નથી. ઍક દેશપ્રેમી ઍના દેશને કેવી રીતે ચાહે છે ઍની વાત નીચેની કવિતામા કહે છે-
અહી ભવ્ય ડુંગરમાળાઑ છે
નદીઓના વહેતા નિર્મળ નિર છે
પ્રભાતના સોનેરી કિરણો અહા
રૂપેરી ચાંદનીની અદભૂત મઝા
ખરેખર કુદરત છે આફરીન અહી
પણ વતનની માટીની મહેક ક્યા?
ફળફૂલોથી લચકતા બગીચાઓ છે
પંખીઓના મીઠા કલરવ પણ છે
મદ મસ્ત આબુહવા છે અહિઍ
પણ વતનની ખુશબૂભરી લહેરો ક્યા?
લીલીછમ જાજમોથી છવાયેલી ખીણો છે
જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતર્યુ છે અહિઍ
પણ આપણા દેશ જેવી માનવતા છે ક્યા?
ભારત દેસાઈ
આમાં કવિનો સકારાત્મક દેશપ્રેમનો ભાષ થાય છે. નાની બાબતોને પણ કવિઍ સકારત્મક રીતે ઉછાળી છે. આથી દરેક વસ્તુઓમા અવગુણ જોવા કરતા ઍમા સારી વસ્તુઓ જોઈ આનદ લેવામા જ આનંદ મળે છે.
********************************