અનામત નીતિ
અનામતની નીતિને સમજાવી જરૂરી અને ઍના મૂળિયા ક્યાથી આવ્યા ઍ સમજવુ પણ આવશ્યક છે. અનામતની નીતીમા અન્યાયની ગંધ પણ આવે છે. અનામતમા ગુણવત્તાને સ્થાન નથી. આથી ઍ અપ્રિય પણ છે. પરંતુ પછાત પ્રજાની અનામતની માંગ છે. હજારો વર્ષોથી અન્યાય અને શોષણ કરાતી જાતીઓની પણ માંગ છે. ઍમા મતભેદ ઍના અમલની નીતિનો છે.
ઍમા રાજકારણ વિલનતાનો ભાગ ભજવી રહ્યુ છે. શિક્ષણમા, નોકરીઓમા, બઢતિમા, અનામત દાખલ કરીને ગુણવત્તાનો દાટ વાટી નાખવામા આવ્યો છે. ડોક્ટરો, ઍંજીનરિંગ, વહીવટ જેવા ધંધામા આનામત સામાજીક હિતમા નથી ઍ તો દરેક સમજદાર વ્યક્તીઑ સમજી શકે છે જ્યારે ફક્ત હિત ધરાવનારા લોકોજ ઍની સામે આંખઆડા કાન કરે છે.
ભારતમા ઍના બીજ અંગ્રેજી રાજે નાખેલા છે. ઍમા ઍમની ભાગલા પાડીને રાજ કરવાની નીતિ હતી. ભારતના ભાગલા હિન્દુ મુસ્લીમને લડાવી કર્યા અને બીજા ભાગલા હિન્દુઓમા સવર્ણો અને પછાત/ દલિતોને લડાવીને કરવા હતા. ઍને માટે દલિતો અને પછાતો ને જુદા મતાધિકાર આપવાનો હતો, ગાંધીજીઍ ઍનો તીવ્ર વિરોધ નોંધાવી અપવાસ કર્યા અને દલિતોના નેતા ડૉક્ટર આંબેડકર સાથે વાત કરી સમાધાન કર્યુને ૧૦ વર્ષ માટે અનામત આપવાનુ નક્કી કર્યુ હતુ. તેનુ ભારતીય રાજકારણીઓેઍ પોતાના હીતમા હમેશને માટે દાખલ કરી દીધુ છે. હવે ઍ દૂષણ પણ બની ચુક્યુ છે.
યોગ્ય પછાતો/ દલિતોને ગુણવત્તા પ્રમાણે સહાય કરવી આવશ્યક છે. નાણાકીય સહાય પણ આપી શકાય. પરંતુ બધી સહાય પછી ગુણવત્તા વગર શિક્ષણ, સરકારી નોકરીઓમા અને બઢતીઓમા અનામત પધ્ધતિ દાખલ કરવી ઍ સમાજ અને દેશને માટે નુકશાન રૂપ બની રહયુ છે.
દક્ષિણ આફ્રિકા જ્યારે સ્વતંત્ર થયુ ત્યારે ત્યાની આદિવાસી પ્રજા ભારતની પછાત અને દલિત જાતો જેવી જ સ્થિતિમા હતી, ઍમની પણ અનામત માટે માંગણીઓ હતી જેને તેમના નેતા નેલ્સન માંડેલાઍ ઍમ કહીને નકારી કાઢી હતી કે " અનામત આખા દેશને નાશ કરવાને સમર્થ છે. ઍમાથી ઉભા થતા ધંધાદારીઓ જેવાકે
- ડોક્ટરોને હાથે દર્દીઓ બેમોતે મરશે.
- ઇંજિનેરોઍ બાંધેલા મકાનો તૂટી પડશે.
- આર્થિક સલાહકારો લોકોના પૈસાનુ સત્યાનાશ કરશે.
- ધાર્મિક નેતાઓ લોકોમાથી માણસાઈનો નાશ કરશે.
- ન્યાયધીશો ન્યાયનો ઉપહાસ કરશે
- ટુંકમા શિક્ષણનુ પતન રાષ્ટ્રનો નાશ કરશે.
નેલ્સન માંડેલા આ અવતરણો' દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીના' પ્રવેશ દ્વાર પર ઍક તખતી દ્વારા ઉલ્લેખ કરવામા આવ્યો છે. અનામત આર્થિક પરીસ્થિતિ અને ગુણવત્તા પર હોવી જોઇઍ નહી કે જાતી પર. અત્યારની ભારતીય અનામત પધ્ધતિ અન્યાયી, જાતી વાદિ અને ગુણવત્તાથી પર છે. ઍ રાજકીય અને જાતી દ્વારા શોષણ પર ઉભી થયેલી છે ઍમા શંકા નથી.
************************************
No comments:
Post a Comment