ગુલામી માનસ
૧૫૦ વર્ષના બ્રિટિશ શાસને ભારતીયોના મગજમા ઍમની સંસ્કૃતી, અને ભાષા, વિષે લઘુતા ગ્રંથી ઉભી કરી છે. સત્તા, સંપતિવાન, અને ગુંડા તત્વો સામે ડરીને ચાલવાની વૃત્તિઓ ઉભી કરી છે. પોતાની માતૃભાષામા ભુલ થાય તો ઍમને પડી નથી. પરંતુ અંગ્રેજિમા વોઝ અને' ઈઝની' ભુલ થાય તો મરવા જેવુ લાગે છે. પોતાના બાળકો અંગ્રેજી ફાકડુ બોલ ઍટલે ગર્વ અનુભવે પરંતુ પોતાની માતૃભાષા લન્ગડાટી બોલેતો ઍની પરવાહ નથી. અંગ્રેજોે ઍ ભારતીયોના મગજમા ઉતારી દીધુ છે 'ચામડીથી માંડીને ઍમની ભાષા, વસ્તુઓ,ઍમના રીત રીવાજો, ભારતીયોના કરતા ઉત્તમ છે.
આ અંગ્રેજોની કે અંગ્રેજી ભાષાની વિરૂધ્ધની વાત નથી પરંતુ તમે જુઓતો ચીનાઓ, જાપાનીઑ, રૂસીઓ, જર્મનો અંગ્રેજી ભાષા સારી રીતે જાણતા નથી તો પણ પ્રગતી કરી છે. તે ઉપરાંત ઍમને ઍમની ભાષા અને સંસ્કૃતી વિષે ગર્વ છે અમેરીકન લોકો પોતાની અંગ્રેજી જ બોલે છે. અને અંગ્રેજીના કેટલાક શબ્દોની સ્પેલિંગ પણ સરળ બનાવી દીધી છે. આજ બતાવે છેકે તેઓ ખરા અર્થમા સ્વતંત્ર છે. જ્યારે કેટલાક ભારતીયો હવે અંગ્રેજો કરતા પણ સારુ અંગ્રેજી બોલવાની ડન્ફાસ મારતા હોય છે. ઍ પણ ગુલામી માનસનો નમૂનો છે.
ભારતમા કેટલાક લોકો ઇંગ્લીશ રાજમા ગોરા લોકોની ખુશામત કરતા. સ્વતંત્રતા પછી નહેરૂ વંશની ચપલાશી કરતા અને પછી જે રાજકર્તાઓ આવ્યા ઍની ખુશામત કરતા રહ્યા. આજે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા પાછળ પણ સત્તાની પાછળ કેટલી ખુશામત છે ઍનો નીવડો લાવવો મુશ્કેલ છે. આમા પણ ગુલામી માણસની જ ગંધ આવે છે. ઍમા પણ રાજકીય મુલ્યાકનમા સમતોલતા હોવી જરૂરી છે નહીતો ઍ સત્તાની બંદગી બની રહે છે. ગુલામી માનસોવાળાઓ પણ રાજકારણીઓને ગેરરસ્તે દોરી જાય છે.
ભાષા, પહેવેશ, સંસ્કૃતિં,ચાલચલણમા પોતાની વસ્તુઓનુ ગર્વ ઍજ પ્રજાની મુક્ત માનસિક અવાસ્થાની નિશાનીઓ છે. અંગ્રેજો ભારતની પ્રજા પર રાજ કરતા હતા અને પ્રજાને ભયભીત કરવા માટે પોલીસો અને લશ્કરના માણસોના કાફલો સાથે ફરતા, પરંતુ આપણા ગુલામી માનસે ઍ પ્રથા આપણા જ માણસોને ડરાવવા સત્તાધારીઓેઍ ચાલુ રાખી છે. તમે અમેરીકામા જોશો તો 'વીઆઇપી ' ક્યારે પસાર થઈ જાય છે ઍની ખબર પણ પડતી નથી. સત્તા લોકોની સેવા માટે હોય છે, ભભકો બતાવી લોકોને ડરાવવા માટે હોતો નથી.ઍ સ્વતંત્ર અને મુક્ત માનસની નિશાનીઑ છે. ઍવી રીતે સંપતીવાન માણસો પણ ઍમની સંપતીનુ પ્રદર્શન કરતા નથી. ઍ કઈ લોકોને ડરાવવા માટેનુ સાધન નથી. જોકે ગુલામી માનસ ધરાવનારાઓ બીજાને ડરાવવા માટે સત્તા અને સંપત્તિ ઑનો ઉપયોગ કરતા હોય છે. જ્યા સુધી લોકો સત્તા અને સંપત્તીથી ડરતા રહેશે ત્યા સુધી ગુલામી માનસમાથી મુક્તિ મેળવવી મુશ્કેલ રહેશે.
દરેક ધર્મ અને પંથમા ઉણપો હોય છે ઍને સુધારવી જોઇઍ. તેને બદલે પોતાના ધર્મને ઉતારી પાડી પારકા ધર્મની પ્રસંસા કરવી ઍ પણ ગુલામી માનસનુ પ્રતિબિંબ જ હોય છે.. આથી માણસોે પોતે ઍમની ગુલામી વૃત્તિમાથી બહાર આવવુ આવશ્યક છે. તોજ મુક્ત સ્વતંત્રતાનો આનદ માણી શકાય છે.
*********************
No comments:
Post a Comment