કર્મનુ ફળ
વિશ્વમા ઘણીવાર સારા કર્મ કરનારા અને સંસ્કારી માણસોને દુઃખી થતા જોઇઍ છે, અન નરસા માણસોને મજા કરતા જ઼ોઈઍ છે ત્યારે ભગવાનના ન્યાયમાથી વિશ્વાસ ઉડી જાય છે. ઍમા ચાણક્યે ક્હ્યુ છે કે' સીધા ઉગેલા છોડૉ પહેલા કપાય છે ઍટલે માણસે સીધા રહેવુ સારુ નથી.' આ વાક્ય સીધા માણસો માટે અગ્નિ મા ઘી હોમવા જેવુ છે કેમકે સારા માણસો ભગવાનના અન્યાય સામે દુભાયેલા હોય છે. ઍક ગુજરાતી કવિ કરસનદાસ માણેક લખ્યુ છેકે-
મને સમજાતુ નથી કે આવુ શાને થાય છે
ફૂલડા ડૂબી જતાને પથ્થરો તરી જાય છે
ઘર હીણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર
ને ગગન ચુમ્બી મહેલો જૂના સૂના રહી જાય છે
આમા કવિનો સકર્મિઑને થતા અન્યાય સામેનો વિરોધનુ પ્રતિબંબ પડે છે. પરંતુ સકર્મ સાથે ઘણીવાર દોષ પણ હોય છે. જેમકે મનુષ્યે જીવવા માટે શ્વાસ લેવાનુ આવશ્યક છે પરંતુ સાથે સાથે જીવાણુઑ શરીરમા જવાના અને મરવાના પણ ખરા. ઍનો દોષ તો લાગવાનો જ પણ ઍનાથી શ્વાસ લેવાનુ થોડુ બંધ કરાય. તે છતા ઍ કર્મથી થતા દોષનુ ફળ બીજી રીતે ભોગવવુ જ રહ્યુ. ગીતામા ક્હ્યુ છે કે' સારા કર્મની સાથે દોષ હોય તો પણ છોડવુ ન જોઇઍ.' ઍટલે સારા કર્મો કરનારાઓઍ પણ ઍની સાથે દોષના ફળ પણ ભોગવવા રહ્યા. આથી સારા માણસોને પણ સહન કરવુ પડે છે. માહભારતના યુધ્ધમા ધર્મની સ્થાપના કરવા જતા પાન્ડવોને પણ ઍમના ગુરુ અને વડીલોને મારવાનો દોષ લેવો પડયો હતો અને ઍમને અત્યંત દુખ સહન કરવુ પડ્યુ હતુ. આજ બતાવે છે કે સારા માણસો હમેશા સહન કરતા આવ્યા છે. ઍમા સકર્મ સાથે રહેલા દોષ કારણભુત હોય છે.
આથી આ બાબતમા ગીતા સ્પષ્ટ છે કે ' કે કર્મના ફળની આશા રાખ્યા વગર કર્મ કરે જાઓ. કર્મનુ ફળ શુભ, અશુભ કે શુભાશુભ પણ હોય શકે. મુળમા સકર્મ કરનારની આશા જ સર્વ સંતાપનુ મૂળ છે. જેનો ઉલ્લેખ ઉપ્પર કવિતામા કવિેઍ કરેલ છે.
**********************************