શિક્ષક દિવસ- ૫મી સપ્ટેંબર
પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્નનો આજે જન્મ દિવસ છે જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામા આવે છે. શિક્ષકો સમાજ અને રાષ્ટ્ર ઘડતરમા જે મહત્વનો ભાગ ભજવે છે ઍનો ઍ દિવસે કદર કરવામા આવે છે. વિશ્વમા કોઈ પણ સફળ વ્યક્તિની પાછ ળ ઍના શિક્ષકનો હાથ હોય છે. શિક્ષક ઘણીવાર ઍના શીષ્યમા ચરિત્ર, સંસ્કાર, અને ઍના ધ્યેયનુ સિંચન કરે છે.
ચાણકય જેવા શિક્ષકે તો ઍના શિષ્ય ચન્દ્રગુપ્તને ઍક મજબૂત સામ્રાજ્યનો સમ્રાટ બનાવી દીધો હતો. . વિશ્વ વિજેતાસિક્ન્દરે કહ્યુ છે કે' મહાન શિક્ષકઍના શિષ્યના જીવન ચણતરમા પ્રભાવિત ભાગ ભજવે છે'. આધુનિક ટર્કી ના નેતા મુસ્ત્તફા ક્માલ અટાટર્કઍ ક્હ્યુ છેકે ' સારો શિક્ષક મીણબત્તીની જેમ પ્રકાશ ફેલાવા માટે પોતાની જાતને વાપરી નાખે છે.'
આધુનિક યુગમા જ્યારે શિક્ષણ નુ વેપારીકરણ થઈ રહ્યુ છે ત્યારે આદર્શ શિક્ષક મેળવવા મુશ્કેલ થઈ રહયુ છે શિક્ષણ નુ ધોરણ પણ નીચુ જઈ રહયુ છે ત્યારે સારા શિક્ષકો કોને કહેવા ઍવો પ્રશ્ન ઉદ્દભવે છે? ત્યારે શિક્ષકો માટે થોડા આવા સામાન્ય નીયમો આવશ્યક છે.
૧) સારા શિક્ષકે વર્ગમા આવતા પહેલા ઍમને આપવામા આવેલા વિષયમા તૈયારી કરીને આવવુ આવશ્યક છે.
૨) શિક્ષક વર્ગમા તથ્ય વગર વિષય પર બોલેતો શીષ્યોમા અંધશ્રધ્ધા ઉભી થવાનો સંભવ છે.
૩) શિક્ષકે ઍના શીષ્યોને ઍના પોતાના બાળકો જેવા જ માનવા જોઇઍ.
૪) વર્ગમા ઍક મિનિટ પણ નકામી બાબતો વિષે ચર્ચા થાયતો શીક્ષકને . પશ્ચાતાપ થવો જોઇઍ.
૫) શિષ્યની નિષ્ફળતામા શિક્ષકે પોતાની નિષ્ફળતા નિહાળવી જોઇઍ.
૬) શિષ્યની નિષ્ફળતાની ચર્ચા ખાનગીમા ઍને બોલાવી કરવી આવશ્યક છે પરંતુ શિષ્યની સફળતાને લોકોમા વખાણવી બહુજ અગત્યની વાત છે.
૭) પુસ્તકોમા આપેલા જ્ઞાન સાથે જીવન જીવવાનુ વાસ્તવિક જ્ઞાન પણ આપવુ જોઇઍ.
આધુનિક જીવનમા આટલી બાબતો સારા શિક્ષકો ઘણી સહેલાઈથી કરી શકે છે. ઍનાથી આજનો આપણો શીક્ષક દિવસ પણ સાર્થક બની રહેશે.
******************************
No comments:
Post a Comment