ભારતની બિમારી
ભારતમા સ્વતંત્રતા બાદ ઘણી પ્રગતી કરી છે પરંતુ ઍનો લાભ લોકોને મળ્યો નથી. ઍનુ કારણ છડેચૉક નીતિ નીયમો અન કાયદાઓના ચિંથરા ઉડાડવામા આવે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ કલામે ક્હ્યુ છેકે' ભારતીયો જે નીયમો અને કાયદાઓપરદેશમા પાડે છે ઍના ચિંથરા ભારતમા ઉડાડે છે'.
ઍનુ કારણ કે ઍમને ભારતીય નીતિ નીયમો અને કાયદાઓનો ડર નથી. તેઓ માને છેકે દેશના કાયદાઓનો ભંગ કરી શકે છે અને પૈસા, લાગવગ, અને રાજકીય સબંધોના જોરથી ઍની સજામાથી બહાર નીકળી શકાય છે. કાયદાઓના જે ખુલ્લેખુલ્લા ભંગ થાય છે જેમા કેટલાક રાજકીય નેતાઓનો સહકારનો અભાવ છે. ઍક કહેવત છે 'જેવો રાજા ઍવી પ્રજા'. જો રાજકર્તાઓનો સહકાર ન હોય તો નિતિ નીયમો અને કાયદાઓનો અમલ કેવી રીતે થઈ શકે?
કેટલાક પ્રામાણિક પોલીસ અધિકારી જો કાયદાઓનો અમલ કરાવવા જાય તો ઍમની બદલી કરવામા આવે છે અથવાતો ઍમને બેઈજ્જતીનો દાવાનો કે કન્ટેમ્પ્ટ નોટીસ નો સામનો કરવો પડે છે. આથી કાયદાઓનો અમલ કરાવનાર વહીવટી સંસ્થાઓનુ નૈતિક ધોરણ બહુ જ નીચે ચાલી ગયુ છે અને લોકો સહન કરી રહ્યા છે. હવે તો દેશના ઉધ્ધાર માટે ઍ વિષમય પરીસ્થિતિના નાશ થવાની રાહ ક્યા સુધી જોવાની?
***********************************
No comments:
Post a Comment