શાયરીની મહેફીલ
શુન્ય પાલનપુરી કહે છે-
'કદમ અસ્થિર હો જેના કદી રસ્તો નથી જડતો
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો'
'મોતની તાકાત શી મારી શકે જિંદગી તારો ઈસારો જોઇઍ
જેટલુ ઉચે જવુ હો માનવી તેટલા ઉન્નત વિચારો જોઇઍ'
'હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓનો પુકાર
જો ઉષાને દર્પણે તારા જીવન કેરો ચિતાર'
'પરિચય છે મંદિરોમા દેવો મારો
અને મસ્જિદોમા ખુદા ઓળખે છે
નથી મારુ વ્યક્તિત્વ છાનુ કોઈથી
તમારા પ્રતાપે બધા ઓળખે છે'
શાયર મરીઝ કહે છે-
'ઍવો કોઈ દિલદાર જગતમા નઝર આવે
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે'
'હમદર્દ બની જાય જરા સાથમા આવે
આ શુ કે બધા દૂરથી રસ્તા જ બતાવે'
'રડવાની જરૂરત પડે ત્યા સૂકા નયન હો
ની હસતો રહુ ત્યાજ જ્યા હસવુ નહી આવે'
શેખ આદમ આબુવાલા ઍ મૃત્યુની બાબતમા સચોટ ક્હ્યુ છે-
'ન ગાતી હૈ ગુનગુનાતી હૈ મૌત
મૌત જાબબી આતી હૈ
ચુપકેસે ચલી આતી આતી હૈ'
ઍક અનામી શાયરે કૃષ્ણ ભક્તિમા લખ્યુ છે કે-
'અર્જુન થવુ નથી મારે
મને સુદામા જ રહેવા . દયો
જોઈને દ્વાર પર મને
ઍને ઉઘાડે પગલે દોડવા દયો'
કેટલાક પરદેશમા રહેનારાઓને પોતાનો દેશની યાદ સતાવે છે, પરંતુ તેઓ પોતાને દેશ જઈ શકતા નથી ઍમની મથામણ માટે હરનીશ જાની લખે છે કે-
'આજે જશુ કાલે જઈશૂ ટેટ હવેતો છોડો
કબર ખોદાઇ ગઈ છે તમારી અમેરીકામા'
બુઢાપા સાથે જુવાનીનો મેળ પડતો નથી. ઘણીવાર જુવાનો બુઢાપાથી અંતર રાખે છે ત્યારે -
' આજે છે તે કાલે નથી
ઍનો જવાની ને ક્યા ખ્યાલ છે
વર્તમાનમા રાચતી જવાની
ભવિષ્યને ભૂલી જાય છે'
**********************************