Monday, February 11, 2019


ભયરહિત
                                                                                             જગતમા  ભય જ બધા દૂષણોનો મુળમા હોય છે, અને ઍ સર્વ અત્યાચારની પાછ ળ હોય છે. માણસો ડરના માર્યા જુલોમોની સામે ઉભા રહી શકતા નથી.  મોટા વિશ્વ વિજેતાઓ જુલમોથી જ  પ્રજાને વશ કરતા હોય છે. ભારતની સમૃધ્ધિનો જુલ્મ કરીને જ લુટવામા આવી હતી. જ્યા પ્રજા નીડર હોય છે ત્યા  જુલમ ગારની  તાકાત નથી કે ઍને ડરાવી શકે,
                                                                                                  બ્રિટીશો જ્યારે ભારતમા આવ્યા ત્યારે ભારતીય પ્રજાનો જૉશ અને બહુ ઉંચો હતો, બ્રિટિનની પાર્લામેન્ટે ઍના ઍક સભ્ય મેકોલેને ભારત વિષે અભ્યાસ કરી રિપોર્ટ તૈયાર કરવા ક્હ્યુ હતુ. ઍ અહેવાલ જો વાંચસો તો ભારત તે વખતે ભય વિહિત અને ઍની નૈતિકતા બહુ  ઉંચી હતી. ભિખારી તો જોવાના મળતા ન હતા. શિક્ષણીક સંસ્થાઓ ઍટલી ઉંચી હતીકે લોકોમા ડર જેવો ભય  ન હતો. મેકોલે સ્પષ્ટ લખ્યુ હતુ કે ભારત પર રાજ કરવુ અશક્ય છે. ઍની શિક્ષણ સંસ્થાઓનો  નાશ કરી ઍની ઉચ્ચ નૈતિકતાને નાબૂદ કરવી પડશે ઍટ્લ કે આપણી બધી વસ્તુઓ ચડીયાતી છે અને ઍમની વસ્તુઓ તુચ્છ છે ઍવો ઍક ભય ઉભો કરવો પડસે. ત્યારથી ભારતીયોમા ડર અને ગુલામી માનસ દાખલ થઈ ગયુ છે.

                                                                                                  ઍટલા માટે ગાંધીજી, સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા નેતાઑઍ ડરને લોકોમાથી કાઢી નાખવાની વાત કરી હતી. મોરારજીભાઇ તો ઍમની સહી નીચે લોકોને લખતા કે 'ભય રહિત બનો'  આમ જ અગ્રેજો જુલમ અન અત્યાચારો દ્વારા ૨૦૦ વર્ષ આપણા પર રાજ઼ કરી ગયા.
                                                                                                    ડરનો હંમેશા સામનો કરવો જોઇઍ. ડરના માર્યા શાંત રહેવુ ઍ પણ ઍક ગુનો છે. નેપોલિયેન ક્હ્યુ છેકે ' આ દુનિયા ઍ ઘણુ સહન કર્યુ છે.  નહી કે ખરાબ લોકોથી, પરંતુ સારા લોકોના મૌનથી. '  મૌનની પાછળ ડર જ હોય છે. ગીતા મા પણ ભગવાન કૃષ્ણા ઍ કહ્યુ છે કે ડરથી જે કર્મ નથી કરતો તેં વ્યક્તિ માટે  અકર્મ ઍ મૃત્યુથી પણ બદતર છે. આથી ડરનો નાશ કરવો જીવનમા આવશ્યક છે.  નિર્ભય માણસો જ જીવનમા ધારેલુ ધ્યેય પાર કરી શક્યા છે.
આથી  લખેલુ કાવ્ય વાંચવા લાયક છે.
શાને ડરે તૂ અકેલો છે
જ્યારે જગતનો નાથ સાથે છે
કૌરવોનિ સેના ક્યા પ્રબળ ન હતી?
રાવણની શક્તિ પણ  અપાર હતી
કૃષ્ણ અન રામ જ્યારે હોય સાથે
ત્યારે કૌરવો  અને રાવણનો ડર શાને?
શાને ડરે તૂ અકેલો છે?
ભારત દેસાઈ
                                                                  ********************************

Friday, February 8, 2019

 
પરદેશ ચાલો
                                                                                                 આજકાલ પરદેશના ટીવી પર અને વર્તમાનપત્રના અહેવાલો જોઈ જોઈને આજનુ યુવાન માનસ પરદેશ તરફ ઘેલુ બન્યુ છે. ઍમને ખ્યાલ નથી કે પરદેશમા જીવન ઘણુ કઠણ હોય છે. જે  ટીવી અને અખબારી અહેવાલોમા બતાવવામા આવે છે ઍવુ ફિલ્મિમય અને સ્વર્ગીય જીવન ત્યા નથી. ઍક શાળાના સંચાલકે નિરાશા પૂર્વક ક્હ્યુ હતુ કે ' કોઇપણ વિદ્યાર્થી પુછો તો ઍમની મહત્વકાક્ષા કોઈ ધંધાકીય પદવી મેળવવા કરતા પરદેશ જવાની મહત્વકાક્ષા વધારે હોય છે. ઍમા ઍમનો વાંક નથી કારણકે વાલિઓ પણ ઍમને ઍ દિશામા પ્રોત્સાહન આપે છે. આમને આમ સરકારે શિક્ષણ માટે વિદ્યાર્થીઓ  પાછળ ખર્ચેલા પૈસાઓ વ્યર્થ જશે અને શિક્ષિત લોકોનો દેશને કોઈ લાભ નહી થાય.
                                                                                                      ભારતીયોના પરદેશ જવાના ઘેલાપણે ઘણી પરદેશી સરકારોની આંખ લાલ કરી નાખી છે. ૨૦૧૮ કેનેડામા ૧૫૦૦૦ થી વધારે  ભારતીયો ત્યા હંમેશ માટે રહેવા પહોચ્યા  છે અને અમેરીકામા ૨૦૧૭ મા ૫૦૦૦૦ ભારતીયો ગયા છે.  લાખો ભારતીયોના ગ્રીન કાર્ડ આજે અમેરીકામા નિકાલ ખાતે પડેલા છે ઍનો નિકાલ થતા વર્ષોના વર્ષો નીકળી જશે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા,  ન્યૂઝીલેન્ડ, જેવા દેશો તો વસાહતિઑના હુમલાથી બચવા ઍમના ઇમ્મિગ્રેશન કાયદાઓને કડક બનાવવા માંડ્યા છે.

                                                                                                         પરદેશના આ ઘેલાપણ માટે વજુદ કારણો પણ છે. દેશમા નોકરીઓ મળતી નથી. મોંઘવારીના  પ્રમાણમા  પગારો પણ મળતા નથી. મહેનત કરે ઍટલૂ વળતર પણ મળતુ નથી.  હવે પરિસ્થિતિ પહેલા કરતા સારી થઈ છે પરંતુ પરદેશનો મોહ ઑછો થતો નથી. પરદેશમા પૈસા બચાવી ભારતમા લાવવા ઍ મુશ્કેલ બનતુ જાય છે કારણકે ત્યા પણ મોંઘવારી વધતી જાય છે. ઍ સત્ય છે કે વસાહતી જે તે દેશના આર્થિક સ્થિતિ પ્રમાણે ન રહે તો  થોડા પૈસા બચાવી શકે.ઍવા સંજોગોમા ઍવી રીતે  વસાહતિઑ રહે તો પરદેશી સરકારોને પસંદ નથી હોતુ.  આને લીધે પણ વસાહતિઑ ત્યા અપ્રિય થઈ પડ્યા છે
                                                                                                            ભારતીયો પરદેશમા ગમે તેવુ કામ કરવા તૈયાર છે જ્યારે ઍજ કામ  ભારતમા કરવામા સામાજીક કારણોને લઈને શરમ અનુભવે છે. ઘણા ભણેલા ગણેલા ઉચ્ચ વર્ણના ભારતીયો પરદેશમા બાથરૂમમા,  પ્લમબિંગનુ  કામ કામ કરતા અચકાતા નથી. જેને ભારતમા નીચ વર્ણના લોકો જ કરે છે. ભારતમા બેરોજકારીનુ કારણ સામાજીક માન્યતા પણ છે. ઍનો અર્થ ઍમ તો નથી કે ઍક દેશ બીજા દેશ પર ઍની જવાબદારી નાખી દે. અને પોતાના દેશમા ન ચાલતા લોકોને ઇમ્મિગ્રેશન દ્વારા બીજા દેશો પર નાખી દે. ૧૯૬૦ થી ૧૯૭૦ મા લોકો વધુ ભણવા માટે પરદેશ ગયેલા પરંતુ ત્યારબાદ તેમણે સ્પોનસેર કરેલાલોકો ઘણા ખરા અનસ્કિલ્ડ હતા અને તેને પરદેશી સરકારો પસંદ નથી કરતા કારણ કે તેમણે સ્થાનિક લોકોનો ધંધો પચાવી પાડ્યો છે. જેથી જે તે દેશમા  બેકારી વધી છે. ઍના  પડછાયા ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓમા પડે છે.

                                                                                                             આમા નકારાત્મક વિચાર નથી પણ વહેલે મોડે ભારતે  દેશમા ઍવુ વાતાવરણ  અને  સંજોગો ઉભા કરવા પડશે કે પરદેશો તરફ વહેતો યુવા પ્રવાહ બંધ થાય અને ઍમની શક્તિનો ભારતને લાભ થાય. ઍના માટે દેશે આખી સામાજીક વિચાર ધારાને બદલી  નાખવી પડશે અને અનુકુળ રોજગારી ઉભી કરવી પડશે. ઍથી આપણા રાષ્ટ્રની શાણ પણ વધશે.
                                                         ********************************

Saturday, February 2, 2019


જાપાનના લોકોનૂ અજોડ ચરિત્ર
                                                           જેના બે શહેરો નાગસાકી, અને હિરોસીમાનો  બીજા  વિશ્વ યુધ્ધમા અણુબોમ્બ દ્વારા સંપૂર્ણ નાશ થયો હતો. જેનો યુધ્ધમા પરાજય થયો હતો. જે રાષ્ટ્ર થોડાજ વખતમા વિશ્વનુ અગ્રગણ્ય રાષ્ટ્ર બની ગયુ , ઍ પ્રજાનુ નૈતિક ધોરણ કેટલુ ઉચ્ચૂ હશે ઍ કલ્પી શકાય છે. તે  છતા જાપાનના ઉચ્ચ નૈતિક ધોરણના નમૂનાઓ વિષે જાણવુ જરૂરી છે. ભારતમા પણ નૈતિક ધોરણ ઍટલૂ ઉચુ  આવશે ઍ   અત્યારે તો સુખદ કલ્પનાઓ જ છે.
                                                                 જાપાનમા જ્યારે  બસ  ડ્રાઈવરો હડતાલ પર જાય છે ત્યારે  મુસાફરો પાસે ટીકીટના પૈસા લેવાનુ બંધ કરી દે છે. તેઓ તેમના માલિકોને આવક અને પેટ્રોલ વાપરવાના ખર્ચા દ્વારા જ  નુકશાન પહોચાડે છે. નાગરિકોને કઈ સહન કરવાનુ રહેતુ નથી. અને નાગરિક બસ સેવાઓ ચાલુ રહે છે.  રસ્તા પરના મૅનહોલ પણ  સુંદર રીતે  ચીતરીને શણગારેલા હોય છે જેથી રાહદારીઓ માટે રસ્તા પર ચાલવુ આલ્હાદક બની રહે છે.  જાહેર બાથરૂમમા  બાળકો માટે  બેબીને બેસવા માટે સીટ લગાડેલી હોય છે, જેથી નાગરિકો ઍમના નાના બાળકો સાથે આરામથી ઍનો  ઉપયોગ કરી શકે.  પાણીના બચાવ માટે બાથરૂમમા હાથ ધોયેલા પાણીનો ઉપયોગ ટોઈલેટની ટાંકીમા કરવામા આવે છે.
                                                            જાપાનમા શાળાની સાફસૂફી વિદ્યાર્થીઓ પોતે જ કરે છે અને બાળકોને  શિસ્તપૂર્વક કેવી રીતે વર્તવુ ઍનૂ શિક્ષણ  નાનપણથી જ આપવામા આવે છે. જાપાનમા સ્વચ્છતાને મહ્ત્વતા આપવામા આવે છે અને કોઈ પણ મોટા અવસર પછી લોકો જગ્યાને સાફ  કર્યા પછી જ જાય છે. ઍજ ઍમની દેશમા સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ બતાવે છે.   જાપાનની ગટરો પણ સ્વચ્છ હોય છે. ઍમા માછલિઑ પણ જોવા મળે છે.
                                                                 જાપાનીસ લોકો વિકલાંગ લોકોની પણ કાળજી  લે છે. ' ટીનો' પર બ્રેલ લીપીમા અંધજનો માટે લખાણ હોય છે. ધરતીકંપ અને દરિયાયી તોફાનો જાપાનમા સામાન્ય હોય છે, તો પણ જાપાન આજે દુનિયાની ઍક મોટી અર્થ વ્યવસ્થા બની રહી છે. ઍને માટે જાપાનીસ લોકોનુ ઉચ્ચચારિત્ર  જવાબદાર છે. ઉચ્ચચરિત્ર  અને નીતિમત્તા જ રાષ્ટ્રને મહાન બનાવે છે.   ભૌતિક  સમૃધ્ધિ સાથે રાષ્ટ્રભક્તિ અને  શિસ્તની પણ કોઈ પણ દેશની પ્રગતી માટે આવશ્યક છે. આથી જ જાપાન, જર્મની અને અમેરિકા જેવા દેશો દુનિયામા આગળ છે.
                                                               *****************************