પરદેશ ચાલો
આજકાલ પરદેશના ટીવી પર અને વર્તમાનપત્રના અહેવાલો જોઈ જોઈને આજનુ યુવાન માનસ પરદેશ તરફ ઘેલુ બન્યુ છે. ઍમને ખ્યાલ નથી કે પરદેશમા જીવન ઘણુ કઠણ હોય છે. જે ટીવી અને અખબારી અહેવાલોમા બતાવવામા આવે છે ઍવુ ફિલ્મિમય અને સ્વર્ગીય જીવન ત્યા નથી. ઍક શાળાના સંચાલકે નિરાશા પૂર્વક ક્હ્યુ હતુ કે ' કોઇપણ વિદ્યાર્થી પુછો તો ઍમની મહત્વકાક્ષા કોઈ ધંધાકીય પદવી મેળવવા કરતા પરદેશ જવાની મહત્વકાક્ષા વધારે હોય છે. ઍમા ઍમનો વાંક નથી કારણકે વાલિઓ પણ ઍમને ઍ દિશામા પ્રોત્સાહન આપે છે. આમને આમ સરકારે શિક્ષણ માટે વિદ્યાર્થીઓ પાછળ ખર્ચેલા પૈસાઓ વ્યર્થ જશે અને શિક્ષિત લોકોનો દેશને કોઈ લાભ નહી થાય.
ભારતીયોના પરદેશ જવાના ઘેલાપણે ઘણી પરદેશી સરકારોની આંખ લાલ કરી નાખી છે. ૨૦૧૮ કેનેડામા ૧૫૦૦૦ થી વધારે ભારતીયો ત્યા હંમેશ માટે રહેવા પહોચ્યા છે અને અમેરીકામા ૨૦૧૭ મા ૫૦૦૦૦ ભારતીયો ગયા છે. લાખો ભારતીયોના ગ્રીન કાર્ડ આજે અમેરીકામા નિકાલ ખાતે પડેલા છે ઍનો નિકાલ થતા વર્ષોના વર્ષો નીકળી જશે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જેવા દેશો તો વસાહતિઑના હુમલાથી બચવા ઍમના ઇમ્મિગ્રેશન કાયદાઓને કડક બનાવવા માંડ્યા છે.
પરદેશના આ ઘેલાપણ માટે વજુદ કારણો પણ છે. દેશમા નોકરીઓ મળતી નથી. મોંઘવારીના પ્રમાણમા પગારો પણ મળતા નથી. મહેનત કરે ઍટલૂ વળતર પણ મળતુ નથી. હવે પરિસ્થિતિ પહેલા કરતા સારી થઈ છે પરંતુ પરદેશનો મોહ ઑછો થતો નથી. પરદેશમા પૈસા બચાવી ભારતમા લાવવા ઍ મુશ્કેલ બનતુ જાય છે કારણકે ત્યા પણ મોંઘવારી વધતી જાય છે. ઍ સત્ય છે કે વસાહતી જે તે દેશના આર્થિક સ્થિતિ પ્રમાણે ન રહે તો થોડા પૈસા બચાવી શકે.ઍવા સંજોગોમા ઍવી રીતે વસાહતિઑ રહે તો પરદેશી સરકારોને પસંદ નથી હોતુ. આને લીધે પણ વસાહતિઑ ત્યા અપ્રિય થઈ પડ્યા છે
ભારતીયો પરદેશમા ગમે તેવુ કામ કરવા તૈયાર છે જ્યારે ઍજ કામ ભારતમા કરવામા સામાજીક કારણોને લઈને શરમ અનુભવે છે. ઘણા ભણેલા ગણેલા ઉચ્ચ વર્ણના ભારતીયો પરદેશમા બાથરૂમમા, પ્લમબિંગનુ કામ કામ કરતા અચકાતા નથી. જેને ભારતમા નીચ વર્ણના લોકો જ કરે છે. ભારતમા બેરોજકારીનુ કારણ સામાજીક માન્યતા પણ છે. ઍનો અર્થ ઍમ તો નથી કે ઍક દેશ બીજા દેશ પર ઍની જવાબદારી નાખી દે. અને પોતાના દેશમા ન ચાલતા લોકોને ઇમ્મિગ્રેશન દ્વારા બીજા દેશો પર નાખી દે. ૧૯૬૦ થી ૧૯૭૦ મા લોકો વધુ ભણવા માટે પરદેશ ગયેલા પરંતુ ત્યારબાદ તેમણે સ્પોનસેર કરેલાલોકો ઘણા ખરા અનસ્કિલ્ડ હતા અને તેને પરદેશી સરકારો પસંદ નથી કરતા કારણ કે તેમણે સ્થાનિક લોકોનો ધંધો પચાવી પાડ્યો છે. જેથી જે તે દેશમા બેકારી વધી છે. ઍના પડછાયા ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓમા પડે છે.
આમા નકારાત્મક વિચાર નથી પણ વહેલે મોડે ભારતે દેશમા ઍવુ વાતાવરણ અને સંજોગો ઉભા કરવા પડશે કે પરદેશો તરફ વહેતો યુવા પ્રવાહ બંધ થાય અને ઍમની શક્તિનો ભારતને લાભ થાય. ઍના માટે દેશે આખી સામાજીક વિચાર ધારાને બદલી નાખવી પડશે અને અનુકુળ રોજગારી ઉભી કરવી પડશે. ઍથી આપણા રાષ્ટ્રની શાણ પણ વધશે.
********************************
No comments:
Post a Comment