Saturday, February 2, 2019


જાપાનના લોકોનૂ અજોડ ચરિત્ર
                                                           જેના બે શહેરો નાગસાકી, અને હિરોસીમાનો  બીજા  વિશ્વ યુધ્ધમા અણુબોમ્બ દ્વારા સંપૂર્ણ નાશ થયો હતો. જેનો યુધ્ધમા પરાજય થયો હતો. જે રાષ્ટ્ર થોડાજ વખતમા વિશ્વનુ અગ્રગણ્ય રાષ્ટ્ર બની ગયુ , ઍ પ્રજાનુ નૈતિક ધોરણ કેટલુ ઉચ્ચૂ હશે ઍ કલ્પી શકાય છે. તે  છતા જાપાનના ઉચ્ચ નૈતિક ધોરણના નમૂનાઓ વિષે જાણવુ જરૂરી છે. ભારતમા પણ નૈતિક ધોરણ ઍટલૂ ઉચુ  આવશે ઍ   અત્યારે તો સુખદ કલ્પનાઓ જ છે.
                                                                 જાપાનમા જ્યારે  બસ  ડ્રાઈવરો હડતાલ પર જાય છે ત્યારે  મુસાફરો પાસે ટીકીટના પૈસા લેવાનુ બંધ કરી દે છે. તેઓ તેમના માલિકોને આવક અને પેટ્રોલ વાપરવાના ખર્ચા દ્વારા જ  નુકશાન પહોચાડે છે. નાગરિકોને કઈ સહન કરવાનુ રહેતુ નથી. અને નાગરિક બસ સેવાઓ ચાલુ રહે છે.  રસ્તા પરના મૅનહોલ પણ  સુંદર રીતે  ચીતરીને શણગારેલા હોય છે જેથી રાહદારીઓ માટે રસ્તા પર ચાલવુ આલ્હાદક બની રહે છે.  જાહેર બાથરૂમમા  બાળકો માટે  બેબીને બેસવા માટે સીટ લગાડેલી હોય છે, જેથી નાગરિકો ઍમના નાના બાળકો સાથે આરામથી ઍનો  ઉપયોગ કરી શકે.  પાણીના બચાવ માટે બાથરૂમમા હાથ ધોયેલા પાણીનો ઉપયોગ ટોઈલેટની ટાંકીમા કરવામા આવે છે.
                                                            જાપાનમા શાળાની સાફસૂફી વિદ્યાર્થીઓ પોતે જ કરે છે અને બાળકોને  શિસ્તપૂર્વક કેવી રીતે વર્તવુ ઍનૂ શિક્ષણ  નાનપણથી જ આપવામા આવે છે. જાપાનમા સ્વચ્છતાને મહ્ત્વતા આપવામા આવે છે અને કોઈ પણ મોટા અવસર પછી લોકો જગ્યાને સાફ  કર્યા પછી જ જાય છે. ઍજ ઍમની દેશમા સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ બતાવે છે.   જાપાનની ગટરો પણ સ્વચ્છ હોય છે. ઍમા માછલિઑ પણ જોવા મળે છે.
                                                                 જાપાનીસ લોકો વિકલાંગ લોકોની પણ કાળજી  લે છે. ' ટીનો' પર બ્રેલ લીપીમા અંધજનો માટે લખાણ હોય છે. ધરતીકંપ અને દરિયાયી તોફાનો જાપાનમા સામાન્ય હોય છે, તો પણ જાપાન આજે દુનિયાની ઍક મોટી અર્થ વ્યવસ્થા બની રહી છે. ઍને માટે જાપાનીસ લોકોનુ ઉચ્ચચારિત્ર  જવાબદાર છે. ઉચ્ચચરિત્ર  અને નીતિમત્તા જ રાષ્ટ્રને મહાન બનાવે છે.   ભૌતિક  સમૃધ્ધિ સાથે રાષ્ટ્રભક્તિ અને  શિસ્તની પણ કોઈ પણ દેશની પ્રગતી માટે આવશ્યક છે. આથી જ જાપાન, જર્મની અને અમેરિકા જેવા દેશો દુનિયામા આગળ છે.
                                                               *****************************                                          

No comments:

Post a Comment