બલરાજ સાહની - અભિનેતા
બલરાજ સાહનીએ વર્ષો સુધી ભારતીય ફિલ્મ જગત પર એમના અભિનય દ્વારા આધિપત્ય જમાવ્યું હતું. એમની ' દો વીંઘા જમીન ', 'કાબુલીવાળા'
અને 'વખ્ત' જેવી ફિલ્મો હજુ પણ લોકપ્રિય છે. તેઓ અભિનેતા ઉપરાંત એક સારા લેખક અને નાટ્ય કલાકાર પણ હતા. તેમણે ગુરુદેવ ટાગોરની વિશ્વ ભારતી, શાંતિનિકેતનમાં પણ કામ કર્યું હતું.
બલરાજ સહાનીનો જન્મતો પાકિસ્તાનના રાવલપિંડીમાં થયો હતો પરંતુ આખરે એમની કર્મ ભૂમિ મુંબઈને બનાવી હતી. તેમના ભાઈ ભીષ્મ સાહની પણ પ્રખ્યાત લેખક હતા. 'તમસ' એમની બહુજ પ્રખ્યાત નવલકથા છે.
બલરાજ સાહની એક અભિનેતા, લેખક અને અચ્છા ચિંતક પણ હતા. તેઓ પોતાના વિચારો નીડરતાથી રજુ કરતા રહેતા. તેઓ માનતાકે આપણા ફિલ્મકારો વિદેશી ફિલ્મોની અસરથી મુક્ત નથી અને તેઓ મૌલિક સર્જન કરી શકતા નથી.
ભારતમાં પોલીસ આપણા લોકોને મદદ કરવાને બદલે ડરાવે છે કારણકે તેઓને બ્રિટિશ લોકોએ એ રીતે ટ્રેનિંગ આપેલી છે. તેઓ માનતા કે જ્યારે માનવી માનસિક રીતે ગુલામ બની જાય છે ત્યારે ગુલામી હંમેશ માટે પાકી થઇ જાય છે . આઝાદ માણસ પાસે વિચારવાની શક્તિ હોય છે . નિર્ણયો લેવાની અને તેનો અમલ કરવાની ક્ષમતા હોય છે. ગુલામો પાસે આ ચીજો હોતી નથી. તે હંમેશા બીજાની જેમ વિચારે છે અને પોતાના નિર્ણયો જાતે લઇ શકતા નથી અને જોખમો ખેડવાની હિમ્મત કરી શકતા નથી.
આજ બતાવે છે કે ભારતમાં આઝાદી બાદ પણ પ્રવરતી ગુલામી માનસના તેઓ વિરોધી હતા. તેઓ ઉત્તમ અભિનેતા હતા પણ ક્રાંતિકારી વિચારક પણ હતા.
****************************
No comments:
Post a Comment