ઇ -મેઈલ
ઈ-મેઈલ એ સંદેશ વ્યહવારમાં અજબનો બદલાવ લાવ્યો છે. એકજ સેકન્ડમાં તમારો સંદેશો બીજાને પહોંચાડી વિશ્વને એક ગામના રૂપમાં ફેરવી નાખ્યું છે. પોસ્ટલ સર્વિસીસ ને બાજુ પર મૂકી દીધી છે.
આવી અજબ શોધ કોણે કરી એ બહુ ઓછા લોકો જાણતા હશે? ઈ-મેઈલ શોધનાર એક ભારતીય યુવક હતો. એનું નામ હતું 'વી એ શિવા અય્યાદુરાઈ '. એ તામીલ યુવક હતો , સાત વર્ષની ઉંમરે તેણે તેના કુટુંબની સાથે અમેરિકા આવ્યો. એ જ્યારે ન્યુ જર્સી મા લિવિંગ્સ્ટન સ્કૂલમાં ભણતો હતો ત્યારે ચૌદ વર્ષની ઉંમરે ઈ - મેઇલની શોધ કરી હતી.
ત્યારબાદ યુનિવર્સિટી ઓફ મેડિસિન એન્ડ ડેન્ટીસ્ટ્રી મા કામ કરતી વખતે પચાસ હજાર લાઈનનો કોડ પણ લખ્યો હતો જે એની ઈ -મેઈલ શોધનો ભાગ રૂપ હતો.
ઓગણીસો બાણુંમાં અમેરિકન સરકારે શિવાની ઈ-મેઈલ શોધને માન્યતા આપી હતી અને એનો કોપી રાઈટ પણ આપ્યો હતો। આ માહિતી આજે પણ ઘણા ઓછા લોકોની જાણમાં છે. આંથી સંદેશ વ્યહવારમાં અજબ બદલાવ લાવનાર શિવાને જેટલો આદર મળવો જોઈએ એટલો મળતો નથી.
***********************************
No comments:
Post a Comment