Monday, June 24, 2019


ગોપી મલિક
                                                                                                                                                                                                   ૧૪૫૬ થી ૧૫૧૫ સુધી ગોપી મલિક સુરતનો બેતાજ બાદશાહ હતો. એનો ડંકો દુનિયાભરમાં વાગતો હતો. એણે પોર્ટુગીઝો  સાથે હાથ મિલાવી સુરતને સમૃદ્ધિના ટોચે પહોંચાડી દીધું હતું. સુરતના હાકેમ તરીકે એની નિમણૂંક મહંમદ બેગડા અને એના વંશજો એ કરેલી હતી.
                                                            તે જમાનામાં પોર્ટુગીઝોનું હિન્દી  મહાસાગર પર  વર્ચસ્વ હતું જેઓ તેના ઘાઢ  મિત્રો હોવાથી એના વાહનો દરિયામાં નિર્વિઘ્ને  દરિયા દ્વારા વેપાર કરતા.તે ઉપરાંત ફ્રેન્ચો , અંગ્રેજ મુસાફરોએ પણ એની પ્રતિભા અને રાજકીય આવડતના વખાણ કરેલા છે . ગોપી  અલ્બુકર્ક, આલ્ફાન્ઝો  અને ડોમ   અલ મીંડા  જેવા પોર્ટુગીઝ સાથે એમની ભાષામાં વાત કરતા રહેતા એ એમની નિપુણતા હતી . આ એની નિપુણતા રાજકીય  કોર્ટમાં એની સામે ઈર્ષાનું કારણ બની હતી.
                                                           સુરતમાં આજે પણ ગોપી પુરા અને ગોપી તળાવ એના નામે મશહૂર છે.  ગોપીએ હિન્દૂ શૈલી પ્રમાણે ગોપી તળાવ ૧૫૧૧ માં બનાવ્યું હતું . એનો ઘેરાવો એક માઈલ જેટલો હતો . એનો વિસ્તાર ૫૮ એકર  જેટલો હતો . એના ૧૬ ખૂણા હતા અને ઢોરો તથા ઘોડાઓ  માટે પાણી પીવાની વ્યવસ્થા  હતી. ગોપી તળાવ એક વખત સુરતને પાણી પણ પૂરું પાડતું  હતું .
                                                            ગોપીએ સુરતનો વેપાર મસ્કત , એડન , મોમ્બાસા ,મેગાડીશુ, ઈસ્ટ આફ્રિકા અને કોંસ્ટોટિનોપલ સુધી વધારી દીધો હતો. એમાંથી એણે અઢળક કમાણી કરી હતી.  ૧૬૨૩ ઇટાલિયન પ્રવાસી પિત્રો  ડેલા વેલે  ગોપી ના કુટુંબની  પડતી નું  દયાજનક વર્ણન ક્રર્યુ હતું.
                                                             ગોપીના કુટુંબની બાબત પણ રસપ્રદ છે.  કહેવાય છેકે ગુજરાતના પ્રખર  સાહિત્યકાર ભોળાનાથ  દિવેદીયાનો  ગોપી પૂર્વજ હતો.  આમ ગુજરાતની પ્રખ્યાત ન્યાત નાગરોએ  સુરતની સમૃદ્ધિમાં મહત્વનો ફાળો આપેલો હતો.
                                                   ***********************************

                                                         
                                                   

No comments:

Post a Comment