ઊંઘ
ઊંઘ માનવીના જીવનનું અગત્યની વસ્તુ છે એના પરજ એના જીવનની તંદુરસ્તી નો આધાર હોય છે. ઘણા રોગોનું મૂળ પૂરતી નિંદ્રા ન આવવાના કારણે હોય છે.
પૂરતી ઊંઘ ન આવવાના કારણો ઘણા છે. જેમકે ઘણી ઊંચાઈએ વિમાનમાં પ્રવાસ દરમિયાન કેટલાકને ઊંઘ નથી આવતી. એમાં સમયના ગેપ ને લીધે પણ ઊંઘ આવતી નથી. વિમાનના એન્જિનનો અવાજ પણ ઊંઘને અડચણ ઉભી કરેછે. ઘણા એને જેટ લેગ કહે છે.
તે ઉપરાંત ડિપ્રેશન, ચિંતા, અને માનસિક તણાવ પણ ઊંઘને અવરોધે છે. દમ, પાર્કિન્સન, અને કૅન્સર જેવા રોગોના દુખાવા પણ ઊંઘના દુશ્મનો છે.
મચ્છર, માખી, માંકડ અને ઘોરવાનો અવાજ માનવીની ઊંઘને અડચણો ઉભી કરે છે.
જયારે ઊંઘ ન આવવાનો રોગ લાગુ પડે છે, તેને ઈંસોમિઆ કહેવામાં આવે છે. ઈંસોમિઆના લક્ષણો શું છે? પથારીમાં સુતા ઊંઘ ન આવવી. જલ્દી સૂવાથી પણ ઊંઘ ન આવવી. દિવસે ઊંઘ આવે , અને બગાસા આવે. થાક લાગે અને માથું દુખે. ઉલ્ટી અને દુખાવો થાય તથા ઊંઘ ન આવવાથી ચિંતા થાય.
આનો ઉપાય શું? ચાહ, કોફી જેવા પીણા ન પીવા. ટીવી અને કોમ્પ્યુટોર રાતના સુતા પહેલા બંધ કરી દેવા. હાથ પગ ધોઈ અને સ્વચ્છ કપડા પહેરીને સૂવું. સુતા પહેલા હળવું સંગીત સાંભળવું.
યોગ પણ અનિંદ્રા માટે સારો ઉપાય છે. જો અનિંદ્રાનો રોગ અસહ્ય બને તો માનસિક નિષ્ણાતનો સંપર્ક પણ આવશ્યક છે. પરંતુ એક વાત ચોક્કસ છેકે અનિદ્રાનો રોગ શારીરિક કરતા માનસિક વધુ છે જેમાં ચિંતા એને વધારે છે.
************************************

No comments:
Post a Comment