Wednesday, July 10, 2019


શિક્ષક એટલે ગુરુ
                                                                                  આખા દુનિયામાં શિક્ષકનું સ્થાન મહત્વનું  છે.  અમેરિકામાં પણ મોટી  કંપનીઓના વડાઓ અમેરિકન  યુનિવર્સિટીઓના પ્રોફેસરો પાસે  તેમની  કંપનીઓના પ્રશ્નો  અને સમસ્યાઓ વિષે માર્ગ દર્શન મેળવતા રહેતા હોય છે. તેઓને તેમના શિક્ષકો વિષે બહુજ  માન હોય છે. જ્યા  શિક્ષકોને માન આપવામાં આવે છે ત્યાંજ સફળતા મળતી હોય છે.  બધાજ સમૃદ્ધ અને શિક્ષિત  દેશોમાં શિક્ષકોનું ઉચ્ચ સ્થાન હોય છે, એમાં શંકા નથી. કેટલાએ વિદ્વાન શિક્ષકોના પુત્રોએ પણ જગતમાં નામના મેળવી છે.
                                                    ભારતની સંસ્કૃતિમાં શિક્ષકનું સ્થાન બહુ ઉચ્ચું  આંકવામાં આવેલું છે મહાભારતમાં  દ્રોણ અને રામાયણમાં વશિષ્ટનું  સ્થાન ઘણું મહત્વનું  હતું. મહાભારતના યુધ્દ્ધ પહેલા અર્જુને પોતાના ગુરુ દ્રોણને અભિવાદન કરી આશીર્વાદ લીધા  હતા. બધાને ખબરછેકે ગુરુ દ્રોણ કૌરવો પક્ષે  હતા. ગુરુદક્ષિણામાં એકલવ્યે પોતાનો અંગુઠો આપીને ગુરુ પ્રત્યેના ઋણનો અજોડ દાખલો પૂરો પાડ્યો હતો.  ભગવાન કૃષ્ણએ વિદ્યા શીખવા માટે ગુરુ સાંદિપની  અને એની પત્નીની આદરપૂર્વક સેવા કરી હતી.  જ્યારથી ગુરુ પ્રત્યેનો આદર ઓછો થવા માંડ્યો ત્યારથી ભારતની સંસ્કૃતિ  અને સમૃદ્ધિનો  નાશ થયો છે.   ચાણક્ય  જેવા વિદ્વાન ગુરુએ ચંદ્રગુપ્તને સમ્રાટ બનાવ્યો અને સમ્રાટ ધનંજયનો  નાશ કરી નાખ્યો. આ પણ ગુરુની શક્તિનો એક દાખલો છે.
                                                     આદિ શંકરાચાર્યે  જીવનમાં માણસને  ઉત્તમ ગુરુનું મહત્વ સમજાવ્યું છે મહાત્મા ગાંધીએ જૈન સાધુ રાજચંદ્રને એમના ગુરુ તરીકે સ્વીકારી એમના વિચારીને  અત્યંત સન્માન આપતા  હતા
                                                                    શિષ્ય ગમે તેટલો ઉંચાઈએ  પહોંચે પરંતુ  ગુરુ માટે તો શિષ્ય જ રહે છે.  પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ એના સ્કૂલના પારસી  પ્રિન્સિપાલ મહેતાનું અત્યંત આદર કરતા હતા તેઓ ૧૯૩૭ માં  પહેલીવાર  પ્રધાન થયા ત્યારે એમના વતન વલસાડ ગયા.  ત્યારે  મેહતા  સાહેબ એમનું અભિવાદન કરવા માટે પહોંચ્યા હતા. મોરારજીભાઈ જેવા ટ્રેનમાંથી ઉતર્યા તેવા તેમણે એમના ગુરુને લોકોના ટોળાની પાછળ એકલા ઉભેલા જોયા. એમનાથી એના ગુરુની અપેક્ષા  જોવાઈ નહિ. તેઓ ટોળામાંથી રસ્તો કાઢી ગુરુ પાસે  પહોંચ્યા  અને ચરણ  સ્પર્શ  કર્યો અને આશીર્વાદ લીધા. લોકો આશ્ચર્યથી જોઈ રહયા.  લોકોના હારતોરા કરતા એમના ગુરુના આશીર્વાદ વધારે મહત્વના હતા.
                                                                     અબ્રાહમ લિંકનનો એના પુત્રના  શિક્ષકને લખેલો પત્ર હજુ પણ જગ પ્રસિદ્ધ  છે અને હજુ પણ વંચાય છે.

                                                                        ઓમાનના સુલ્તાનનો  દાખલો  વાંચવા જેવો છે. ભારતના રાષ્ટ્પતિ શંકર દયાળ  શર્મા  ઓમાનની મુલાકાતે ગયા હતા.  સામાન્ય રીતરસમ  મુજબ સુલતાનના એક પ્રતિનિધિએ  રાષ્ટ્પતિનું  સન્માન  એરપોર્ટ પર કરવાનું  હતું પરંતુ સુલતાન પોતે  ભારતીય રાષ્ટ્પતિનું સ્વાગત કરવા હાજર રહયા હતા.  એમણે પોતે કાર ચલાવીને રાષ્ટ્પતિને હંકારી ગયા. લોકોને આશ્ચર્ય  થયું  એમણે જવાબમાં  કહ્યું ' જ્યારે પૂનામાં હું ભણતો  હતો ત્યારે ત્યાં ઘણી સારી  વસ્તુઓ શીખ્યો  હતો. હું ભારતના રાષ્ટ્પતિને લેવા ગયો ન હતો પરંતુ હું મારા શિક્ષક શંકર  દયાળ શર્માને  લેવા માટે ગયો હતો. તેઓ મારા પૂનામાં પ્રોફેસર  હતા.  અમને  મારી ગાડીમાં હંકારી જવામાં મારું ગૌરવ સમજુ છું.   એમાં  શિષ્યનો શિક્ષક  માટેનો આદર  કેટલો ઊંચો હૉય  છે તે દેખાય  આવે છે.
                                                                                  આધુનિક જમાનામાં  શિક્ષકોનું  ધોરણ પણ નીચું ગયું છે અને શિક્ષણનું  ધોરણ પણ એટલુંજ   નીચે પહોંચી ગયું છે.  એનું કારણ શિક્ષણનું વેપારીકરણ અને ભૌતિકવાદ  છે.   નૈતિકતાના પતનએ એમાં ઘી હોમવાનું  કામ કરી રહ્યું  છે . આથી શિક્ષક અને શિષ્ય વચ્ચે  આદરનો  પ્રભાવ  ઓછો થતો જાય છે. શિક્ષક અને શિષ્ય વચ્ચે આદર પુર્નજીવિત  થાય એ સમયની માંગ છે.
                                            ****************************** 

No comments:

Post a Comment