વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસ
હિન્દૂ વિચારધારામાં નિવૃત્તિના સમયને બહુજ વિજ્ઞાનિક સ્વરૂપ આપવામાં આવેલું છે . એક સમય એવો હતોકે લોકોની રહેણી કરણી પર માણસનું આયુષ્ય રહેતું. ઘણા ઋષિમુનિઓ શતાયુની ઉપર જીવતા. સામાન્ય માણસનું જીવન પણ લાંબુ રહેતું કારણકે તે વખતે માનવી જીવન સાદું, નિયમિત, અને ઓછી જરૂરિયાત વાળું રહેતું. આથી વૃદ્ધાવસ્થામાં માનવી સુખી જીવન જીવે એવી વ્યવસ્થા સમાજે કરેલી હતી. હિન્દૂ માન્યતા પ્રમાણે વનપ્રસ્થાઆશ્રમ ૪૮ થી ૭૨ વર્ષ સુધી ગણવામાં આવતી. ૭૨ વર્ષ પછીની અવસ્થાને સન્યાસાશ્રમ ગણવામાં આવતી પરંતુ આજના સમય માટે એ વાસ્તવિક નથી.
આજના સમયની અનુકૂળતા પ્રમાણે પ્રાચીન ધોરણો અપનાવવા મુશ્કેલ છે. કારણકે આજના જમાનામાં માણસો નિવૃત્તિ ૬૦ વર્ષ પછી શરુ થાય છે. એટલે વૃદ્ધાવસ્થા / વાનપ્રસ્થાશ્રમ ની શરૂઆત જ એવરેજ ૬૦ વર્ષથી ગણીએ તો સન્યાસાશ્રમની શરૂઆત ૭૫ વર્ષથી ગણી શકાય. આજના સંજોગો પ્રમાણે એમાં બદલાવ આવશ્યક છે પરંતુ વિચારધારા તો સમાજના હિતમાં જરૂર અપનાવી શકાય.
વૃદ્ધાવસ્થા / વાનપ્રસ્થાશ્રમમાં દાખલ થતા જ હિન્દૂ સમાજ એવ્યક્તિ પાસે સમજદાર અને જવાબદાર વ્યક્તિ તરીકે જીવે એવી અપેક્ષા રાખતી જેથી એના યુવાન કુટુંબી જનોનું જીવન સુખ શાંતિથી વીતે. વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને એમનું દ્રષ્ટિકોણ આજુબાજુના વાતાવરણને અનુકૂળ બનાવવાની કુટુંબ પ્રત્યે એમની ફરજ હતી. પોતાનો અહંમ અને સિદ્ધિઓને ભૂલી જય એક વિનમ્ર વ્યક્તિ તરીકે જીવવાનું રહેતું. એમાજ કુટુંબનું હિત સમાયેલું હોય છે એમ માનવામાં આવતું. ગુણૉ વર્તનમાં પ્રતિબિંબ થવા જોઈએ એવી હિન્દૂ વિચારધારામાં માન્યતા હતી. આને કારણે કુટુંબોમાં સુખ, શાંતિ, અને મેળ રાખવામાં વૃદ્ધ વડીલો અગત્યનો ભાગ ભજવતા. આજે કદીક વૃદ્ધો કુટુંબની સુખ , શાંતિના ભંગ માટે નિમિત્ત રૂપ બનતા હોય છે કારણકે એમનામાં એમની ફરજ, અને એમની કુટુમ્બીક જવાબદારીનો અભાવ હોય છે. તેઓ તેમના ગુણૉ માંથી વિચલિત થઇ ગયા હોય છે.
જે માણસની ઉંમર વધે એમ એમણે દુનિયાની ઘણી પ્રવૃત્તિઓમાંથી દૂર થતા શીખવું પડે. કુટુમ્બીક વિવાદોથી દૂર રહેતા શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ તોજ તેઓને શાંતિ અને આનંદમય જીવન મળી શકે. ૬૦ થી ૭૫ વયનો ગાળો વૃદ્ધો માટે વાનપ્રસ્થાશ્રમનો સમય છે. કુટુમ્બીક વસ્તુઓમાં માથું ન મારી સાદું અને આરોગ્યમય જીવન તરફ વળવુ જોઈએ. વાણીમાં કાબુ રાખી લોકોની લાગણીઓને ઘાયલ કરવાથી દૂર રહેવું જોઈએ. આને માટે જ વૃદ્ધો માટે એ સમયની રચના હિન્દૂ સંસ્કૃતિમાં કરવામાં આવેલી છે. એ સમયમાં જ માનવી ને દુનિયાથી તદ્દન વિમુખ કરવાની શરૂઆત કરવામાં આવે છે.
૭૫ વર્ષ પછી સન્યાસ આશ્રમ શરુ થાય છે. જેમાં સર્વ માયા છોડી ધાર્મિક અને આધ્યાત્મિક જીવન જીવવાની અપેક્ષા રાખવામાં આવે છે. જીવનમાં જન્મ અને મૃત્યુ સત્ય છે. આથી સન્યાસ આશ્રમ એવો સમય છે જેમાં માનવી નિર્મોહી અને સન્યાસી જીવન જીવતા માનવી મૃત્યુને આખરે ભય વગર આનંદ પૂર્વક મૃત્યુને આવકારવા તૈયાર કરી દેવામાં આવે છે . એવી છે હિન્દૂ સંસ્કૃતિ જેમાંથી વિચલિત થવાથી આધુનિક યુગમાં હિન્દૂ સમાજ પરિણામો ભોગવી રહ્યો છે અને વૃદ્ધાવસ્થા અભિશાપ બની રહી છે.
********************************
No comments:
Post a Comment