જાણીતા લેખકોની ગુજરાતી શાયરી
અમૃત ઘાયલ
-ના હિન્દૂ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા
કબરો ઊંઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા
-કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કરાવ્યું નહીં તો ધોવાઈ જશે
-નિહાળ્યા કરો જે કઈ થાય છે તે
વિચારો નહિ , મન વલોવાઈ જાશે.
શૂન્ય પાલનપુરી
-જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઊંચા વિચારો જોઈએ
-સહનતા આવડતી હો તો મુસીબતમાંય રાહત છે
હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે.
-અમે સમંદર ઉલેચ્યા છે પ્યારા
નથી માત્ર છબછબીયા કીધા કિનારે
જાલન માતરી
-પજવે છે આમ શાને અલ્લાહ તું સીધો રહેને
શું જોઈએ છે તારે હાજર થઈને કહે
-કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
-શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર
કુરાનમાંતો ક્યાંય પૈગંબરની સહી નથી
આદિલ મન્સૂરી
-ધોમધખતા રણ વિષે ચિંતા ન કર
રણ વચ્ચે પણ ખજૂરી હોય છે
-આમ તો હરદમ હજુરી હોય છે
આપણા મનમાં જ દુરી હોય છે.
- એક પણ ઈચ્છા પુરીના થઇ શનિ
હર ગઝલ આદિલ અધૂરી હોય છે.
પરાજિત ડાભી
- એક સરખી ક્યાં બધાની આંગળાની છાપ છાપ છે
એજ રીતે એક સરખા ક્યાં બધાના પાપ છે.
-દિવસના સૂર્યનો રંજાડ સહેવાની પડી આદત
મને જળહળ થતી આ રાતની બહુ બીક લાગે છે.
-દૂર ભાગી અહીંથી ક્યાં જશો ?
તું ખુદા છો , ક્યાં છુપાવી દઉં તને?
અમર પાલનપુરી
-ઊંડા ઘાતો કૈક સહયા
પણ જાન ગયો છે એક ઉઝરડે
મરીઝ
-આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે
જે વચન દેતા નથી તેયે નિભાવી જાય છે
સૈફ પાલનપુરી
-ક્યારેક જીવન માર્ગ પર
ફૂલોનીય ઠોકર લાગે છે.
***************************************
અમૃત ઘાયલ
-ના હિન્દૂ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા
કબરો ઊંઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા
-કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કરાવ્યું નહીં તો ધોવાઈ જશે
-નિહાળ્યા કરો જે કઈ થાય છે તે
વિચારો નહિ , મન વલોવાઈ જાશે.
શૂન્ય પાલનપુરી
-જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઊંચા વિચારો જોઈએ
-સહનતા આવડતી હો તો મુસીબતમાંય રાહત છે
હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે.
-અમે સમંદર ઉલેચ્યા છે પ્યારા
નથી માત્ર છબછબીયા કીધા કિનારે
જાલન માતરી
-પજવે છે આમ શાને અલ્લાહ તું સીધો રહેને
શું જોઈએ છે તારે હાજર થઈને કહે
-કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
-શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર
કુરાનમાંતો ક્યાંય પૈગંબરની સહી નથી
આદિલ મન્સૂરી
-ધોમધખતા રણ વિષે ચિંતા ન કર
રણ વચ્ચે પણ ખજૂરી હોય છે
-આમ તો હરદમ હજુરી હોય છે
આપણા મનમાં જ દુરી હોય છે.
- એક પણ ઈચ્છા પુરીના થઇ શનિ
હર ગઝલ આદિલ અધૂરી હોય છે.
પરાજિત ડાભી
- એક સરખી ક્યાં બધાની આંગળાની છાપ છાપ છે
એજ રીતે એક સરખા ક્યાં બધાના પાપ છે.
-દિવસના સૂર્યનો રંજાડ સહેવાની પડી આદત
મને જળહળ થતી આ રાતની બહુ બીક લાગે છે.
-દૂર ભાગી અહીંથી ક્યાં જશો ?
તું ખુદા છો , ક્યાં છુપાવી દઉં તને?
અમર પાલનપુરી
-ઊંડા ઘાતો કૈક સહયા
પણ જાન ગયો છે એક ઉઝરડે
મરીઝ
-આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે
જે વચન દેતા નથી તેયે નિભાવી જાય છે
સૈફ પાલનપુરી
-ક્યારેક જીવન માર્ગ પર
ફૂલોનીય ઠોકર લાગે છે.
***************************************
No comments:
Post a Comment