ચાલવાના ફાયદાઓ
માનવીને સ્વસ્થ જીવન જીવવા માટે થોડી સામાન્ય કસરતોની જરૂર હોય છે. આથી શરીરને સરળ ઉપાયો દ્વારા પણ તંદૂરસ્ત રાખી શકાય છે. સરળમાં સરળ ઉપાય તો દરરોજ સવારસાંજ ૧૫ મિનિટ ચાલવાથી પણ ફાયદો થાય છે. ધીમે ધીમે શાંતિપૂર્વક અને કોઈના જાતના તણાવ વગર પ્રફૂલ હૃદયે ચાલવાથી શરીરને માનસિક, અને શારીરિક ફાયદો પણ થાય છે.
ચાલવાથી શરીરની કેલેરીઓ વપરાઈને માણસની તંદુરસ્તીને વધારે છે. હ્રદયને મજબૂત બનાવે છે.શરીરના સાંધાઓના દુખાવાને ઓછા કરે છે. રોગોનો સામનો કરવાની શરીરની શક્તિમાં વધારો કરે છે. માનવની ઉર્જામાં વધારો કરી એની ઉંમરમાં વધારો કરે છે. માનવીનું લોહીનું દબાણ પણ ચાલવાથી ઓછું થાય છે અને માનવીના મનને પ્રફૂલ્લિત બનાવી એને નવજીવન અર્પે છે.
થોડું પણ ચાલવાથી માનવીના પગ મજબૂત થાય છે અને પગના સ્નાયુઓ પણ મજબૂત થાય છે. માનવીની સર્જનાત્મક શક્તિમાં પણ વધારો થાય છે. આથી બને એટલું સવારસાંજ ચાલવું જોઈએ. વખતનો અભાવ હોય તો પણ દિવસના ૩૦ મિનિટ ચાલવું માનવીની તંદુરસ્તી માટે એકદમ આવશ્યક છે.
ગમે ત્યાં કે પછી ગમે તે વખતે ચાલવું બરાબર નથી. બને ત્યાં સુધી ચાલવા માટેની ફુટપાટો કે પાર્કમાં ચાલવું. સવાર અને સાંજના આછા અજવાળામાં કમર બેટરી કે પછી રેફ્રેક્ટર લગાડી ચાલવાથી અકસ્માત નિવારી શકાય છે . ચાલવાને અનુરૂપ બુટ અને થોડા હળવા કપડા પહેરવાથી ચાલવું સુગમ પડે છે . સૂરજના તાપથી બચવા માટે સન સ્ક્રીન પહેરવું આવશ્યક છે. ચાલવા પહેલા અને ચાલ્યા બાદ વધારે પાણી પીવું જોઈએ જે ડિહાડ્રેશનથી શરીરનું રક્ષણ કરે છે.
જરૂરી બધા પગલાં લઈને ચાલવાથી શરીર જરૂર તંદુરસ્ત રહે છે. એટલા માટે થોડો સમય ચાલવા માટે દરેક માનવીએ દિવસના અંતે આપવો એ એમના સ્વાસ્થ્યના હિતમાં છે .
************************************
No comments:
Post a Comment