Friday, November 8, 2019

 આ જગ્યાઓ પર જવાની મનાઈ

                                                           દુનિયાની એવી કેટલીઓ જગ્યા છે  જ્યા લોકોને જવાની મનાઈ છે. આથી કોઈકને  પણ આશ્ચર્ય  થાય અને પ્રશ્ન  પણ થાય કે એવી કઈ  બાબત છે જેનાથી દુન્યવી  માણસોને એ  જગ્યાઓથી  દૂર રખાય છે. એના કારણોમાં પણ વજૂદ છે.

                                                            બ્રાઝીલ પાસે  એક એવો   ટાપુ   છે   જે  જાત  જાતના    સાપોથી ભરપૂર  છે. એમાંના ઘણા સાપો  ખુબ ઝેરીલા  હોય છે  જે  કરડે તો  તો માનવી મ્ર્ત્યુ પામે છે. એથી એ ટાપુ પર જવાની મનાઈ છે.

                                                            અંદામાન, નિકોબાર નજદીક આવેલા એક ટાપુ પર ૫૦૦૦૦ વર્ષથી આદિવાસીઓ  રહે છે, જેમનો આપણી દુનિયા સાથે કોઈ  સંપર્ક નથી. તેઓનું જીવન તદ્દન                    જંગલીયાત ભર્યું  છે અને તેઓ   હિંસક  છે. જેઓ એ ટાપુ પર જવા પ્રયત્ન કર્યા છે. તેઓ પાછા ફર્યા નથી. એટલેકે મોતને ભેટયા છે. આથી એ ટાપુ પર જવા માટે મનાઈ છે.

                                                            નોર્વે દેશમાં એક વોલ્ટ છે જે પ્રલય જેવી આફતને માટે રાખવામાં આવ્યો છે . એમાં અનાજના બીઓ પણ રાખવામાં આવ્યા છે. એને વર્ષના પાંચથી છ દિવસ જ ખોલવામાં આવે છે. એથી એને બીજા  વોલ્ટની  જેમ ખોલી શકાતા નથી. એમાં મુકેલી વસ્તુઓ પૃથ્વીના પ્રલયપછી  કામ લાગે  એવી વસ્તુઓ રાખવામાં  આવી છે. એથી અને ગમે ત્યારે ખોલવાની મનાઈ છે . એને 'ડૂમ ડે વોલ્ટ' કહેવામાં આવે છે.


                                                            વેટિકનની બહુજ ખાનગી લાયબ્રેરીમાં કોઈ જઈ શકતું નથી એમાં પોપના ખાનગી પત્ર વ્યહવાર, ખ્રિસ્તી ધર્મના ખાનગી અને પ્રાચીન  દસ્તાવેજઓ  પણ રાખવામાં આવેલા છે. વેટિકન એ ક્રિશ્ચન ધર્મનું વડુ મથક અને સ્વતંત્ર રાજ્ય છે. આથી એ ખાનગી  લાઈબ્રેરીમાં જવાની મનાઈ છે.

                                                          કોકોકોલાનું  વડુ મથક અમેરિકાના  જોર્જિયા રાજ્યમાં આવેલું છે ત્યાં ૧૨૫ વર્ષ જૂનું કોકોકોલાનું  મ્યુઝિયમ આવેલું છે. એને 'કોકોકોલા વોલેટ' કહેવામાં આવે ત્યાં ખાનગીમાં  કોકોકોલાની ફોર્મ્યુલા રાખવામાં આવેલી છે. એની જાણ ફક્ત બે વ્યક્તિઓને જ  હોય  છે.

                                                           ચીનના પહેલા સમ્રાટ  કયૂન શી હુઆંગ નું ૨૦૦૦૦ વર્ષ પહેલા ઊંડે  દફનાવેલા શબને પિરામિડ માં રાખવામાં આવેલું છે. ત્યાં  જવાની મનાઈ છે. કારણકે માનવીઓએ  ઉત્સુકતામાં ઘણી કબરો ખોદી કાઢી છે.

                                                             ઇટાલીની નજદીકમાં આવેલા પૉવા ગલિયાના ટાપુ પર જવાની મનાઈ છે. ભૂતકાળમાં ઈટાલીના ૧૬૦૦૦  માનવીઓ જે ચેપી રોગથી પીડાતા હતા તેઓને ત્યાં તેમના છેલ્લા દિવસોમાં રાખવામાં આવ્યા હતા. આથી એ ટાપુને  પ્રદુષણ ગ્રસ્ત મનાય છે.  આથી ત્યાં જવાની મનાઈ છે.
                                                             દુનિયામાં  બીજી પણ ઘણી જગ્યાઓ છે  જ્યા જવાની મનાઈ છે. કારણકે એ જગ્યાઓ પર જવું એમના હિતમાં નથી.
                                  ****************************************
                                                             
                                                                          

No comments:

Post a Comment