કુદરતનું ખુન
મનુષ્યોએ કુદરતની સાથે ઘણો મોટો અન્યાય કર્યો છે. એથી કુદરત ક્રોધિત રીતે વર્તી રહી છે. કુદરત પર અકુદરતી રીતે આક્રમણ કરવામાં આવી રહ્યુ છે. પૃથ્વીના ઝાડપાન ક્રુરતાથી કાપી નાખી, પૃથ્વી પર સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ઉભા કરી દીધા છે. પૃથ્વીને ખોદી કાઢી એને વેરાન વિધવા સમાન બનાવી દીધી છે. કુદરતની સંપત્તિઓ સોના, ચાંદી , હીરા, ખનીજો અને ખનીજ તેલને લુટવા માટે ઠેર ઠેર પૃથ્વીને ખોદી કાઢી છે. એમાં પર્વતો અને નદીઓને પણ છોડી નથી.
સાગરઓમા અને નદીઓમાં ઝેરી રસાયણો અને કચરો નાખી પ્રદુષિત કરી નાખ્યા છે. સાગરના પેટાળને પણ ખનીજ તેલ મેળવવા માટે વીંધી નાખ્યા છે. માનવીઓએ નાખેલા ઝેરને કારણે સાગર્ જીવો કમોતે મરી રહ્યા છે.
જંગલોમાં માનવીઓ પોતાના અહમને સંતોષવા શિકારને નામે જંગલી પશુ પંખીઓનો શિકાર કરી કેર વરતાવી રહયા છે. ઉદ્યોગોંની ચીમનીમાંથી નીકળતા ઝેરી ગેસોએ હવા અને આકાશને પણ પ્રદૂષિત કરી નાખ્યું છે. હવે તો અવકાશમાં પણ રોકેટો , યાનો છોડીને મોટો કચરો ઉભો કરી નાખ્યો છે. આથી અવકાશ પણ હવે સ્વચ્છ નથી.
એકબીજાને પાડી દેવાની ખાવીશમા રાષ્ટ્રો સંહારક અને ઝેરી શસ્ત્રો બનાવી દુનિયાના નાશ તરફ દોરી રહયા છે. કુદરતે રોગોનું સર્જન કર્યું તો એ રોગોથી પણ ભયંકર વાયરસો બનાવી મનુષ્યો અને રાષ્ટ્રો વિશ્વ વિજેતા બનવા મથી રહયા છે. આને આપણે યાદવાસ્થળી કહેવા સિવાય બીજું શું કહેવું ? મનુષ્ય પોતેજ પોતાનું અને પૃથ્વીનો નાશ કરવા ધસી રહ્યો છે. આ પણ એક ગાંડપણ જ છે.
કુદરત પણ આ આક્રમણ સામે હવે ક્રોધિત છે કારણ કે હવામાન હવે ઝેરી અને પ્રદુષિત થઇ ગયું છે. અહીં સામાન્ય નિયમ લાગુ પડે છે. ' જેવું ખરાબ કર્મ તેવું ખરાબ ફળ '.કુદરત હવે વિફરી છે. ગરમી વિશ્વમાં વધી રહી છે. ઠંડામાં ઠંડા પ્રદેશ ઉત્તર ધ્રુવનું ઉષ્ણતામાન 20 ડિગ્રી સેલસિયાસ સુધી પહોચી ગયુ. સાગરોના પાણીનું લેવલ ઉપ્પર આવી રહ્યું છે અને નીચાણમાં આવેલા પ્રદેશો પર પાણી આગળ આવવા લાગ્યું છે. અતિશય વરસાદ, નદીઓમાં પૂર, સ્નો અને બરફીલા તોફાનો સામાન્ય થઇ ગયા છે. વાવાઝોડા અને દરિયાયી તોફાનો વારંવાર આવવા લાગ્યા છે. આમ મનુષ્યો કુદરતનું નુકસાન કરી રહયા છે તો કુદરત એનો ખરાબ રીતે જવાબ આપી રહયુ છે.
હવે એક રાષ્ટ્ર પોતાની સંશોધન સંસ્થાઓમાં અકુદરતી રોગોનું નિર્માણ બીજા રાષ્ટ્રોને નુકસાન કરવા માટે બનાવી રહયા છે. એમાંથી કેટલાએ જીવલેણ રોગોનું નિર્માણ થયું છે એમ માનવામાં આવે છે.
અત્યારે કોરોના વાયરસ ચીનમાં બહુજ એકટીવ છે. અને અત્યાર સુધીમાં 2000 માણસોના ભોગ લીધા છે અને 84000જેટલી વ્યક્તિઓ એનાથી પીડિત છે. કેટલાએ શહેરોને એના ચેપને લીધે સીલ કરી દેવામાં આવ્યા છે. આ પણ કુદરતનો એક કોપ જ છે.
વાઇરાસના કેરનો કારમો દાખલો ઉપરના ચીનના 'વુહાન'શહેરના વીડિયો પરથી ખ્યાલ આવી જાય છે. પરંતુ પૃથ્વીના આખરી પ્રલયનુ દ્રશ્ય એનાથી પણ ભયંકર અને કરુણ હોઇ શકે છે.
****************