અજાયબ વસ્તુઓ
એવી માન્યતા હોય છેકે પશ્ચિમના દેશો આગળ વધેલા છે અને ત્યાં સ્ત્રીઓને આગળ વધવાની વધુ તકો હોય છે. એ ભ્રમ જ છે. ભારત જેવા આગળ વધી રહેલા દેશમાં વધારેમાં વધારે સ્ત્રી વિમાની પાઈલોટો છે જે ગલત માન્યતાઓને જૂઠી પાડે છે. તે ઉપરાંત સર્વે પ્રમાણે દીકરીઓને લીધે જ પિતાનું આયુષ્ય વધતું હોય છે. અનુસંધાન એમ કહે છેકે આખા દિવસમાં સ્ત્રીઓ સરેરાશ ૬૨ વખત ખુલ્લા મને હસી લેછે અને જીવનનો આનંદ માણી લેછે જ્યારે પુરુષ ૮ વખત જ હાસ્ય નો આનંદ માને છે . આમ ઘણી બાબતમાં સ્ત્રી પુરુષોની આગળ છે.
દુનિયામાં ૧૯૫ દેશો છે એમાં ક્યાં દેશનો પાસપોર્ટ વધારેમાં વધારે શક્તિશાળી છે? લોકોને પૂછો તો શક્તિશાળી દેશો અમેરિકા ,રશિયા, ફ્રાન્સ, જર્મની , ઇંગ્લેન્ડ કે ચીનનું જ નામ આપશે પરંતુ એ વાત સાચી નથી. ૧૯૫ દેશોમાંથી ૧૯૦ દેશો એમના દેશમાં જાપાનના પાસપોર્ટને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે આથી જાપાનીસ પાસપોર્ટને દુનિયામાં વધારેમાં વધારે શક્તિશાળી માનવામાં આવે છે. તે ઉપરાંત એ પાસપોર્ટ સહેલાઈથી મળતો નથી.
ઓછું ભણેલા માણસો આવડત વગરના હોય છે એવી માન્યતા 'ગૂગલ' જેવી કંપનીએ જૂઠી પાડી છે. ૧૬% જેટલા ગૂગલના કામદારો સ્નાતક પણ નથી તે છતાં દુનિયાની એ ઊંચ ટેક્નોલોજી પુરી પાડનારી કંપની બની રહી છે.
અમેરિકા એ ઘણો સમૃદ્ધ દેશ છે એમાં કોઈ શંકા નથી પરંતુ એની અર્થ વ્યવસ્થામાં કેટલીક આશ્ચર્યજનક બાબતો છે. સરેરાશ ૬૨% અમેરિકનનોના બચત ખાતામાં ૧૦૦૦ ડોલરથી પણ ઓછા પૈસા પડયા હોય છે. ૨૧%અમેરિકનોના બચત ખાતા પણ નથી. એટલેકે અમેરિકાની અર્થવ્યવસ્થા ધિરાણ પર અવલંબિત છે
એ જાણીને પણ આશ્ચર્ય થાયછેકે આખી દુનિયાનો આશરે ૫% વેપાર હોંગકોંગ મારફતે થાય છે
આપણે ઘણીવાર વિમાનનો પ્રવાસ કરીયે છે પણ આપણી જાણમાં નહિ હોય કે વિમાનના પાઈલટો એકજ જાતનું ખાવાનું નથી ખાતા. એકજ જાતની વાનગી ખાવાથી જો ખોરાકમાં ઝેર આવી જાય તો બધાજ મુસાફરોનું જીવન જોખમમાં આવવી જાય છે
આમ ઘણી નાની બાબતોની માહિતી આપણી પાસે હોતી નથી
*******************************
No comments:
Post a Comment