અહમનો સંગર્ષ
દુનિયામાં સર્વત્ર જંગો જે ચાલી રહયા છે એની પાછળ માનવીઓનો અહમ જ હોય છે. સિરિયામાં અમેરિકા અને રશિયાનો અહમ ટકરાઈ રહ્યો છે. અમેરિકા અને ઇરાનના અહમે યુદ્ધ સુધીની નોબત લાવી દીધી છે. સમાજમાં અને રાષ્ટ્રમાં માનવી માનવી અને રાજકારણીઓના અહમ ટકરાઈ જાય છે ત્યારે અનાચાર સર્જાય છે.
માનવી એક વસ્તુ ભૂલી જાય છેકે કુદરતની કે પ્રભુ આગળ એમની અમુક મર્યાદાઓ હોયછે, અને એમાં એના અહમના ચૂરેચૂરા થઇ જાય છે. એને કવિતામાં નીચે મુજબ વર્ણવી છે, પરંતુ એ સમજવું માનવી માટે મુશ્કેલ છે. માનવી મોહમાયાના અંધારપટમાં આંધળો બની ચુક્યો છે.
" ઊંચા ડુંગરો બનાવી પ્રભુએ
માનવીના અહમને પડકાર્યો છે
ઊંડા સાગરો બનાવી
માનવોને તેમની મર્યાદા બતાવી છે
મગરમચ્છની જેમ દોડી જતી
નદીઓ વહેવડાવી
માનવોની ગતિને પડકારી છે
વીજળીના ભયંકર કડાકાઓમાં
માનવીના ઉન્માદને પડકાર્યો છે
વંટોળોના વંટોળમાં
માનવોને ચકરાવે ચઢાવે છે
જંગલની પરમ શાંતિમાં
જંગલી પશુઓ વસાવી
માનવી માનવી વચ્ચેની જંગલીયાતને
પ્રાણીઓ કરતા બદતર બતાવી છે"
ભારત દેસાઈ
****************************
No comments:
Post a Comment