ડ્રેગનનો કેર
ચીન એક એવો દેશ છે જે ડ્રેગનને નામે પણ ઓળખાય છે. ડ્રેગન આખરે શું છે? ડ્રેગન એક વિશાળ ભયંકર પ્રાણી છે જેના નામ સાથે ચીનની પહેચાન છે. ચીન ડ્રેગન જેટલો જ વિશાળ દેશ છે અને એની શક્તિઓ ડ્રેગનની શક્તિને ટપીજાય એવી મજબૂત છે. એ વસ્તીમાં પણ દુનિયામાં અવ્વલ છે. એ લુચ્ચાઈ, અને હોશિયારીમાં દુનિયામાં કોઈ પણ દેશથી ઉત્તરે એમ નથી. એથી એનું ઉપનામ ડ્રેગન ઉચિત છે.
ચીન એની વિસ્તારવાદી વૃત્તિ માટે જગતમાં પ્રખ્યાત છે. એની મહત્વાકાંક્ષા વિશ્વ સત્તા બનવાની છે. અત્યારે એની શક્તિઓએ એનું સ્થાન વિશ્વની બીજી કક્ષાની સત્તાની ક્રમે આવી ચૂક્યું છે પરંતુ હવે તે અમેરિકાને મહાત કરી પ્રથમ કક્ષાની વિશ્વ સત્તા બનવાની હોડ માં છે. એના માટે જાત જાતની તરકીબો અજમાવી રહ્યું છે.
ચીનની આજુબાજુ જે આશરે ૧૮ દેશોની સરહદો છે એ બધા દેશો અને ચીન વચ્ચે તણાવભરી સ્થિતિ પ્રવર્તતે છે. એ દરેકની સાથે એક કે બીજી રીતે ચીનને સરહદો વિષે તકરાર જેવી પરિસ્થિતિ છે. હવે એને વધારી ચીને હવે દક્ષિણ ચીનના સમુદ્ર પર પોતાનો દાવો કર્યો છે. આજુબાજુમાં આવેલા કેટલાએ ટાપુઓ પર ચીને પોતાનો દાવો નોંધાવ્યો છે. એનાથી જાપાન , વિયેતનામ.ફિલિપાઇન્સ, મલયએશિયા, અને ઇન્ડોનેશિયા જેવા કેટલાએ દેશો સાથે ચીનનો તણાવ વધી ગયો છે. દુનિયાનો ૨/૩ આંતર રાષ્ટ્રીય વેપાર દક્ષિણ ચાઇના સમુદ્ર મારફતે થાય છે એટલે ચીન હવે અમેરિકા સાથે પણ સીધા ઘર્ષણ માં આવી ગયું છે. આ બધા ઘર્ષણો પાછળ ચીનની એકજ મુરાદ છે કે એને એની શક્તિનું ભાન બીજા દેશોને કરાવવાનું છે.
કોરોનાના ચેપના વિશ્વ ફેલાવા બાદ ચીન આખી દુનિયામાં બદનામ થઇ ચૂક્યું છે. ચીનની સામે આક્ષેપોના ઢગલાઓ ઉભા થઇ ગયા છે. ચીને આખી દુનિયાથી કોરોના કારણે થયેલા મોતના સાચા આકડાઓ છુપાવ્યા છે એવો પણ એક આરોપ ચીન સામે છે. કોરોના વિષે સાચી માહિતી ચીને દુનિયાને સમયસર પુરી ના પાડી એથી કોરોના એ આખી દુનિયામાં માનવીઓની લાશોનો ઢગલાઓ ઉભા કરી દીધા. આખી દુનિયાની અર્થવ્યવસ્થાને હાનિ પહોંચાડવા માટે ચીને કોરોના નામના દૈત્યનો ઉપયોગ કર્યો છે એવું વિશ્વના ઘણા દેશો હવે માનવા માંડયા છે. અમેરિકાએ તો ચીનની સામે તપાસ શરુ કરી દીધી છે, અને ચેતવણી પણ આપી છે કે કોરોના રોગની બાબતમાં ચીને જો કોઈ પણ બેદરકારી કે બદઈરાદાથી કઈ પણ કર્યું હશે તો એને આખા વિશ્વને નુકસાન ભરપાઈ કરવું પડશે. અમેરિકા એના દરેક નાગરિકના મોતનો બદલો કેવી રીતે લે છે એનાથી વિશ્વ આખું માહિતગાર છે . અત્યારે તો કોરોનાના કેરથી અમેરિકન નાગરિકોના મોતથી લાશોના ઢગલા સર્જાયા છે. એ અમેરિકા કેવી રીતે ભૂલી શકશે એ એક પ્રશ્ન છે ?
એ પણ જોવાનું છે કે જ્યારે આખું વિશ્વ કોરોનના કેરથી ત્રાહિ ત્રાહિ પોકારી ગયું છે ત્યારે ચીને પોતાના માલનો વેચાણ કરવાનું શરુ કરી દીધું છે. ચીનના કારખાનાઓ એ એમનું ઉત્પાદન શરુ કરી દીધું છે , ચીને આર્થિક રીતે નબળા વિશ્વ માર્કેટનો લાભ લઇ વિશ્વની મોટી મોટી કંપનીઓમા પોતાનું ધિરાણ વધારી એના પર પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું છે. ચીનની બધી પ્રવૃતિઓ ચીન વિષે શંકા ઉત્પન્ન કરી જાય છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીન વિશ્વમાં આ ખરાબ વખતમાં પોતાનું આર્થિક વર્ચસ્વ વધારવા માટેની હોડમાં છે. હવે એવો સમય આવ્યો છેકે આર્થિક વર્ચસ્વ દ્વારા જ વિશ્વમાં મહાસત્તા બની શકાય છે. આથી ઘણા લોકોને ચીનની અત્યારની હિલચાલને એ દિશામાં આગળ વધતી જણાય છે.
કોરોના રોગનું જન્મ સ્થાન ચીન છે એટલે લોકોમાં શંકા ઉદ્યભવી છે કે એ કદાચ માનવીએ પોતાના સ્વાર્થ માટે ઉભી કરેલો મહાદૈત્ય પણ હોઈ શકે? એક વાતમાં તથ્ય જરૂર છેકે ચીન મહત્વાકાંક્ષી અને વિશ્વની મહાસત્તા બનવાની હોડમાં છે.
************************************