Thursday, April 2, 2020


રામ નવમી - મર્યાદા પુરષોત્તમ રામ
                                                             આજે રામનવમી છે. ત્યારે આ વર્ષે રામની એમની જન્મભૂમિ પર, હવે ભારતની સર્વોચ્ચ કોર્ટના ચુકાદા બાદ,  વર્ષો સુધી હિન્દૂ સમાજની વ્યથા બાદ,  ભવ્ય રામ મંદિર બાંધવાનું શરુ કરવામાં આવશે.  મોગલ બાદશાહ  બાબરના સરદારે ધર્માંધતા બતાવી રામજન્મ ભૂમિ પર એક  મોટી  બાબરી  મસ્જિદ તાણી બાંધી એના પરિણામ રૂપ રામ જન્મ ભૂમિ વિવાદિત થઇ હતી. પ્રશ્ન  ફક્ત એજ હતો કે બે ધર્મોના  વચ્ચેનો ટકરાવ.  આમતો  રામ પહેલા અયોધ્યામાં પ્રગટ થયા હતા અને બાબરી મસ્જિદ એના હજારો  વર્ષો બાદ અયોધ્યામાં અસ્તિવમાં આવી હતી. એમાં પણ રામની મર્યાદા વચમાં આવી અને કોર્ટના ચુકાદા બાદ જ  રામની જન્મ  ભૂમિ નક્કી થઇ શકી.  હવે મંદિર બનવાની તૈયારીઓ થઇ રહી છે.
                                                            રામ એક આદર્શ અને મર્યાદા પુરુષ હતા જે  પ્રાચીન હિન્દૂ સંસ્કૃતિની દેણ છે. કદી આદર્શ અને મર્યાદાનો સુમેળ આ જગતના જટિલ પ્રશ્નો સામે નિસ્ફળ નીવડે  છે . એટલા માટે સીતાનો ત્યાગ, તેપણ એક ધોબીના કટાક્ષથી કરવામાં આવ્યો. તેનો  હિન્દૂ સમાજમાં સ્ત્રીને એક   અન્યાય રૂપ ગણવામાં આવે છે.  મોગલ ઇતિહાસમાં તો બાપને મારી રાજગાદી પર બેસી જવાની જે પ્રથા હતી. તે સામે પિતાના કહેવાથી પોતાનો રાજગાદીનો  હક છોડી રામે  વનમાં જવું, અને તે પણ એમના નાના ભાઈ  ભરતની  ઈચ્છા  વિરુદ્ધ. એ પગલાને  ઘણા લોકો આદર્શમય વિચાર ધારાની પરાકાષ્ટા માને છે. અને આજના જામાનામાં એને મૂર્ખતા પણ માનવા આવે તો એમાં નવાઈ નહી.
                                                              પરંતુ મર્યાદામાં રહી આદર્શમય  જીવન જીવી શકાય છે એ રામાયણનો અને રામના જીવનનો  મુખ્ય આશય છે.  એ માર્ગ વિકટ અને મુશ્કેલ  છે તે છતાં એમાં આત્મ સંતોષ,  અને સમાજમાં ઝગડા ટંટા દૂર કરવાનો સહેલો  માર્ગ બતાવવામાં આવ્યો છે.

                                                                આદર્શ રામના મર્યાદા જીવન સામે હિન્દૂ સંસ્ક્રુતિમાં એક બીજી વિચારધારાનું આરોપણ  મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનું જીવન દ્વારા કરવામાં આવ્યું છે. તેને  તદ્દન જીવનની વાસ્વિકતાને અનુરૂપ  બતાવવામાં  આવ્યું છે. એમાં  કાવાદાવા, પ્રપંચો અને યુદ્ધોના નિર્માણ સુધીનીં પરિસ્થિતિ બતાવવામાં આવી છે. એમાં ઘણી વાર મર્યાદા અને આદર્શોનું ઉલ્લઘન  બતાવવામાં આવ્યું છે. પરંતુ એ બધાનો સાર એ છે કે કેટલા દ્રુષ્ટો , અધર્મીઓ , ખરાબ વ્યક્તિઓનો નાશ કરવામાં  ખરાબ રસ્તા અપનાવી સારા પરિણામો લાવી શકાય છે.

                                                               મૂળમાં રામના જીવનનો સંદેશ જ એ છેકે મનુષ્યે સારું અને મર્યાદા પૂર્વક j જીવન જીવવું જોઈએ.  જ્યારે કૃષ્ણના જીવનનો સંદેશ છે કે "  વિકટ  સંજોગોમાં  અધર્મી સામેની લડાઈમાં પરિસ્થિતિને  અનુરૂપ વર્તવાની છૂટ હોવી  જોઈએ.  પરંતુ એના પરિણામો સમાજને માટેઉત્તમ અને લાભદાયક આવવા જોઈએ".  આખરે કયો રસ્તો લેવો એ મનુષ્ય પર છોડવામાં આવ્યો છે.  આજ હિન્દૂ સમાજમાં પ્રાચીન કાલથી પ્રવર્તતી લોકશાહીનો નમૂનો છે.  રામાયણ એની શરૂઆત હતી અને મહાભારત એનો બીજો છેડો છે. જે સંસ્કૃતિના આધાર ભૂત પાયા છે.
                                                           રામના જીવનને અનુસરવું સામાન્ય માનવી માટે મુશ્કેલ છે. એ કારણે રામનું મહત્વ હિન્દૂ સંસ્કૃતિમાં વધુ છે.  એટલાજ માટે શુભ અને અશુભ બંને પ્રસંગોએ હિંદુઓમાં રામ નામનું રટણ  અનિવાર્ય બન્યું છે.
                                                    ***********************

No comments:

Post a Comment