Tuesday, April 7, 2020



ચર્ચિલ અને  સરદાર
                                                                                       ચર્ચિલએ બ્રિટનના મજબૂત નેતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં ડગમગી ગયેલા ઇંગ્લેન્ડને બહાર કાઢી યુદ્ધમાં વિજય અપાવવામાં એમનો મોટો ફાળો હતો. યદ્ધની જીતમાં મદમસ્ત બનેલા  અને સંસ્થાનવાદી મનોવૃતિવાળા ચર્ચિલને જ્યારે ઇંગ્લેન્ડની લેબર સરકારે ભારતને આઝાદી આપી તે પસંદ ન હતી .
                             યુદ્ધ બાદ ઇંગ્લેન્ડના લોકોએ એમને ચૂંટણીમાં પરાજિત કર્યા અને ત્યારબાદ  ચૂંટાયેલી લેબર સરકારે જ્યારે ભારતને સ્વાતંત્રતા આપવાની જાહેરાત કરી ત્યારે ચર્ચિલે એમનો ભારત અને એના નેતાગીરી સામેનો  દ્વેષ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ઓકી કાઢ્યો હતો. એમણે કહ્યું કે " ઇન્ડિયામાં સત્તા બદમાશ, ગૂંડા, અને  ફ્રી બૂટરના હાથોમાં જઈ રહી છે. તેઓ  નબળા માણસો હશે અને થોડા વર્ષો બાદ એમનું નામનિશાન પણ નહિ મળે"  એમને એમ કે એ એવો બકવાદ કરી જશે અને ઇન્ડિયાના નેતાઓમાંથી કોઈ પ્રતિસાદ પણ નહિ મળશે.એમણે ભારતની નેતાગીરીને નબળી  માની લીધી હતી.  અમને ખબર ન હતી કે પ્રિન્સ બીસ્માર્કને પણ ચઢી જાય એવા નેતા ભારતમાં પડયા હતા.
                                       સરદાર પટેલે એને ભારતનું ઘોર અપમાન માન્યું અને એનો સણસણતો જવાબ આપ્યો." તમે  સામ્રાજ્યવાદના બેશરમ સામ્રાજ્યવાદી છો, જ્યારે સામ્રાજ્યવાદ એના અંતિમ ડુસકા લઇ રહ્યો  છે, ત્યારે  તમારી જીદ અને મૂર્ખામીભરી  વિચારશરણી દ્વારા ઇંગ્લેન્ડની  ઘોર ખોદનારા તમે  છેલ્લી વ્યક્તિ હશો. એમાં મને તમારું ડહાપણ, તર્ક અને કલ્પનાનો અભાવ જણાય છે.  જો ઇંગ્લેન્ડની હીસ મેજેસ્ટી સરકાર એવું ઇચ્છતી હોય કે ભારત ઇંગ્લેન્ડ સાથે મૈત્રી ભર્યા સબંધો રાખે તો  તેને જોવું પડશે કે ઇંગ્લેન્ડના રાજપુરુષો દ્વારા  ભારત પર ઝેરી અને મલિન હુમલાઓ બંધ કરાવે. હવે બ્રિટિશ રાજપુરુષો અને અન્યોએ   અમારા દેશ સાથે  મૈત્રીપૂર્ણ , સદ્ભાવ ભર્યો વર્તાવ રાખવો પડશે."
                                          આવો સરદારનો  સણસણતો જવાબ જોઈ  ચર્ચિલની બોલતી બંધ થઇ ગઈ.
એમણે એમનો બોલવાની રીતને બદલી   અને જવાબમાં કહ્યું " તમારા જવાબથી પ્રભાવિત થયો. મને તમારી નવી  સરકારે જવાબદારી  પૂર્વક જે પ્રશ્નોને હલ કર્યા તે બદલ ગર્વ છે. મિસ્ટર પટેલ તમારી પાસે સારું વિશ્વ  વધુ સેવાઓને જોવાની  અને તમને સાંભળવાની  અપેક્ષા રાખે છે. તમારે તમારી જાતને ભારતની અંદર જ પ્રવૃતિમય  ન રાખવી જોઈએ ." 
   
                                          આજ બતાવે છેકે સરદારનું વ્યક્તિવ આંતરાષ્ટ્રીય રાજપુરુષના કક્ષાએ હતું. એથી તો એના દુશ્મનો પણ એમણે માનની દ્રષ્ટિએ જોતા હતા. ભારતના રજવાડાઓ પણ એમની મુત્સદીગીરીથી ડરતા હતા અને ચપોચપ પોતાના રાજ્યો ભારતમાં સમાવી દીધા હતા. હૈદરાબાદનો કબજો લીધા બાદ નિઝામને પણ કહી દીધું હતું કે ' તમારે  જાતે ભારતના  નાયબ વડા  પ્રધાનનું  સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહેવું પડશે.' એથી જ લોકો એમને લોખંડી પુરુષ તરીકે જ ઓળખતા. આજે નર્મદા પર ઉભેલું અને વિશ્વનું ઊંચામાં ઊંચું એમનું   સ્ટેચ્યુ એમના  ચાણકયમય અને લોખંડી વ્યક્તિવ રજુ કરે છે.
                                                  ***************************

No comments:

Post a Comment