Sunday, March 22, 2020



કોરોનાનો પ્રકોપ
                                                                          વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે ૨૨મી માર્ચ ૨૦૨૦ ના દિવસે જનતા કરફયુ રાખવાની લોકોને અપીલ કરી હતી. લોકોને પોતાના ઘરોમાંજ રહેવાનું જણાવ્યું હતું. લોકોએ એનો સકારત્મક પ્રતિભાવ પણ આપ્યો. એમાં લોકોને  કોરોના વાયરસ સામે સજાગ અને લડવા માટે  એકત્રિત કરવાનો ઉદ્દેશ છે, ભારત એ દિવસે પ્રવૃત્તિ હીન ,અવાજ વિહીન,  ભેંકાર અને વેરાન જેવું  લાગ્યું .



એનું નીચેની કવિતામાં તાદૃશ્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોરોનાની કરામત
 ચારે બાજુ શાંતિ અને રસ્તાઓ ભેંકાર પડયા
 જાણે કોઈ દૈત્યના આગમનના   છાયા  પડયા
 માનવી, વાહન ,અને  પ્રાણીઓ  ક્યાંય  ના  દેખાય
 મોતના ભયંકર  ખોફમાં જાણે કયા ગુમ થયા
 જ્યા અવાજોના તાંડવોમાં પક્ષીઓના કલરવને  જગ્યા  ન હતી
 ત્યાં આજે  પક્ષીઓના કલરવ સિવાય કોઈ અવાજ સંભળાય ન અહીં
 ચારે બાજુ સુનકાર વચ્ચે કદી  કદી  સરકારી વાહનો દેખાય
 એબ્યુલન્સની સાઇરાનની  અચાનક  કરુણ ચીસો સુણાય
 હસતું , રમતું  ઉલ્લાસમય  શહેર જ્યા ધમધમતું  હતું.
 ત્યાં આજે  એ રાક્ષસી રોગના ચિત્કારઓ  સંભળાય અહીં
 ભલે એ વિશ્વ વ્યાપી  રાક્ષસી  રોગ  ભયંકર હશે
 પણ લોકોની શક્તિએ એને ભીડવાનું બીડું ઝડપી લીધું છે આજે.
  ભારત દેસાઈ 
                        *****************************
     

No comments:

Post a Comment