કિડની
મનુષ્યના શરીરમાં કિડની એ અગત્યનું અંગ છે. એની કાળજી લેવી એકદમ આવશ્યક છે. માણસની કેટલીક કુટેવો આવા અગત્યના અંગને નુકશાન પહોંચાડે છે. કિડનીના બગાડથી માનવ જીવન છિન્નભિન્ન થઇ જાય છે.
કિડની બગડે એટલે શરીરની શુદ્ધિ કરણ કરનારી ક્રિયા બંધ થઇ જાય છે અને શરીર પર એની ભયાનક અસર થાય છે. ઘણા તો મૃત્યુને આધીન પણ થાય છે. અત્યારે આધુનિક પદ્ધતિ પ્રમાણે મશીનની મદદથી શુદ્ધિ કરણ કરવામાં આવે છે પરંતુ એ પદ્ધતિ માનવી માટે ઘણી પીડા દાયક હોય છે. તે ઉપરાંત ડાયાલિસિસમાં સારો એવો વખત જાય છે જેથી માનવી હેરાન પરેશાન થઇ જાય છે.
એવી ઘણી ટેવો અને વ્યસનઓ છે જેનાથી કિડનીને નુકશાન થાય છે. ઘણી વાર કામમાં વ્યસ્ત લોકો એક જગા પર બેસી રહે છે અને પીસાબને રોકી રાખે છે. આવી સ્થિતિમાં લાંબે ગાળે કિડનીને નુકશાન થાય છે. વધારે પડતું ધ્રુમપાન , અને દારૂની લત માણસની કિડનીને નુકશાન પહોંચાડે છે.
વધારે પ્રમાણમાં સુગર , મીઠું , અને પ્રોટીન ખાવાથી પણ કિડની પર આડ અસર થાય છે. ઘણા લોકો દુખાવાથી બચવા માટે પેઇનકિલરના વધુ પડતી ગોળીઓ લેતા હોય છે એ પણ કિડની માટે નુકશાન કારક હોય છે .
જો તમે નિયમિત રીતે ઓછામાં ઓછી ૬ કલાકની ઊંઘ ન લેતા હો તો પણ કિડની માટે નુકશાન કારક હોય છે. ઊંઘ દરમિયાન કિડની એની શરીર શુદ્ધિ કરણની ક્રિયા વધુ ગતિથી કરતી હોય છે. શરીર શુદ્ધિકરણમાં લોહીનું શુદ્ધિ કરણ પણ ચાલૂ હોય છે. આથી પુરા પ્રમાણમાં ઊંઘની આવશક્યતા જરૂરી છે.
તે ઉપરાંત આખા દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી કિડનીને એ સહાય પહોંચાડી શકે. તે ઉપરાંત આવશ્યક કસરતો નિયમિત રીતે કરવાથી કિડનીની ક્રિયા મજબૂત બની રહે છે. ટૂંકમાં કુટેવોને દૂર કરી , તંદુરસ્ત ખોરાક લેવાની ટેવો જ કિડનીને તંદુરસ્ત રાખી શકે છે.
**************************


No comments:
Post a Comment