Tuesday, March 17, 2020


મા
                                                                                                            માની દ્રષ્ટિમાં એના બાળકો માટે  પ્રેમ, મમતા, વાત્સલ્ય, હંમેશ રહે છે. એનું બાળક ગમે તેટલું  પ્રભાવશાળી કેમ ન હોય  તો પણ માની  દ્રષ્ટિમાં એ બાળક જ રહે છે. એની મમતા માની લેછે કે એના બાળકને હર હાલતમાં એના પ્રેમ, અને દોરવણીની જરૂરે છે.એ સમજવાને તૈયાર નથી કે એવો સમય પણ આવેછે કે જ્યારે એના બાળકો એને અને દુનિયાને પણ દોરવી શકે છે. મહાન માણસો પણ માના પ્રેમ અને બલિદાન માટે એના પગોમાં એનું માથું ટેકવી દે છે. એવો એક પણ મનુષ્ય બતાવો કે જે એની માને પ્રેમ ન કરતો હોય ?
                                             ઇતિહાસમાં એના દાખલાઓ જોવા જવું પડે એમ નથી. ઇસાક ન્યૂટનનને  એની માં હંમેશ ટોકટી કે 'સફરજન ખાતા પહેલા સાફ કરવાનું  ન ચૂકતો. જાણે એનો દીકરો નાનો કીકલો ન હો . આર્ચિમેડીસ ને એની માએ એકવાર લેવડાવતા પૂછ્યું  હતું કે ' તને બાથરૂમથી તે ઘર સુધી ગલીમાં  નાગા નાગા ચાલી આવતા શરમ નથી આવતી ?  થોમસ એડિશન પણ  'મા' આક્રોશનો ભોગ બની જતા . એક વખત એને લેવડાવતા કહી દીધું હતું કે ' તે ઇલેક્ટ્રિક  બલ્બ શોધ્યો એનો મને ગર્વ છે પણ હવે એને બંધ કરી ને સુવા જાય તો  સારું.'
                                              અબ્રાહમ લિંકન જયારે અમેરિકાના પ્રમુખ ચૂંટાયા ત્યારે એની માએ
એને કહી દીધું ' તારો પેલો ગંદો કોટ  અને નકામી   હેટ મહેબાની કરીને ફેકી દેજે. હવે જરા સ્વચ્છ અને સુઘડ દેખાવાનો પ્રયત્ન કર '   એકવાર ગ્રેહામ બેલને એની માએ લેવડાવતા કહ્યું  કે' તે આ વિચિત્ર અને નવી વસ્તુ  ઘરમાં ઉભી કરી તો દીધી છે. પણ તારી સ્ત્રી મિત્રો ગમે તે વખતે એના પર તારી સાથે વાત કરે એ મને મંજુર  નથી'  ટેલિફોનની શોધ કરનારની એની માની આગળ કેટલી કફોડી હાલત હતી. ટેલિસકોપેના  શોધક  ગેલેલિઓની માએ એની કરુણ મજાક કરી હતી. 'તારા સાધન વડે ચંદ્રને જોવાથી શું ફાયદો, જો એના થકી હું મિલાનમાં રહેતી  મારી માનું  મુખ ન જોઈ શકું ?' તે છતાં ગેલિલિયો જરૂર એની માને વ્હાલથી ભેટી પડ્યો હશે .' આખરે મા તે મા હોય  છે.'

                                                      માઈકલ એન્જલો વિશ્વના મહાન પેઈન્ટર હતા એમના છત પર દોરેલા ચિત્રો પણ કલાના અજબ નમૂના  છે. એ નાના બાળક હતા ત્યારથી ચિત્રો દોરે જતા. કદાચ એમણે એમના ઘરના છતથી જ ચિત્રો દોરવાની શરુરત કરી હશે એનાથી એની મા ઘણી હેરાન થતી. એક વાર ગુસ્સામાં એણે માઈકલ એન્જલોને લેવડાવતા કહ્યું ' બીજા બાળકોની જેમ દીવાલ પર ચિત્રો દોરાતા શું થાય છે ? તને ખબર નથી કે ઘરની છત દોરેલા ચિત્રને કાઢતા મારો દમ નીકળી જાય છે'. આતો ફક્ત માની આગળ દુનિયાના મહાન પેઈન્ટરની શું હાલત હતી એનું અનુમાન આવી શકે છે.
                                                            પરંતુ મહાન અને સફળ માણસો માના બલિદાન માટે એમની બધી મહાનતા અને સફળતા  એના ચરણોમાં અર્પિત કરી દે છે. અને એની કોઈ પણ ટીકાને  પ્રેમના પુષ્પ સમજી સ્વીકારી લે છે.  માના નિસ્વાર્થ  પ્રેમ  અને  બલિદાન આગળ મહાનતા તુચ્છ છે.
                                       ********************************       

No comments:

Post a Comment