ગુજરાતી શાયરીઓ
અમે સમંદર ઉલેચ્યો છે પ્યારા !
નથી માત્ર છબછબીયા કીધા કિનારે .
' શૂન્ય પાલનપુરી '
લોકોના ઘા તો કૈક સહયા
પણ જાન ગયો છે એક ઉઝરડે.
'અમર પાલનપુરી'
જોબન ગયુંને પાનખર આવ્યો
ક્યારે બુઢાપો આવ્યો તેનો ખ્યાલ ન આવ્યો.
બુઢાપો જોઈને જવાની થથરી જાય છે
જેમ સૂકા પાંદળાઓથી ઝાડની સુંદરતા ચાલી જાય છે.
'ભારત દેસાઈ '
ખુન્નસ ફરે છે લઇ ખંજર શહેરમાં
છલકી રહયા છે રક્ત સરોવર શહેરમાં
બેમાંથી એકે હોય તો ના હોય આ દશા
અલ્લાહ પણ નથી, નથી ઈશ્વર શહેરમાં
'અમૃત ઘાયલ '
પજવે છે આમ શાને અલ્લાહ તું સીધો રહે
શું જોઈએ છે તારે હાજર થઈને કહે
શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી
'જાલન માતરી '
આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે
જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે.
'મરીઝ '
તારું કશું ન હોય તો છોડીને આવતું
તારું જો બધું હોય તો છોડી બતાવ તું
' રાજેશ વ્યાસ '
મંગળ પર પહોંચ્યા એનો મતલબ શો?
માણસથી માણસ લગ તો પહુંચાયું નહિ.
'ભરત ભટ્ટ '
********************************
અમે સમંદર ઉલેચ્યો છે પ્યારા !
નથી માત્ર છબછબીયા કીધા કિનારે .
' શૂન્ય પાલનપુરી '
લોકોના ઘા તો કૈક સહયા
પણ જાન ગયો છે એક ઉઝરડે.
'અમર પાલનપુરી'
જોબન ગયુંને પાનખર આવ્યો
ક્યારે બુઢાપો આવ્યો તેનો ખ્યાલ ન આવ્યો.
બુઢાપો જોઈને જવાની થથરી જાય છે
જેમ સૂકા પાંદળાઓથી ઝાડની સુંદરતા ચાલી જાય છે.
'ભારત દેસાઈ '
ખુન્નસ ફરે છે લઇ ખંજર શહેરમાં
છલકી રહયા છે રક્ત સરોવર શહેરમાં
બેમાંથી એકે હોય તો ના હોય આ દશા
અલ્લાહ પણ નથી, નથી ઈશ્વર શહેરમાં
'અમૃત ઘાયલ '
પજવે છે આમ શાને અલ્લાહ તું સીધો રહે
શું જોઈએ છે તારે હાજર થઈને કહે
શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી
'જાલન માતરી '
આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે
જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે.
'મરીઝ '
તારું કશું ન હોય તો છોડીને આવતું
તારું જો બધું હોય તો છોડી બતાવ તું
' રાજેશ વ્યાસ '
મંગળ પર પહોંચ્યા એનો મતલબ શો?
માણસથી માણસ લગ તો પહુંચાયું નહિ.
'ભરત ભટ્ટ '
********************************