પદ્મનાભસ્વામી મંદિરનો ખજાનો
ભારતમાં મંદિરોમાં અઢળક હીરા, મોતી, રત્નો અને સોનાનો ખજાનો પડ્યો છે જો એનો ઉપયોગ સારી રીતે થાય તો ભારતની ગરીબી નાબૂ દ થઇ જાય એમ છે. એમાં પદ્મનાભસ્વામી મંદિરનો ખજાનો તો એટલો અઢળક છે કે જે કેટલાએ દેશોના આર્થિક બજેટો પાર કરી જાય એટલો છે.
પદ્મનાભસ્વામી એટલે વિષ્ણુનુંએ મંદિરનો ઇતિહાસ ૨૩૦૦ વર્ષ પૂર્વેનો છે. ત્રાવણકોર મહારાજના એ ઇસ્ટ દેવ છે. એ મંદિર તિરૂવંથપુરમ, કેરાલામાં આવેલું છે. પરંતુ એના એ, બી. સી, ડી , ઈ, એફ જે 'વોલટો, ' છે એમાં સોના ચાંદી, ઝવેરાતના અમૂલ્ય ખજાનાઓ પડેલા છે. સી , ડી, ઈ , એફ વોલટો તો ખોલવામાં આવેલા પરંતુ એ અને બી જે બંધ હતા તે સુપ્રીમ કોર્ટના આદેશથી ખોલવામાં આવેલા ત્યારે એમાંથી અધધ જેટલું ઝરઝવેરાત અને સોનુ નીકળ્યું તેની કિંમત કરવી મુશ્કેલ છે કારણકે એની એન્ટિક વૅલ્યુ 3 ટ્રિલિયન ડોલરથી પણ વધી જાય છે.
જયારે એ વોલ્ટના દરવાજા ખોલી જમીનમાં આવેલી સુરંગ ખોલવામાં આવી અને પ્રકાશના કિરણો એમાં દાખલ થયા ત્યારે અંદર પડેલા ઝરઝવેરાતથી રુમ જળહળી ઉઠ્યો હતો. જેમ અંધારી રાત્રિમાં તારાઓના પ્રકાશથી નભો મંડળ જળહળી ઉઠે .
એ ગુફામાંથી ઝરઝવેરાત કાઢતા ૧૫ માણસોને એક દિવસ લાગ્યો હતો. એમાંથી સોનાની ૪ફૂટ ઊંચી અને ૩ ફુટ પહોળી શેષનાગ પાર બેઠેલા વિષ્ણુની મૂર્તિ પણ હતી. તે ઉપરાંત ૧૮ ફુટ લાંબો સોનાનો હાર, સોનાની ઢાલ, સોનાનું નારિયળ જેમાં હીરા , મોતી અને રત્નો જડેલા હતા. સોનાનું હીરા જડિત સિંહાસન, રોમન, નેપોલિયન, અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વખતના લાખો સોનાના
સિક્કાઓ પણ મળ્યા હતા . ૧૧૦ કેરેટથી પણ વધારેના કેટલાએ હીરા મળ્યા હતા. એની સરખામણીમાં મશહૂર કોહિનૂર હીરો જે ઇંગ્લેન્ડની રાણીના મુગટમા છે એતો ફક્ત ૧૦૫કેરેટના વજન વાળો છે. ટૂંકમાં આ સમૃદ્ધ ખજાનાનું મૂલ્ય રૂપિયામાં આશરે ૧.૩ લાખ કરોડ થાય જ્યારે ડોલરમાં ૨૦૦ બિલિયોન થાય. પરંતુ જોએની એન્ટિક વૅલ્યુ માં લેવામાં આવે તો ૭ થી વધારે ટ્રિલિયન ડોલર જેટલી થવા જાય છે . કહેવાનો અર્થ એ છે કે એનું એટલું મૂલ્ય છેકે કોઈ પણ દેશની અર્થ વ્યવસ્થાને બદલી શકે છે .
હજુ બીજા બે નવા વૉલ્ટ મંદિરમાં મળ્યા છે એને તો હજુ ખોલ્યા નથી.
આ દ્રષ્ટિએ જોઈએતો પદ્મનાભસ્વામી દુનિયાનું સમૃદ્ધમાં સમૃદ્ધ મંદિર છે. એમ કહેવાય છેકે પુરાણકારમાં એના ખજાનાને સમુદ્રમંથનમાંથી મળેલા ખજાનાથી પણ ભરવામાં આવ્યો છે.
**********************************************
No comments:
Post a Comment