કોરોના અને રમૂજ
આજે આખી દુનિયા પર કોરોનાનો કેર વ્યાપેલો છે. કેટલાએ દેશોમાં તદ્દન લોક ડાઉંન ચાલે છે અને લોકો એમના ઘરોમાં પુરાયેલા છે. તે વખતે જીવનને કેવી રીતે હળવું બનાવવું એ લોકોના પોતાના પર આધાર છે. તે ઉપરાંત કોરોના પર રમૂજ ઉત્ત્પન કરતા ઘણા દાખલાઓ બહાર આવ્યા છે. જીવનમાં મુશ્કેલ વખત કેવી હળવી રીતે પસાર કરવો એ પણ એક કળા છે.
બહારનું દરરોજ ખાનારાને હવે સવારસાંજ પત્નીના હાથે ખાવું પડે છે. આથી એવા એક પતિએ પત્નીને કહ્યું કે' તારા હાથનું ખાઈ ખાઈને હવે હું અંચાઈ ગયો છું .' હાજર જવાબી પત્નીએ કહ્યું' તો બહાર જાવ અને પોલિસનો માર ખાવ '.
આપણામાં કહેવત છે કે ' એકલા આવેલા એકલા જવાના .' પરંતુ હવે એવા દિવસો આવ્યા છે કે ' એકલા આવ્યા પણ જેટલા સંપર્કમાં તે બધા જવાના .'
પત્નીએ પતિને કહ્યું કે ' તમે માસ્ક પહેરી લો '. પતિને આશ્ચર્યતાથી કહ્યું ' હું તો ઘરમાંજ છું . બહાર તો જતો નથી પછી માસ્ક પહેરવાની શું જરૂર ?' અરે તમારું ૨૪ કલાક મોઢું જોઈ જોઈને હવે હું થાકી ગઈ છું.' પત્નીએ તરતજ જવાબ આપ્યો.'' બિચારો પતિ '
અત્યાર સુધી ટ્રકની પાછળ લખવામાં આવતું હતું કે' થોડું અંતર રાખો ' પણ હવે કોરોના કાળમાં માણસની પાછળ એવું લખવાનો સમય આવી ગયો છે.
હવે કુદરતની બલિહારી તો જુઓ કે જયારે વાતાવરણ શુદ્ધ થયું છે. શુદ્ધ હવા મળે છે . ત્યારે મોઢા પર માસ્ક પહેરી રાખવો પડે છે.
કોરોનાએ હવે શ્વાસની કિંમત વધારી દીધી છે કારણકે એ ફેફસા પર જ હુમલો કરે છે અને શ્વાસ લેવાની શક્તિ હણી લે છે. અને માણસ મૃત્યુ પામે છે.
જોવાનું તો એ છે કે પતિ પત્ની વચ્ચે વાત કરવાનો વખત ન હતો ત્યાં હવે વખત જ વખત છે. માં બાપને પુત્ર પુત્રી સાથે કામ પૂરતી વાત કરવાનો સબંધ હતો ત્યાં હવે માબાપ પુત્રો કે પછી પુત્રીએ બનાવેલી નવી નવી વાનગીઓ માણવા માંડયા છે. આ બધો કોરોનાનો જ પ્રતાપ છે. સમયની આ બલિહારી છે.
**********************************
No comments:
Post a Comment