નાલંદા- પુરાણીક અને ઇતિહાસિક યુનિવરસિટી
આજે ભારતમાં હજારો યુનિવરસિટીઓ છે પરંતુ એમાનું એક પણ દુનિયાના પહેલા ૧૦૦ ની યાદીમાં આવતા નથી એ ભારતની કમનસીબી છે . એક વખત ભારત દુનિયા માટે જ્ઞાનનું ક્ષેત્ર હતું જયારે આજે ભારતના વિદ્યાર્થીઓ દુનિયા ભરમાં જ્ઞાન માટે ભટકી રહયા છે . એકલા અમેરિકામાં જ ભારતના ૨૫૦૦૦૦ વિદ્યાર્થોઓ અમેરિકન યુનિવરસિટીમાં ભણી રહ્યા છે.
ઇંગલિશ લોકો ભારતમાં આવ્યા ત્યારે ત્યાંના એક પાર્લામેન્ટના સભ્ય મોકેલેની ભારતની મુલાકાત બાદ એના રિપોર્ટમાં લખ્યું હતુંકે ' અહીએ એક ભિખારી દેખાતો નથી . પ્રજાનું મોરૅલ ઘણું ઊછું છે . જ્યા સુધી આપણે એની શિક્ષણ પદ્ધતિનો નાશ નહિ કરીએ તો આપણા માટે અહીં રાજ કરવું અશક્ય છે. અંગ્રેજોએ ત્યારબાદ ભારતની શિક્ષણ પદ્ધતિનો ધીમે ધીમે નાશ કર્યો અને એમના માટે કામ કરે એવા ગુલામો ઉત્ત્પન કરે , એવી શિક્ષણ પદ્ધતિ ભારતમાં દાખલ કરી દીધી . એમાંથી ભારત સ્વતંત્ર થયું હોવા છતાં હજુ એમાંથી ભારત બહાર આવી શક્યું નથી.
ભારતમાં તે વખતે આશ્રમ શાળાઓ હતી ત્યાં જ્ઞાનથી માંડીને તે માનવ બનવાની બધી શિક્ષાઓ આપવામાં આવતી . ભગવાન કૃષ્ણના કાળથી તે પછી રાજાઓના રાજકુમાર પણ આવી જ શાળામાં શિક્ષણ લેતા. તે ઉપરાંત ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે યુનિવરસિટી કક્ષાની સંસ્થાઓ પણ હતી. પરંતુ એક ચીના મુસાફરે લખ્યુંકે ' ભારતમાં જ્યારથી બહારથી જ્ઞાન લાવવાનું અને એનો ઉપયોગ કરવાનું બંધ કર્યું. અને ભારતના લોકોને ભારત બહારજવાની મના ફરમાવવામાં આવી ત્યારથી ભારતની પડતી શરુ થઇ ગઈ .
આમ ભારતની શિક્ષણ પદ્ધતિની પડતી થઇ . એના અનુસંધાનમાં ભારતની પુરાણી નાલંદા અને તક્ષશિલા યુનિવરસિટીઓનો અહીએ ઉલ્લેખ કરવો જરૂરી છે. નાલંદા ઉત્તરભારતમાં પંજાબની નજદીકમાં આવેલી હતી અને નાલંદા ,બિહારમાં આવેલી હતી. એ યુનિવરસિટીઓમાં આંતરાષ્ટ્ય વિદ્યાર્થોઓ આવતા રહેતા. આજ બતાવેછેકે દુનિયામાં ભારતની મહાવિદ્યાલયોની પ્રતિષ્ટા હતી.
આજે બિહારની હાલત ભલે ખરાબ હોય પરંતુ એક વાર પાટલીપુત્ર (પટના) સમૃદ્ધિ અને સંસ્ક્રુતિમાં આગળ હતું. મુસ્લિમ આક્રમણકારોએ ભારતની સમૃદ્ધિને લૂંટી અને એના જ્ઞાનના ભંડાર સમાન પુસ્તકોની લાઈબ્રેરીઓનો નાશ કરી નાખ્યો અને શિક્ષણ શાસ્ત્રીઓની કતલ કરી. નાલંદાની યુનિવરસિટીનો પણ મુસ્લિમ આક્રમણકારોએ નાશ કરીને જમીનદોસ્ત કરી નાખી.
નાલંદાનો ઇતિહાસ ઘણો ભવ્ય છે. ૩૦ એકર જમીનમાં પથરાયેલી નાલંદા યુનિવરસિટીની સ્થાપના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તે (૧) પાંચમી સદીમાં કરી હતી. બુદ્ધિસ્ટ અને હિન્દૂ સંસ્કૃતિનું એમાં જ્ઞાન આપવામાં આવતું. બુદ્ધિસ્ટ ફિલોસોફર નાગાર્જુન અહીએ શિક્ષણ લીધું હતું. ચીની મુસાફર ક્ષઉન્ઝાન્ગે નાલંદાના બુદ્ધિસ્ટ સાધુઓ વિષે પણ લખ્યું છે . ૧૩ મી સદીમાં નાલંદાનો નાશ થઇ ગયો. એના ખંડેરોમાંથી ઘણી વસ્તુઓ મળી આવી છે એનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે. નાલંદાના ખંડેરોને ખોદીને એને રજુ કરવામાં આવ્યા છે જેને આંતરાષ્ટ્રીય સંસ્થા ' યુનીસકોએ ' વર્લ્ડ હેરિટેજ ' જગ્યાનો દરજ્જો આપવામાં આવ્યો છે. બિહારમાં નાલંદાની બાજુમાં આધુનિક નાલંદા આંતરરાષ્ટીય યુનિવરસિટીની સ્થાપના કરવામાં આવી છે. એમાં ચાઇના,સિંગાપોર , જાપાન , મલાયા , ઓસ્ટ્રેલિયા ,અને ન્યૂઝીલૅન્ડ પ્રતિનિધિત્વ ધરાવે છે. એમાં બુદ્ધ અને હિન્દૂ સંસ્કૃતિ શીખવવામાં આવે છે.
પ્રશ્ન એ છે કે આંતરાષ્ટ્રીય કક્ષાની યુનિવરસિટી આપણે ભારતમાં ક્યારે સ્થાપિત કરી શકીશું જે ભારતની એક વખતની શાન હતી.
*****************************************