ઊંઘ
માણસના તન્દુરસ્તી માટે ઉંઘ બહુ આવશ્યક વસ્તુ છે. પરંતુ એ બાબતમા ઘણા લોકો બેદરકાર રહે છે. જગતમા 30% લોકોં 6કલાકથી ઓછું ઉંઘે છે. ઓછું ઊંઘનાર વ્યક્તિની યાદ શક્તિને ખરાબ અસર થાય છે. ઍટલેકે યાદશક્તિ ઓછી થવા લાગે છે . 6 કલાકથી ઓછી ઊંઘ લેનાર વ્યક્તિની હાલત દારૂ પીધા પછી જે માણસની હાલત થાય છે એવી થઇ જાય છે . માણસનું સમતોલન પણ બરાબર રહેતું નથી. બોલવામાં પણ અસ્પષ્ટતા આવી જાય છે. હંમેશ લોહીમાં .૧% દારૂ હોય એવી પરિસ્થિતિમાં માણસને મૂકી દે છે.
ઊંઘ માણસને એની વિપરીત પરિસ્થિતિમાં પણ રાહત આપે છે. ખરાબ અનુભવોને ભૂલવામાં પણ મદદ કરે છે . આથી યાદ શક્તિ પણ વધે છે. વિજ્ઞાનિક સંશોધન પ્રમાણે જે વ્યક્તિમાં ડી ઈ સી જિન -2 હોય છે તે લોકો ચાર કલાકની ઊંઘથી પણ સ્ફૂરતાથી કામ કરી શકે છે . એવું કહેવાય છેકે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી બહુ ઓછી ઊંઘ લે છે પણ ઘણું કામ કરી શકે છે . એ એક જીવતો જાગતો દાખલો છે.
કેટલાક લોકો દિવસના બપોરના પણ એક ઝોકું ખાઈ લે છે. એના માટે 2 થી 4
વાગ્યાનો સમય યોગ્ય માનવામાં આવે છે. એનાથી આદ્યાત્મિક શક્તિઓ વધે છે એમ પણ માનવામાં આવે છે
ઘણાને ઊંઘમાં શરીરમાં કંપારી અને આંચકાઓ પણ આવે છે પરંતુ એને ઘણા હાનિકારક ગણવામાં આવતા નથી . તે ઉપરાંત મોઢેથી વગાડવાનું કોઈ પણ વાજિંત્ર ફેફસા માટે ઉત્તમ કસરત પુરી પાડે છે જે માનવીય તંદુરસ્તી માટે સારું ગણાય છે.
એક વાત ચોક્કસ છે કે ઊંઘ માનવીય તંદુરસ્તીનું એક બહુજ આવશ્યક અંગ છે. ઘણા ઓછા લોકો સારીએવી ઊંઘ યોગ્ય સમયે લે છે.
****************************************
No comments:
Post a Comment