જીવનનું સત્ય
આપણે એવું જીવન જીવીએ છે કે જે વિચિત્રતાથી ભરપૂર છે . માણસ જીવતો હોય, એના કરતા એના મરણ બાદ વધારે ધ્યાન આપીએ છીએ . કોઈ વ્યક્તિ જ્યારે જીવિત હોય કે બીમાર હોય ત્યારે એની ખબર લેવાનો ઘણીવાર વખત પણ નથી હોતો. એજ વ્યક્તિ મરણ પામે ત્યારે એના પ્રત્યે સહાનુભુતી બતાવવા માટે સમય કાઢી શકાય છે. આજ જીવનની એક કમનસીબી છે.
ઘણીવાર આપણા પાડોસી સાથે પણ સબંધ હોતો નથી. એ ભાઈ કોણ છે અને એમની પ્રવૃતિઓ વિષે પણ આપણને જ્ઞાન હોતું નથી. પરંતુ એવો કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે સમય કાઢીને એની મુલાકાત લઈએ છે અને ત્યારે જ પાડોશીનું ઘર જોવાનું થઇ જીવનનું સત્ય
આપણે એવું જીવન જીવીએ છે કે જે વિચિત્રતાથી ભરપૂર છે . માણસ જીવતો હોય, એના કરતા એના મરણ બાદ વધારે ધ્યાન આપીએ છીએ . કોઈ વ્યક્તિ જ્યારે જીવિત હોય કે બીમાર હોય ત્યારે એની ખબર લેવાનો ઘણીવાર વખત પણ નથી હોતો. એજ વ્યક્તિ મરણ પામે ત્યારે એના પ્રત્યે સહાનુ ભુતી બતાવવા માટે સમય કાઢી શકાય છે. આજ જીવનની એક કમનસીબી છે.
ઘણીવાર આપણા પાડોસી સાથે પણ સબંધ હોતો નથી. એ ભાઈ કોણ છે અને એમની પ્રવૃતિઓ વિષે પણ આપણને જ્ઞાન હોતું નથી. પરંતુ એવો કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે સમય કાઢીને એની મુલાકાત લઈએ છે અને ત્યારે જ પાડોશીનું ઘર જોવાનું થાય છે, એ પણ જીવનની કમનસીબી છે. કેટલાક લોકો શા માટે પાડોસીની સાથે સબંધ વિકસાવતા નથી?જીવનમાં ખરાબ વખતમાં પાડોશી જ સૌથી પહેલા કામ આવે છે.
હાસ્યાપદ વાતતો એ છે કે ઘણીવાર મનુષ્ય મરણ બાદ વધારે ગુલાબો લોકો દ્વારા મેળવે છે .સમાજમાં માણસ જીવતો હોય છે ત્યારે બહુ ઓછા ઓળખ આપે છે, પરંતુ એના મરણ બાદ મોટર કારોની કતારો એના મૃત શરીરની પાછળ ચાલતી હોય છે એ પણ કઠોર સત્ય છે.
કેટલીક વાર માણસના ઘરમા ગ્રેનાઇટનું રસોડું બનાવી શકતો નથી પણ એના મૃત્યુ બાદ એની કબર પર ગ્રેનાઈટેની તખ્તી જરૂર જોવા મળે. આ પણ જીવનની બલિહારી છે . આતો એવું છે કે માણસ જિંદગીભર લિમો કારમાં બેસવાની શક્તિ ધરાવતો નથી પણ એના મૃત શરીરને લિમો કારમાં લઇ જવામાં આવે છે.
આનો અર્થ એમજ થાય છે કે માણસે જીવનના મૂલ્યો મૃત્યુ પહેલા જીવનમાં શીખવા જરૂરી છે. માણસે જન્મથી જ માણસાઈ કેળવવાની જરૂરિયાત છે .
છે એ પણ જીવનની કમનસીબી છે. કેટલાક લોકો શા માટે પાડોસીની સાથે સબંધ વિકસાવતા નથી?જીવનમાં ખરાબ વખતમાં પાડોશી જ સૌથી પહેલા કામ આવે છે. હાસ્યાપદ વાતતો એ છે કે ઘણીવાર મનુષ્ય મરણ બાદ વધારે ગુલાબો લોકોદ્વારા મેળવે છે .સમાજમાં માણસ જીવતો હોય છે ત્યારે બહુ ઓછા ઓળખ આપે છે, પરંતુ એના મરણ બાદ મોટર કારોની કતારો એના મૃત શરીરની પાછળ ચાલતી હોય છે એ પણ કઠોર સત્ય છે.
કેટલીક વાર માણસના ઘરમા ગ્રેનાઇટનું રસોડું બનાવી શકતો નથી પણ એના મૃત્યુ બાદ એની કબર પર ગ્રેનાઈટેની તખ્તી જરૂર જોવા મળે. આ પણ જીવનની બલિહારી છે . આતો એવું છે કે માણસ જિંદગીભર લિમો કારમાં બેસવાની શક્તિ ધરાવતો નથી પણ એના મૃત શરીરને લિમો કારમાં લઇ જવામાં આવે છે.
આનો અર્થ એમજ થાય છે કે માણસે જીવનના મૂલ્યો મૃત્યુ પહેલા જીવનમાં શીખવા જરૂરી છે. માણસે જન્મથી જ માણસાઈ કેળવવાની જરૂરિયાત છે .
**************************
No comments:
Post a Comment