સફળ જીવન
દરેક પોતાના જીવનમાં સફળતા અને નિસ્ફળતા વિષે વિચારતા હોય છે પરંતુ એકને માટે સફળતા એ કોઈક બીજા માટે નિસ્ફળતા બની રહે છે એટલા માટે સફળતા માટે કોઈ એવો કોઈ માપદંડ હોવો જોઈએ જે સામાન્ય લોકોને સ્વીકાર હોય. અમુક બાબતોને ધ્યાન રાખી માનવીના જીવનને મૂલવી શકાય છે.
જેમ કે માનવીના જન્મ બાદ એકવર્ષમાં જો એ ચાલવાનું શીખી લીધું હોય તે સારી વાત કહેવાય. બાળકો લાંબી ઉંમર સુધી એના પેન્ટમાં જ પીસાબ કરી નાખતા હોય છે પરંતુ જો કોઈ પણ બાળકને ૪ વર્ષની ઉંમરમાં એ પ્રકિયા પર અંકુશ આવી જાય તો એ એની એક સફળતા સમજી શકાય છે. કેટલાયે બાળકો ઘરની બહાર જાય પછી એના ઘરે પાછા આવવા માટે ફાંફાં મારવા પડે છે. ૮ વર્ષે એટલી આવડત આવી જાય તો બાળકની એ સફળતા ગણવી જોઈએ .
બાળ અવસ્થામાં ૧૨ વર્ષની કિશોરે ઉંમરે મિત્રો બનાવવાની કળા સફળતા માટે આવશ્યક છે અને ૧૮ વર્ષની ઉંમરે મોટર કાર ચલાવતા આવડવું જોઈએ અને એનું લાઇસન્સ પણ મેળવી લેવું જોઈએ .
૨૩ વર્ષની ઉંમરે સ્નાતક થઇ અને ૨૫ વર્ષની ઉંમરે જો કોઈ કમાવા માંડે તો એ એ સફળ જીવનની નિશાની છે. ૩૦ વર્ષની ઉંમરે જો કોઈ કુટુમ્બીક માણસ ન બને તો એ સારી નિશાની નથી . જીવનના સંગર્ષમાં ૪૫ વર્ષેની વયે પણ તમે યુવાન જ દેખાવા જોઈએ. તમારા પુત્રો અને પુત્રીઓ 50 વર્ષની વયે સારું શિક્ષણ લેતા હોવા જોઈએ . તમારી ફરજો પણ તમે ૫૫ વર્ષે સારી રીતે બજાવવી જોઈએ.
૬૦વર્ષે તમે કાર ચલાવતા હો અને ૬૫ વર્ષે કોઈ પણ રોગના ભોગ ન બન્યા હોય તો એજીવન માટે સારી નિશાની છે. ૭૦ વર્ષે તમે કોઈના પર બોજા રૂપ નહિ બનો, અને ૭૫ વર્ષે પણ મિત્રો સાથે આનંદ પ્રમોદ કરતા હોવું એ એક સફળ જીવનની નિશાની છે.
વધારે આનંદ જનક અને સુખદાયી ઘટના તો એ છે કે તમે ૮૦ વર્ષે પણ ઘર ભૂલ્યા સિવાય પાછા ફરી શકો છો . ૯૦ વર્ષની ઉંમરે તમેજો તમારી બધી જ ઇન્દ્રિયો પર કાબુ રાખી શકો અને જો કોઈની પણ મદદ વગર ચાલી શકો તો એ ખરેખર સફળ જીવનની નિશાની છે.
સામાન્ય માણસ માટે સફળ જીવનની એ બધી નિશાનીઓ છે.
***********************************