માનવીય સબંધો
માનવીય સબંધોને કોરોના આફતે વધારે નજદીક લાવી દીધા છે. માનવ સમાજ બેબસ બની અને ઘરના ચાર ખૂણામાં ગોંધાઈ રહેવાને મજબુર બન્યો છે. એમાંથી માનવ સબંધોનો નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. માતા પિતાનો પોતાના સંતાનો સાથેના સબંધો ગાઢ થવા માંડયા છે. પતિપત્નીના સબંધો વધારે વિકસાઈ રહયા છે. મિત્રતાના સબંધો વધારેને વધારે વિકસી રહયા છે. ઘરોમાં હવે વિવિધ વાનગીઓ બનાવી મિજબાની થવા માંડી છે. આમ માનવીય સંબંધોમાં સારી દિશામાં વળાંક આવ્યો છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છેકે ' જે થાય છે તે સારા માટે જ હોય છે.'
પરંતુ માનવીય સંબંધોને સમજવાની અને એને વિકસાવવાની પણ કળા છે . ઘણીવાર લોકો કૈક કહી નાખે છે અને પછી કહે છે ' એતો મજાક કરતો હતો .' પરંતુ એને સમજવા પ્રયત્નો કરવા જોઈએ .
કદાચ એનામાં શબ્દોમાં કોઈ સત્ય પણ છુપાયું હોય શકે છે. કોઈ કહેકે 'મને કોઈ ફરક પડતો નથી તો સમજવું જોઈકે એના કહેવા પાછળ કોઈ લાગણીઓ છુપાયેલી હોય છે .'
ઘણીવાર લોકો એલફેલ બોલીએને નાખે છે . અને સામે વાળા એને એમ કહીને ટાળી દે છે કે ' કઈ વાંધો નહિ '. પરંતુ એની પાછળ એક ગહન દર્દ છુપાયેલું હોય છે એને સમજવા પ્રયત્નો કરવા જોઈએ. ઘણા પોતાની જાતને બધાથી અલગ કરી દે તો સમજવું જરૂરી છે કે એ વ્યક્તિને સંબંધોની વધુ જરૂરત છે જે એની મદદ કરી શકે . માણસની ખામોશીની પાછળ કેટલીયે વેદનાનો દરિયો પડ્યો હોય છે .
બહાર બહુજ હસતા લોકો અંદરખાને બહુજ એકલા હોય છે. ઘણા માણસો બહાર બહુ મજબૂત દેખાતા હોય છે અને કદી રડતા પણ દેખાતા નથી પણ એવાજ લોકો અંદરથી બહુ કમજોરે હોય છે. એવા લોકોને બીજા સમજી સકતા નથી. જ્યારે કોઈ નાની નાની બાબતોમાં રડી પડતા હોય છે તે નાજુક હૃદયના હોય છે.
સંબંધોને તોડવા કરતા એમાં અંતર જાળવતા શીખવું જોઈએ. અને કોઈ પણ સંબંધને તોડતા પહેલા બે વાર વિચારવું જોઈએ. પોતાને જ પ્રશ્ન પૂછવો જોઈએકે કે આટલો વખત સબન્ધ શા માટે જાળવ્યો ? સબંધો તૂટે છે અહંમ કે પછી વહેમને કારણે જ .
આપણા નજદીકના સંબંધોમાં માણસે હાર માનવાની વૃત્તિ કેળવવી જોઈએ.
કારણકે બધા સબંધો બદલી શકાય છે પરંતુ લોહીના સબંધો બદલી શકાતા નથી.
ટૂંકમાં કોરોના જેવી આફતે માનવીને સબંધો સુધારવાની અને સમજવાની તકો આપી છે તેનો સદ્ઉપયોગ કરવો જોઈએ અને માનવીને સાચા અર્થમાં સમજવા પ્રયત્નો કરવા જોઈએ .
કદાચ આપણે કલ્પેલું સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવે.
*****************************************
No comments:
Post a Comment