અભિનેતા સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા
અભિનેતા સુશાંતસિંગના મૃત્યુની કહાની આજે ભારતમાં બહુજ ચર્ચાસ્પદ વાત બની ગઈ છે. એક બીજો પ્રશ્નતો એની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી સાથેના સબંધો અને એમાંથી ઉદ્ભવતા કેટલાક પ્રશ્નોએ તરખાટ મચાવી દીધો છે. લગ્નસંબંધો સિવાય બંનેની સમજૂતી પ્રમાણે સાથે રહેવાની પ્રથા જેને ઇંગ્લીશમાં ' લિવિંગ ઈન રિલેશનશિપની' પ્રથા પણ ચર્ચામાં આવી ચુકી છે. આજકાલ આ પ્રથા આધુનિક યુગમાં બહુજ પ્રચલિત બની ચુકી છે. પહેલા તો પશ્ચિમ સંસ્કૃતિમાં આવી અને હવે એ પ્રથા ભારત જેવા દેશમાં પણ પ્રચલિત થવા માંડી છે. એમાં લગ્નના બંધન સિવાય કોઈજાતની જવાબદારી વગર એકબીજાની મરજીથી બિન્દાસ જીવવાની છૂટ સમાન બની રહે છે.
સુશાંતસિંઘના મૃત્યુ બાદ આક્ષેપબાજીઓ ચાલી રહી છે. એમાં એનું મૃત્યુ આપઘાત છેકે પછી એનું ખૂન થયું છે? એવી વાતો પણ ચાલી રહી છે. સુશાંતસિંહ ના સબંધીઓ અને એના પિતાના કહેવા પ્રમાણે એની મિત્ર રીયા ચક્રવર્તીએ સુશાંતસિંઘના પૈસા વગે કરી દીધા હતા અને એને એના સગા સબંધીઓથી એને દૂર કરી દીધો હતો. એનાથી સુશાંતસિંઘને આપઘાત કરવા પ્રેયરાઓ હતો. એના માટે સુશાંતસિંઘના પિતાએ કેશ પણ નોંધાવ્યો છે . એ બાબતો અત્યારે પોલીસે તપાસ નીચે છે.
આ બધી બાબતોમાંથી ' લિવિંગ ઈન રિલેશનશિપ ' પ્રથા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એ પ્રથામાં સ્ત્રી અને પુરુષ બંન્ને ઘણુંખરું પુખ્ત વયના હોયછે . એથી એમાં લાગણીમાં તણાયા સિવાય બંન્ને બાજુએ પોતપોતાની માનસિક અને નાણાકીય બાબતો પર અંકુશ રાખવો જરૂરી છે નહિ તો એના ગંભીર પરિણામો આવી શકે છે. સુશાંતસિંઘનો મામલો એનો સચોટ દાખલો છે. જરૂરી એવો કાયદો પણ એ બાબતમાં લાવવો જરૂરી છે જેનાથી આજની અને ભવિષ્યની પેઢીને રક્ષણ મળી શકે. આજની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ આવા વધુને વધુ મામલાઓ ઉભા થવાની શક્યતા વધારી દે છે.
******************************
No comments:
Post a Comment