ફિલ્મ અભિનેતા હો તો આવા હો
કેટલાકને ભગવાનને કુદરતી ભેટ આપી હોય છે જેવોકે , દેખાવ, સુંદર અવાજ , વ્યક્તિવ, અને કુટુમ્બીક સગવડો પરંતુ કેટલાક એવા હોય છેકે પોતાનું જીવન ઝુપડપટ્ટી અને કબ્રસ્થાનથી શરુ કરી રૂપેરી દુનિયામાં પોતાનું સ્થાન સંગર્ષો, આવડત અને અથાગ મહેનતથી જમાવે છે. એમાંના એક હતા અભિનેતા અને સ્ક્રીપટ લેખક કાદરખાન. એમણે ૩૦૦ ફિલ્મોમાં કામ કર્યું અને એમાંથી ૨૫૦ ફિલ્મના સંવાદો લખ્યા હતા.
કેદારખાનાની જીવનકહાણી બહુજ કરુણમય હતી. મુસ્લિમ અફઘાન પિતા અને ભારતીય માતાના પુત્ર હતા પરંતુ માતા પિતાના લગ્ન જીવનમાં ભંગાણ થયું અને માટે પૂર્ણ લગ્ન કર્યા તે પણ કામયાબ ન નીવડ્યું અને કાદરખાનને માતા સાથે મુંબઈ ના કમાતી પુરા જેવા ખરાબ વિસ્તારમાં જીવન વિતાવવું પડ્યું. મા કાદરખાનને મસ્જીદે જવા સમજાવતી તો કાદરખાન કબ્રસ્થાનમાં પહોંચી જતા. કબ્રસ્થાનમાં તેઓ મૉટે મોટેથીસંવાદો બોલતા ત્યાંથી એમની ફિલ્મી કારકિર્દી શરુ થઇ એમ કહેવાય.
ગરીબીથી તંગ આવી કાદરખાને નોકરી શોધવા માંડી પણ મા એ કહ્યું નોકરીમાં થોડા પૈસા કમાઈ લઈશ પણ એથી તારી ગરીબી કદી દુરનહી થાય એના કરતા તું ભણવા માંડ . આમ માના પ્રોત્સાહનથી કાદરખાન આગળ વધ્યા અને એન્જિનિયર બન્યા. એના પિતા ઇસ્લામિક વિદ્વાન હતા. એમણે એને ધાર્મિક જ્ઞાન માટે પ્રોત્સાહિત કર્યા અને કાદરખાને ઇસ્લામિક સાહિત્ય અને અરેબિકમાં 'એમએ' કર્યું. આખરે તો એ લેખક જીવ હતા. કોલેજ વખતમાં એક કાર્યક્રમમાં એનો અભિનય જોઈને દિલીપકુમારે પણ એને સંવાદો લખવાની ઓફર કરેલી. એમની કારકિર્દી દરમિયાન એમણે અમિતાભ અને ગોવિંદાની ફિલ્મોમાં સંવાદો લખ્યા. અમિતાભને તે અમિતાભના નામથીજ બોલાવતા કારણકે એમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. પરંતુ એમની દોસ્તીમાં ભંગાણ પડ્યું જ્યારે એક નિર્માતાએ બધાને સૂચના આપીકે અમિતાભને સર કહીને બોલાવવા ત્યારે કાદરખાને એ સૂચનાનું ઉલ્લઘન કર્યું તો કેદારખાનને એની ફિલ્મ માંથી દૂર કરવામાં આવ્યા. આમ એ બંનેની મૈત્રી તૂટી ગઈ. ઝૂકવા કરતા સહન કરવું પસંદ કર્યું. એક વસ્તુતો સત્ય રહેશેકે અભિતાભની ઘણી ફિલ્મો કેદારખાનના સંવાદોને લીધે જ સફળતા પામી હતી.
કેદારખાન એટલા દેખાવડા ન હતા પરંતુ એમના અભિનય અને સંવાદોની બોલવાની અદા લોકોને પસંદ હતી. કાદરખાનના લખેલા ઘણા સંવાદો હજુ પણ લોકો યાદ કરે છે. એમના ફિલ્મો માટે લખેલા આ થોડા દાખલાઓ છે.
'દુઃખ જબ હમારી કહાની સુનતા હૈ , તો ખુદ ખુદ દુઃખી હો જાતા હૈ ' સંવાદોના
(બાપ નંબરી , બેટા દસ નંબરી )
' જીન્દગીમેં આદમી દોઇચ ટાઈમ ઇતના જલ્દી ભાગતા હૈ , ઓલિમ્પીકકા રેસ હો યા પોલીસકા કેસ હો '
(અમર, અકબર , એન્થની )
' મુહબ્બતકો સમજના હૈ તો પ્યારે ખુદ મુહબ્બત કર, કિનારેસે કભી અંદાઝ- એ - તુફાન નહી હોતા'
(હમ)
આ બતાવે છેકે ગમે તેવા વિષમ સંજોગોમાં પણ સોનુ તો ચમકે છે. કાદરખાનની કહાની કમાટીપુરાથી તે રૂપેરી ફિલ્મી દુનિયા સુધીની અદભુત કથા છે .
*********************************************
No comments:
Post a Comment