ઈશ્વર ક્યાં છે?
લોકો પોતાના પ્રશ્નો કે પછી કુદરતી આફતો સામે બેજાર થઇ જય છેને અને ઈશ્વરને શરણે પહોંચી જાય છે. એના પર કેટલાક કવિઓએ ઈશ્વરના ભજનો, અને સ્તુતિઓ રચી છે. પરંતુ ઈશ્વરના દર્શન બહુ ઓછા કરી શકે છે. લોકો સાધુઓ. સંતો અને ગુરુઓના ચરણોમાં બેસી ઈશ્વરને મળવાની પ્રતીક્ષામાં બેસી જાય છે. ઈશ્વરની શોધતો દરેકે પોતાનીરીતે જ કરવી પડે છે. ઈશ્વરતો જાણે એક પ્રત્યક્ષ વસ્તુ ન હોય એમ દરેક માનવી એની શોધ મંદિર મસ્જિદ , ગિરિજાગ્રહ અને ગુરુદ્વારામાં શોધ્યા જ કરે છે. એક ગીતકારે પ્રખ્યાત ગાયનમાં લખી નાખ્યું છેકે ' દરશન દો ધનશ્યામ --- મંદિર મંદિર મુરત તેરી પણ ન દેખી સુરત તેરી , યુગ બીતે પર મિલને આયે પ્રુરણવાસી રે ' એમાંથી ઈશ્વર શોધનો અનોખો આનંદ મળે છે પરંતુ જે રૂપમાં ઈશ્વરને મનુષ્ય જોવા માંગે એમાં એના દર્શન થતા નથી. આથી ઈશ્વરને કોઈ કાલ્પનિક રૂપમાં જોવાની પ્રવૃત્તિ કોઈ અર્થ છે ખરો?
એક વસ્તુ જરૂર છે કે દરેક ચેતનમાં ઈશ્વરના એક સ્વરૂપનું દર્શન કરવાથી એક અનોખો આનંદ મળે છે . ભગવાન કૃષ્ણે અર્જુનને વિનંતીને માન આપી પોતાના મુખમાં અખંડ પૃથ્વીનો જીવંત ગોળો જ બતાવ્યો હતો. એટલે કે' દરેક જીવંત વસ્તુઓમાં હું છું.'
એનાથી પ્રેરિત થઈને -
હરિ તને દેખું ---
હરિ તને દેખું હર ચેતનમાં
હર પળ એક નયા રૂપમાં
વાયુના સુસવાટે તારો સંચાર છે
વીજળીના ઝબકારે તું તો દેખાય છે
હરિ તને દેખું-
હિમ શિખરોના સૌંદર્યમાં તું
વહેતા ઝરણાના સંગીતમાં તું
કદી સામે આવે દરિદ્ર નારાયણના રૂપમાં
તો કદી દેખું પીડાતા માનવોમાં
હરિ તને દેખું ---
જીવનભર શોધતો રહ્યો સારા જગમાં
જયારે તું બેઠૉતો મારા અંતરમાં
હરિ તને દેખું ---
ભારત દેશાઇ
( આ કવિતા અમેરિકામાંથી પ્રસિદ્ધ થતા ' ગુજરાતી ડાઈજેસ્ટમાં પણ પ્રસિદ્ધ થઇ ચુકી છે.)
' આથી ઈશ્વર સર્વત્રછે.' એમ ગુરુ નાનકે પણ કહ્યું છે ફક્ત એને ઓળખવાની દ્રષ્ટિ કેળવવાની જરૂરત છે.
***********************************
No comments:
Post a Comment