લાબું અને સુખી જીવન
આપણા ઋષિ મુનિઓ વેદિક વખતે જીવનમાં સદીઓ ફટકારી જતા એવા દાખલાઓ છે. પરંતુ એમના જીવનનો અભિગમ બહુજ ઉચ્ચ કોટિનો હતો . એમનું જીવન નિયમિત, સાદો અને શુદ્ધ ખોરાક, સતત લોકઉપયોગી જીવન , સાથે આધ્યાત્મિક જીવન પણ જીવતા. એમાંથી લોકોને પણ લાબું જીવવાની પ્રેરણા મળતી રહેતી. પરંતુ ધીમે ધીમે એ બધું પ્રગતિમય જીવનને નામે છોડી દેવાયુંકે ભુલાય ગયું . એથી જીવનની દોરી પણ ઓછી થવા માંડી. તે છતાં આજે પણ જાપાન જેવા દેશો છે જ્યા ૧૦૦ વર્ષની વયના સેંકડો માણસો મળી આવે છે જેઓ તંદુરસ્ત , સુખી , લાબું જીવન જીવે છે .
જાપાન બહુ નેનો દેશ છે પરંતુ આર્થિક રીતે દુનિયામાં બહુ સધ્ધર દેશ છે. જાપાનમાં ઓકિનાવા શહેરમાં કેટલાએ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો તંદુરસ્ત, સુખી અને આનંદમય જીવન જીવે છે. એને માટે એમનો સકારાત્મક જીવન જીવવાની કળા જવાબદાર છે.
ઓકિનાવા શહેરમાં દરેક ૧૦૦ નાગરિકોમાંથી ૨૪ નાગરિકો ૧૦૦ વર્ષથી વધુ વયના છે. તેઓની લાંબી વયનું કારણ સીધું સાદું જીવન અને સાદો ખોરાક છે. તેઓ હસમુખ જીવન જીવે છે અને મિત્રો સાથે પ્રેમ અને લાગણીમય સબંધો સાથે આનંદમય જીવન વિતાવે છે . તેઓ વહેલી સવારે બહાર નીકળી જાયછે અને પુત્રો, સગા સબંધીઓ સાથે આનંદ માણે છે. જીવનમાં ચિંતાને દૂર રાખે છે જેથી એમના જીવનને અસર થતી નથી. પોતાની જાતને લોકસેવામાં પરોવી દે છે .
તેઓ પોતાને આવડતું અને ગમતું કામ કરતા રહે છે. તેઓ સતત કાર્યશીલ રહે છે. માણસ નો ખાવામાં પણ સંયમરાખી ૮૦% જેટલી જ ભૂખને સંતોષે છે. સાથે જરૂરી કસરતો પણ કરતા રહે છે. તેઓ માનસિક તણાવ રહે એવી પ્રવૃતિઓથી દૂર રહે છે. ધ્યાન કરી આધ્યાત્મિકતાનો વધારો કરે છે. તેઓ વધારેને વધારે કુદરતને માણી યુવાનીનો આનંદ માણે છે. કારણકે યુવાની અને વૃદ્ધાવસ્થામાં બહુ ફરક નથી . એતો મનુષ્યની માનસીક સ્થિતિ છે. નાની નાની વસ્તુઓનો ત્યાગ કરીને જ જીવનની દરેક પણ માણી શકાય છે. ટૂંકમાં વૃદ્ધાવસ્થા અને માણસની જીવનદોરી વચ્ચે મનુષ્યનો અભિગમ જ અગત્યનો ભાગ ભજવે છે.
આથી જાપાનીસોની લાંબી વય તેમના જીવન પ્રત્યેના સાકરાત્મક અભિગમને જ આભારી છે . એને અપનાવીને કોઈપણ લાબું, તંદુરસ્ત અને આનંદમય જીવન વિતાવી શકે છે.
**************************************
No comments:
Post a Comment