વિચિત્ર જુગલબંધી
દુનિયામાં સ્વાર્થ એવી વસ્તુ છે કે બે વિરુદ્ધ ધર્મ અને વિચારધારા ધરાવતા બે દેશીને પણ સાથે લાવી દે છે. રશિયાની પુતિનની સરમુખત્યારી તરફ વધી રહેલી સરકાર એના મુખ્ય વિરોધી નવલનીને ઝેર આપવાનો અને એને જેલમાં નાખી દેવાનો આરોપો છે. અને યુરોપીઓન યુનિયને રશિયન જુલમી નીતિને નીતિની વખોડી કાઢી છેત્યારે એનાજ એક સભ્ય તુર્કી અત્યારે એ બાબતમાં શાંત છે અનેરશિયા સાથે મૈત્રી વધારી રહયા છે એ એક વિચિત્ર બાબત છે. તુર્કીના પ્રેસિડેન્ટ ધર્માન્ધ મુસ્લિમ સુરમુખ્યતાર છે જયારે પુતિન ખ્રિસ્તી રાજ્ય રુશના સરમુખત્યાર છે. એટલે એ દોસ્તી કજોડી બની ગઈ છે. સરમુખત્યારી વૃત્તિ જ બે વચ્ચે સામાન્ય છે.
એમની દોસ્તી પાછળ અનેક રાજકીય કારણો છે. ઇતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બંનેના સામ્રાજ્યો પરિવર્તનની ક્રાંતિને કારણે નાશ થયો હતો . રશિયાની સામ્યવાદી ક્રાંતિ અને તુર્કમાન સામ્રાજ્યનું પતન પણ ક્રાન્તિઓને આભારી હતી. આ ઇતિહાસિક વાત પણ સામાન્ય છે. થોડા વખત પહેલા રશિયા અને તુર્કી, ક્રિમીઆ અને એઝેરબૈજાન વચ્ચેની લડાઈમાં એક બીજા સામે હતા. પરંતુ એ લડાઈનો અંત પણ તુર્કી અને રુસની સમજૂતી થયો. એમાં રૂસને નાગોરનો ખરાબખ પ્રદેશનો કબ્જો મળ્યો અને તુર્કીને દક્ષિણ કૌકાસુસનો આર્થિક કબજો મળ્યો. કહેવાનું એમકે પોતાના સ્વાર્થમાટે મુસ્લિમ ધર્માન્ધ દેશ ક્રિશ્ચન દેશ સાથે પણ સમજૂતી કરી શકે છે. અને દુનિયાના લોકમતને ઠોકર મારી શકે છે પોતાની નીતિ સાથે પણ બાંધછોડ કરી શકે છે.
પુતિન પણ તુર્કીના પ્રેસિડેન્ટના વખાણ કરતા થાકતા નથી કારણકે તુર્કીએ રશિયા પાસેથી મિલિટરી શસ્ત્રો મોટા પ્રમાણમાં ખરીદ્યા છે. અને જયારે તુર્કીમાં બળવો થયો ત્યારે પણ પુતિને હોશયારી પૂર્વક તુર્કી પ્રેસિડેન્ટને ટેકો આપ્યો હતો. આજ તુર્કીએ એની સેક્યુલર નીતિ બદલીને ઇસ્લામિક નીતિ અપનાવી છે. ધર્મને નામે કાશ્મીરના પ્રશ્ન પર પાકિસ્તાનને ટેકો આપે છે એમાં ચીન સિવાય બીજા કોઈ પણ દેશનો આજે પાકિસ્તાનને ટેકો નથી.
ધર્મને તો રાજકીય સ્વાર્થ માટેજ ઉપયોગ થાય છે. પરંતુ વખત આવે તો ધર્મની પણ ઐસી તેસી કરી નાખવામાં રીઢા રાજકારણીઓ પાવરધા હોય છે . બાકી રશિયા અને તુર્કી વચ્ચે આજે સરહદો સિવાય કઈ પણ સામાન્ય નથી.
**********************************