મિત્રતા
મિત્રતા એક એવો સબંધ છેકે જે ઘણીવાર લોહી સબંધો કરતા પણ વધુ ઉપયોગી બની રહે છે. જે વાતો તમે અગંત માણસોને નહિ કહી શકો તે મિત્ર સાથે ચર્ચી શકો છો. એટલા માટે કહેવાય છે કે સારો મિત્રો મળવા એ એક સારું નસીબ જ હોય છે.
સાચા મિત્રો એક બીજા સાથે લડીને પણ એક જ રહે છે. એમાં કોઈ દરજ્જાનો સવાલ ઉભો થતો નથી. એમાં અહમને કોઈ સ્થાન નથી. ઈર્ષા જેવી કોઈ ચીજ હોતી નથી. એજ પરમ મિત્રતાની નિશાનીઓ છે.
શાળાના અને કોલેજના મિત્રો સાથેની મિત્રતા ઘણીવાર અતૂટ હોય છે કારણકે એ નિઃસ્વાર્થી વધુ હોય છે. ધંધાકીય મિત્રો પણ હોય છે . પરંતુ તેઓ ત્રણ જાતના હોયછે . એવી મિત્રતામાં ઘણીવાર મિત્રો એકબીજાનો ઉપયોગ કરવા માટે હોય છે. જયારે કેટલીક મિત્રતા સમય પસાર કરવા માટે જ હોય છે. મૂળમાં એમાં ઘણુંકરીને ગુણોની ઉણપ હોય છે.
મિત્રો હંમેશા શુભેચ્છક અને મિત્રતા માટે બલિદાનની ભાવનાવાળા હોવા જોઈએ અને વિકટ સમયમાં અણગમી પણ સાચી સલાહ આપે એવા હોવા જોઈએ . ઘણીવાર મિત્ર પાસેની વધુ પડતી અપેક્ષાઓ રાખવાથી મિત્રતામાં તડ પડે છે. ઘણા એમાં મિત્રની દગાખોરી અને વિશ્વાસઘાત માની લે છે.
ચિંતક મોન્ટેન કહે છે કે ' સારો મિત્ર એ એક આધ્યાત્મિક ભેટ છે ' ટૂંકમાં સારો મિત્ર એ પ્રભુની દેણ હોય છે.
*******************************
No comments:
Post a Comment