ભારતથી અમેરિકા
ભારતથી અમેરિકાની સફર બહુ રસપ્રદ હતું. લોકો વિમાન મુસાફરીમાં માસ્ક પહેરવાનું ચાલુ રાખતા હતા. એકબીજાની સાથે વાતચીત કરવાનું પણ બહુ ઓછું રાખતા હતા એ કોરોના દૈત્યનું કામ હતું. દિલ્હીથી સાનફ્રાન્સીસકોની વિમાની પ્રવાસ ૧૬ કલાકથી વધારે છે . એટલે લોકોના મોઢા પર વાતચીતના અભાવને કારણે તણાવ પણ દેખાતો હતો. સીટ પર લાંબો વખત સુધી માસ્ક પહેરી બેસી રહેવાથી બેચેની વધે એ પણ સ્વાભાવિક છે.
વિમાની સેવામાં પણ કાપ મુકવામાં આવ્યો હતો એટલેકે ઓછામાં ઓછી સેવાઓ આપવામાં આવતી હતી. ખાવામાં નિયમિત આપવામાં આવતી ડીશો આપવામાં આવતી હતી પરંતુ પીણાઓમાં કાપ મુકવામાં આવ્યો હોય જણાતું હતું. વિડિઓ સેવાઓ પણ બંધ હતી. એટલે વખત પસાર કરવો વધુ અઘરો બનતો હતો .
ભારત સરકારની' વંદે માતરમ' નામ હેઠળ ચાલતી એ એર ઇન્ડિયાની વિમાની સેવા હતી. એમાં લોકોને ભારતથી અમેરિકા સલામતી રીતે કોરોના કાળમાં પહોંચાડવાની વ્યવસ્થા હતી. જેમાં પ્રવાસ દરમિયાન મનોરંજનનનો અભાવ હતો. એથી એ પ્રવાસ દરેક પ્રવાસી માટે કોરોના કાળમાં નીરસ અને થાક સમાન નીકળ્યો હોય તો નવાઈ નહિ. એમાં પાછો જેટ લેગ લાગે તે જુદું.
ભારતથી અમેરિકાના વાતાવરણમાં આવવું એટલે ઘણી વાર ઘોંઘાટમાંથી શાંતિ જેવું વાતાવરણમાં આવવા જેવું છે. એમાં આ નીચેની કવિતા સાથ પુરાવે છે.
પરમ શાંતિમાં --
ક્યાં ગયો વિવિધ અવાજોનો કોલાહલ
મોટર સાઇકાલના બુલંદ ઘોંગાટઑ,
રીક્ષાઓના એક સરખા રાગના સંગીતો
ફેરિયાઓની મોટી મોટી બાંગો
તો રાતના અંધારામાં કૂતરાઓનું કરુણ રુદન
પણ અહીએ છે પરમ શાંતિ છે.
અહીં ન લોકોના કોઈ નાદ ,
ન જાનવરોના કોઈ રુદન
વહાનોના ના કોઈ કર્કશ અવાજો
એટલે અહીં પરમ શાંતિ છે.
અહીં બાજુમાં કોઈ રહે છે એની ખબર નથી
રસ્તા પહોળા અને સુમસાન છે.
તપ કરવા જેવું વાતાવરણ છે.
હૃદયને પરમ આનંદ આપે એવી શાંતિ છે.
ભારત દેસાઈ.
*********************************
No comments:
Post a Comment