આલ્બર્ટ આઈન્સ્ટાઈન
આલ્બર્ટ આઈન્સ્ટાઈન મહાન વિજ્ઞાનિક હતા પણ ઘણા ધૂની હતા. આથી ઘણી વખત તેમને વિચારમાંને વિચારમાં યાદ ભ્રમ થઇ જતો . તેમનું વર્તન ઘણી વાર વિચિત્ર થઇ જતું. વિચિત્ર લોકોએજ આ દુનિયામાં નવા નવા સર્જનો કર્યા છે. આઈન્સ્ટાઈન પણ એવું જ વ્યક્તિત્વ ધરાવતા હતા.
અગત્યના સભારંભોમાં પણ તેઓ લગરવગર કપડાં પહેરીને જતા. એમના પત્ની એમને હંમેશા ટોકતા રહેતા પણ તેઓ કહેતા' ત્યાં મને બધા ઓળખે છે એટલે કપડાં બહુ અગત્યના નથી.' ઘણીવાર મોટા વિજ્ઞાનિક સંમેલનોમાં તેઓ ટીપટોપ બની જતા નહિ અને કહેતા 'ત્યાં મને કોણ ઓળખે છે' ?
તેમનો રેલેટીવીટીનો સિદ્ધાંત સમજાવવાની અનોખી રીત હતી. તેઓ કહેતા કોઈ સુંદર સ્ત્રી સાથે એક કલાક બેસવું જાણે એક મિનિટ બેઠા જેવું લાગે. એજ રેલેટીવીટી છે. તમે તમારો હાથ ગરમ સ્ટવ પર એક મિનિટ માટે મૂકોતો તો જાણે તમે એ હાથ એક કલાક મુક્યો હોય એમ લાગે . આવી રીતે તેઓ રેલટીવીટી સિદ્ધાંત સમજાવતા.
એકવાર આઈન્સ્ટાઈન ટેક્સીમાં જતા હતા પરંતુ તેઓ એમનું સરનામું જ ભૂલી ગયા . એમણે ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું ' તને આઈન્સ્ટાઈન ક્યાં રહે છે એની ખબર છે'? 'બધાજ એમને ઓળખે છે. એટલે પ્રિન્સ્ટનમાં બધાને ખબરછે એ ક્યાં રહે છે. તમારે એમને મળવું છે?' ડ્રાઈવરે સવાલ કર્યો . ઈન્સ્ટાઇને કહ્યું ' હુંજ ઈન્સ્ટાઇન છું. હું મારા ઘરનું સરનામું ભૂલી ગયો છું . તું મને મારે ઘરે લઇ જા. ' ટેક્સી ડ્રાઈવર ઈન્સ્ટાઇનને એને ઘરે લઇ તો ગયો પણ એમની પાસે ટેક્ષીનું ભાડું પણ ન લીધું.
એકવાર આઈન્સ્ટાઈન ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ટિકિટ ચેકર આવ્યો . આઈન્સ્ટાઈન શોધવા પોતાના ખીસા ફમ્ફોળવા માંડ્યા. ટિકિટ ચેકરે કહ્યું 'કઈ વાંધો નહિ. હું તમને ઓળખું છું. તમે કોણ છો. મને ખાતરી છે કે તમે ટિકિટ લીધી જ હશે. ' આઇન્સ્ટાઇને કહ્યું ' મને ખબરછે હું કોણ છું. પરંતુ મને એ ખબર નથી હું ક્યાં જઈ રહ્યો છું.' આવા ભુલકણા હતા મહાન વિજ્ઞાનિક !
એકવાર આઈન્સ્ટાઈન અમેરિકાના મહાન કલાકાર ચાર્લી ચેપ્લિન સાથે મુલાકાત થઇ તો આઇન્સ્ટાઇને ચાર્લી ચેપ્લિન ને કહ્યું 'તમારી કલાની આખી દુનિયા કદર કરે છે અને તમે એક શબ્દ પણ ન કહો તો પણ દુનિયા સમજી જાય છે . મને તમારે માટે ગર્વ છે. ' ચાર્લી ચૅપ્લિને એનો સુંદર જવાબ આપ્યો હતો. 'તમારી વાત સાચી છે. પરંતુ તમારી કિર્તી એના કરતા પણ મહાન છે. દુનિયા તમને આદરથી જુએ છે તે છતાં કે ઘણી બાબતમાં તે તમને સમજી શક્તિ નથી. '
ટૂંકમાં મહાન માણસો ધૂની , ભુલકણા અને વિચિત્ર હોય છે પરંતુ એવા જ માણસો દુનિયામાં નવી વસ્તુઓનું સર્જન કરતા હોય છે.
*********************************
No comments:
Post a Comment