Saturday, April 10, 2021

 


માનવીની માનસિકતા  

                                                            માણસની વ્યથાઓનું  કારણ માનસિક હોય છે.  એને  માણસની  ઉંમર સાથે પણ સબંધ હોય છે .

                                       જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે તેમ તેમ  લોકોને મળવાનું ઓછું થાય છે અને એની માનસિક સ્થિતિ  એવી કક્ષાએ પહોંચે છે કે  એને બહુ ઓછા લોકોમાં વિશ્વાસ કરે છે. 

                                       માનવી સંબંધોમાં પણ જો તમે એના નામથી બોલાવોતો  તમારા સબન્ધો વધુ ગાઢ બને અને સબંધો સુધરે. આમાં પણ માનવીની મનોવૃત્તિ  વધુ કામ કરે છે.

                                          કેટલાકની માનસિક સ્થિતિ એવી હોય છે કે  ફક્ત કોફીની સુગંધથી એની તંગ અવસ્થા દૂર થઇ જાય છે. એ પણ એક આશ્ચર્યની  વાત છે.

                                          માણસ ઘણીવાર ખોટા અને કલ્પિત વિચારો કરે જાયછે.  જે પ્રશ્નો  છે જ નહિ  એના વિષે વિચારો કરે જાય છે. એનાથી તે માનસિક  ડિપ્રેશનમાં  સરી પડે છે.

                                           જેની  ચિંતા કરતા હોય  અને એના તરફથી અચાનક કોઈ સંદેશો આવે તો  એની સારી અસર એ ચિંતિત  માનવીના શરીર પર થાય છે. અને એની માનસિક સ્થિતે તરત સુધરી જાય છે.



                                             જે લોકો જલદીથી બીજા સાથે  વાત વાતમાં  સંકોચ અનુભવે છે  એવા લોકો એના મિત્રોને વધારે વફાદાર હોયછે. તેઓ મિત્રોની લાગણીને ચોટ લગાવવા માંગતા નથી. એ પણ એક સકારત્મક માનસિક અવસ્થા છે. 

                                            સ્ત્રીઓ જેને વધારે પ્રેમ કરે છે એની સાથે સૌથી વધારે દલીલો કરે છે.આ પણ સ્ત્રીઓની માનસિક વૃત્તિનો એક નમૂનો છે. એટલા માટે જ કહેવાય છે કે સ્ત્રીને સમજવી મુશ્કેલ છે.



                                              ઘણા એક બીજા તરફ આકર્ષાય છે કારણકે તેમના શોખ સરખા હોય છે.  જેમકે સંગીતકારો, નૃત્યકારો  લેખકો,  ચિત્રકારો અને સરખા વિચારધારા ધરાવતા   લોકો એક બીજાના સારા મિત્રો બની રહે છે. એ પણ એક સરખા ઉત્પન્ન થતા  માનસિક  મોજાઓને આભારી હોય છે.

                                               આથી બધી જ  માનસિક વ્યથા પાછળ માણસની માનસિકતા જવાબદાર હોય છે.

                                          ***************************************   

 


                                             

No comments:

Post a Comment