કોરોના અને ઊંડો શ્વાસ
કોરોના એ અત્યારે કાળોકેર વર્તાવ્યો છે. એમાં શ્વાસોશ્વાસ અને કોરોના મૃત્યુને સીધો સબંધ છે. કોરોના ફેફસાને નબળા કરી નાખે છે અને એના ભોગ બનેલા વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થાય છે . અને પછી બધી જાતની માવજત આપ્યા છતાં ઘણીવારવ્યક્તિનું મૃત્યુ થાય છે. ટૂંકમાં ફેફસા જો મજબૂત હોય અને શરીરને શ્વાસોશ્વાસ દ્વારા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો રહેતો હોય તો વ્યક્તિની રોગ સામે સામનો કરવાની શક્તિ વધી જાય છે. આથી શ્વાસોશ્વાસની પદ્ધતિ સુધારવાથી કોરોના જેવા વાઇરસનો મજબૂત સામનો શરીર કરી શકે છે.
ફેફસાને સુધારવા માટે ઊંડા શ્વાસ લેવાની જરૂરિયાત હોય છે. કહેવાય છે કે ' ઘણીવાર જીવનના સંગર્ષમાં માણસને શ્વાસ લેવાની પણ ફૂરસત નથી હોતી ' એજ જીવન માટે ભયજનક બની રહે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બીલ ક્લિન્ટનને એના તબીબે સલાહ આપી હતી કે' જયારે વખત મળે ત્યારે પાંચ મિનિટ માટે ઊંડા શ્વાસ લેવા જે તેમની તંદુરસ્તી જાળવવામાં મદદ કરશે . ' આથી ઊંડા શ્વાસો લેવાથી એક નહિ ઘણા ફાયદા છે.
ઊંડા શ્વાસો શરીરના ઝેરી પદાર્થોનો નાશ કરી એને બહાર ફેકી દે છે. અને લાંબેગાળે માણસની કાર્યકુશળતા વધારી દે છે . એ શરીરમાં ઓક્સીજનનનું પ્રમાણ વધારે છે . શરીરમાં ટૉક્સિકનું પ્રમાણ ઓછું કરી તંદુરસ્તી વધારે છે. ઊંડા શ્વાસો સારા હાર્મોનસોમાં વધારો કરી શરીરમાં થતા નૈસર્ગીક દુઃખાવોને ઓછા કરી નાખે છે.
ઊંડા શ્વાશોશ્વાસને લીધે તણાવ પણ ઓછો થાય છે. એ કોલોસ્ટ્રોલ ઓછો કરે છે અને હૃદયના ધબકારા પણ ધીમા કરે છે. ઊંડા શ્વાસો લેવાથી લોહીનું સર્ક્યુલેશન વધે છે જે લોહીના ઝેરી પદાર્થોને બહાર ફેકી દે છે. એ સારી ઊંઘમાં વધારો કરે છે જે ભયાનક રોગોનો સામનો કરવાની શક્તિ આપે છે.
કોરોના સામેના જંગમાં પણ ઊંડા શ્વાસોશ્વાસ લેવાની ક્રિયા બહુજ મદદ રૂપ બની રહે છે.
*************************