'વણસતું વાતાવરણ ' અને વિજ્ઞાનનો અંકુશ?
વાતાવરણમાં આવતા બદલાવને ' પ્રદુષિત હવાને ' દોષિત ગણવામાં આવેછે. એ આધુનિક જગતમાં ઘણો જ ચર્ચાસ્પદ વિષય બની રહ્યો છે. આથી ઉદ્યાગોથી પ્રદુષિત થતું વાતાવરણને અટકાવવા દુનિયાના સર્વો દેશોએ સહમતી સાધી છે. એના અનુસંધાનમાં પેરિસ કરાર પણ કરવામાં આવ્યા છે. ઉદ્યોગો જે કાર્બન બહાર ઓકે છે એ વાતાવરણને વધુને વધુ પ્રદુષિત કરતુ જાય છે.આથી કોલસાને બદલે બીજી કોઈ સાધનથી ઉદ્યોગો ચલાવવા માટે પ્રયત્નો થઇ રહયા છે. એમાં સૂર્ય શક્તિ અને વાયુ શક્તિ નો ઉપયોગ વિજ્ઞાનિકોએ શરુ કર્યો છે. એમાં હાઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ હવે થવા માંડ્યો છે.
ગૂગલના વડા સુંદર પીચાઈ કહેછે કે વાતાવરણના બદલાવને નિયમનમાં લાવવા માટે હવે કોમ્પ્યુટોર ટેકનોલોજી અગત્યનો ભાગ ભજવશે . કાર્બન રહિત વાતાવરણને બનાવવામાં યુરોપે સારા પ્રયત્નો શરુ કરી દીધા છે. કોલસાથી ઉત્પન્ન થતી ઇલેકટ્રીસિટી એનર્જીને બદલે સૂર્ય અને પવન એનર્જીનો ઉપયોગ શરુ કરી દેવામાં આવ્યો છે.
એમાં 'હાઈ ટેક્નોલોજી' હવે સૂર્ય અને પવનમાંથી ઉત્પન્ન થતી એનર્જીની કિંમતમાં ૭૦%થી તે ૮૦% ઘટાડો લાવવાના પ્રયત્નો કરી રહી છે. એને સારી રીતે સંગ્રહ કરવાના પ્રયત્ન દવારા અને એનો બગાડ ઓછો થાય એવી શોધો કરવા પ્રયત્નો કરી રહી છે. ' હાઈ ટેક 'જે એનેર્જી વાપરી રહી છે એમાં ૩૦% એનેર્જી ઓછી વપરાય એવા સાધનો શોધ્યા છે. આજ વસ્તુનો ઉપયોગ એરપોર્ટ , વ્યાપારી સ્થળો અને મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સમાં થઇ શકશે . એમાં 'આટ્રીફિશ્યિલ ઇન્ટેલલિજન્સ' વિજ્ઞાનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભવિષ્યમાં 'હાઈ ટેક' સેટેલાઇટ દ્વારા ગહન કાર્બન ફેકતા સ્થળોને શોધી એને દૂર કરવાની કાર્યવાહીમાં મદદ રૂપ થશે. જે કાર્બન એમિશનને દૂર કરવામાં વધારે મદદરૂપ થશે . 'હાઈ ટેક ' બદલતા વાતાવરણ અને એનાથી માનવજાત પર થતી અસર વિષે પણ માર્ગદર્શન આપી શકશે .
સેટેલાઇટ માહિતી વડે જંગલોની 'આગો' એના પ્રસારણોના વિસ્તારો અને એની કેટલાએ વિસ્તારોમા વધુ પ્રસારણોની આગાહી 'હાઈ ટેક ' કરી શકાશે. તે ઉપરાંત નદીઓમાં પૂર ક્યારે અને કેટલું પાણી આવશે એની માહિતી એકટી શકશે. એનાથી વખતસર પગલાં લેવાથી નુકસાનને ઓછું કરવામાં મદદ રૂપ થશે. 'આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સની' મદદ વડે ક્યારે અને કેટલો વરસાદ થશે એ જાણી શકાશે. જે સામાન્ય હવામાન જાહેરાત કરતા વધારે સાચી હશે. 'હાઈ ટેક' માને છેકે ૧૦૦% કાર્બન રહિત એનેર્જી શક્ય છે. અને આર્થિક દ્રષ્ટિએ પણ એને સસ્તી પુરી પાડી શકાય છે.
મૂળમાં દુનિયાની સામે દરેક યુગમાં કોઈને કોઈ ચુનોતી આવતી જ હોય છે. એમાં આ યુગની મોટામાં મોટી ચુનોતી 'વાતાવરણ બદલાવનો 'છે જેનો સામનો લોકો અને સરકારોના સહકારથી સફળતા પૂર્વક કરી શકાય છે.
********************************
No comments:
Post a Comment