મમતા બેનરજી
તાજેતરના પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામોએ મમતા બેનરજીની 'ટીએમસી' ને બહુમતી આપી છે. આ વખતે મુખ્ય ટક્કર 'બીજેપી' અને ટીએમસી' વચ્ચે જ હતી. 'બીજેપી' પોતાની બધી શક્તિ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી હતી પરંતુ મમતા બેનરજીએ એનો સામનો કરી જીત મેળવી લીધી.
મમતા બેનરજીને બંગાળની સિંહણ તરીકે આલેખવામાં આવે છે. એમની રાજકીય કારકિર્દી હંમેશા સંગર્ષમય રહી છે અને અત્યાર સુધી એમાં એમણે સફળતા મેળવી છે. પહેલા એમનો સંગર્ષ કોંગ્રેસ સામે અને પછી કૉમ્યૂનિસ્ટ સામે હતો . એ બંને સામે એમણે સફળતા મેળવી હતી . બીજેપી સામેનો વિજય એ એમનો આખરી વિજય છે.
મમતા એના ગરમ મિજાજ માટે જાણીતા છે પરંતુ લોકોની નાળને બરાબર પારખી શકે છે. ટાટાની 'નેનો કાર પ્રોજેક્ટ' સામે લોકોનો રોષ પારખીને એમણે આગેવાની લીધી અને એમાં પણ સફળતા મેળવી હતી. તેઓ પોતાના મંતવ્ય સામે કોઈની પણ શરમ રાખતા નથી. તે છતાં એમની લોકપ્રિયતા પાછળ શું રહસ્ય છે એ જાણવું આવશ્યક છે.
મમતાએ સંસદ તરીકેનું પેંશન અને મુખ્ય પ્રધાનનો રૂપિયા ૧૦૦૦૦૦/- પગાર પણ લીધો નથી. તેઓ બહુ સાદાઈથે જીવન જીવે છે. ઘણે ભાગે તેઓ સામાન્ય ચંપલ પહેરીને ફરે છે. તેઓ સામાન્ય સાળી પહેરીને જ લોકોમાં રહે છે. તેઓ ઇકોનોમિક ક્લાસમાં જ મુસાફરી કરે છે. સરકારી કારને બદલે પોતાની કારનો જ ઉપયોગ કરે છે. તેઓ રાજ્યના પ્રવાસ દરમ્યાન સરકારી ગેસ્ટ હાઉસનું ભાડું પોતાના પૈસામાથી આપે છે . ચાના પૈસા પણ આપવાનું ચુકતા નથી. આજ એમની લોકપ્રિયતાનું રહસ્ય છે. લોકોને એમની સાદગી અને નાણાકીય પ્રામણિકતા ગમે છે.
તેઓ નિપુણ રાજકારણી છે અને એમના રાજકીય હરીફોને એમની ભાષામાં જ જવાબ આપે છે. એ પણ એમની સફળતાનું એક કારણ છે.
મમતા બેનરજી બહુજ વિવિધતા ભર્યું વ્યક્તિત્વ ધરાવે છે . તેઓ પ્રખ્યાત લેખક , સંગીતકાર અને ચિત્રકાર પણ છે. તેમણે ૬૨ લોકપ્રિય પુસ્તકો લખ્યા છે. તેમણે કેટલાએ ગીતો લખ્યા છે અને એનું સંગીત પણ આપ્યું છે. મમતાજીના દોરેલા ચિત્રો પણ લોકપ્રિય બન્યા છે અને સારા ભાવે વેચાય છે.
એકવાર પત્રકારોએ એમણે પૂછ્યું હતું કે એમનું જીવન કેવી રીતે ચાલે છે? એની સ્પષ્ટતા કરતા એમણે કહ્યું કે' મને મારા પુસ્તકોની ૧૨ લાખ રૂપિયા જેટલી નીયમીત રોયલ્ટી મળે છે એમાંથી મારુ જીવન સહેલાઈથી ચાલી જાય છે. તે ઉપરાંત મારા ચિત્રોમાંથી જે આવક થાય છે તે હું દાનમાં આપી દઉં છું. ' આવા નેતા લોકપ્રિય હોય એમાં શું નવાઈ?
કદાચ આજ મમતા બેનરજીની તાજેતરની ચૂંટણીના જીતનું રહસ્ય પણ હોઈ શકે છે!
****************************************
No comments:
Post a Comment